રોજિંદા જીવનની આ ૧૦ આદતો પતિ-પત્નીનાં સંબંધને બનાવશે વધારે મધુર અને રોમેન્ટીક

આદતો આપણને સુધારે પણ છે અને બગાડે પણ છે. આપણી આદતો આપણા સંબંધો ઉપર પણ અસર કરે છે. એટલા માટે જો આપણી આદતો સારી છે તો આપણા સંબંધો પોતાની મેળે જ સારા બની જશે. જો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડો પડવા લાગી છે, તો તમારી રોજિંદી આદતોમાં થોડો બદલાવ કરો છો તો તમારો સંબંધ આપમેળે જ રોમેન્ટિક બની જશે. અહીંયા અમે તમને અમારા આર્ટીકલમાં ૧૦ જેવી આદતો વિશે જણાવીશું જેમાં સુધારો કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવી જશે.

ડેટ નાઇટ્સ પર જાવ

લગ્ન જીવનમાં રોમાન્સને તડકો લગાવવા માટે તેનાથી યોગ્ય વધુ કંઈ નથી. તમે બંને આખો દિવસ વ્યસ્ત રહો છો, એટલા માટે વિકેન્ડ પર ડેટ નાઇટ્સ પર જાવ તે તમારા સંબંધોને રિફ્રેશ કરી દેશે. લોકડાઉનનાં સમયમાં પણ તમે રાતના સમયે પોતાના રૂમમાં પણ ડેટ નાઇટ્સ જેવો માહોલ બનાવી શકો છો.

ફ્લર્ટ કરવાનું છોડવું નહીં

બધા જ મેરીડ કપલ્સ પર આ વાત લાગુ થાય છે. ભલે તમારું લગ્ન જીવન નવું-નવું હોય અથવા લગ્નને ૫૦ વર્ષ થઈ ગયા હોય, પરંતુ એકબીજાની સાથે ફ્લર્ટ કરવાનું છોડવું જોઈએ નહીં. ફ્લર્ટિંગ તમારા લગ્નજીવનનાં રોમાન્સમાં તાજગી લાવવા માટે સૌથી બેસ્ટ છે. એક્સાઇટમેન્ટ જાળવી રાખવા માટે પોતાની લાગણીઓને થોડો નોટી ટચ પણ આપવો જોઈએ.

પતિ-પત્ની વચ્ચે કોઈ ગેજેટ ન આવે

આ ખૂબ જ જરૂરી આદત છે કે જ્યારે તમે બંને સાથે હોય ત્યારે ફક્ત તમે બંને જ હોવા જોઈએ, તમારી વચ્ચે ત્રીજા કોઈ મોબાઈલ અથવા લેપટોપ ના હોવું જોઈએ. તે સમયે એકબીજા સાથે ગોસીપ કરો, ફ્યુચર ના પ્લાન કરો અને એકબીજાને ચીડવો.

સાથે સુવો અથવા સાથે ઉઠો

વળી બધા કપલે કોશિશ કરવી જોઈએ કે બેડ ટાઇમ સાથે હોય અને ઉઠવાનો સમય પણ સાથે હોય, જેથી ગુડનાઇટ કિસ અને મોર્નિંગ કિસ પણ મીસ ના થાય. જો તમારી રોજિંદા આદતોમાં આ સામેલ નથી, તો આજથી જ તેને સામેલ કરો.

કુકિંગ સાથે કરો

કુકિંગ થેરેપી પોતાનામાં જ એક અદભુત ઉપાય છે. પોતાના અને પોતાના પાર્ટનરની ખુશી માટે કોશિશ કરો કે તમે બંને સાથે કુકિંગ કરો. જો તમે લાંબો સમય સુધી કિચનમાં નથી રહી શકતાં તો ઓછામાં ઓછું રોટલી સાથે શેકી લો અથવા શાકભાજી બનાવી લો અથવા તો તમે શાકભાજી કાપવામાં પણ તેની મદદ કરી શકો છો. રોજિંદી આ નાની આદતોથી ભોજનની સાથે સાથે તમારો સંબંધ પણ પાકીને મજબૂત બનશે.

લૉન્ડ્રી ની જવાબદારી

મોટાભાગના ઘરોમાં આજે કપડાંની જવાબદારી મહિલાઓ ઉપર હોય છે. કપડાં ધોવાથી લઈને સૂકવવા અને ઉતારીને ફોલ્ડ કરીને રાખવાની જવાબદારી મહિલાઓની શા માટે હોય છે? માન્યુ કે તમે બધું નથી કરી શકતા પરંતુ તેને સૂકવવા અને ઉતારીને ફોલ્ડ કરીને મૂકવામાંથી અમુક જવાબદારી જો તમે પોતાના ઉપર લઈ લો તો પાર્ટનરને આરામ મળશે અને તમને શાંતિ મળશે.

થેન્ક્યુ જરૂર કહો

થેન્ક્યુ કોઈ જાદુઇ શબ્દથી ઓછો નથી. જો તમે દિવસમાં એક પણ વખત પોતાના પાર્ટનરને તેના કામકાજ માટે થેન્ક્યુ કહો છો તો તેને પણ લાગશે કે તમે તેની ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. આ ભાવના તેમને ખૂબ જ ખુશ કરી દેશે કે તમે તેમની કદર કરો છો. એટલા માટે તેને પોતાની આદતનો એક ભાગ બનાવી લો.

એકબીજાની પ્રશંસા કરવી

જ્યારે કોઈ આપણા કામની પ્રશંસા કરે છે તો આપણું મનોબળ વધી જાય છે. પતિ-પત્ની હંમેશાં એકબીજાને કોમ્પ્લીમેન્ટ આપતા રહેવા જોઈએ. તેનાથી ન ફક્ત તમારો સંબંધ મજબૂત થશે, પરંતુ સંબંધોમાં માન-સન્માન અને પ્રેમ વધશે.

જો કંઈક ખટકી રહ્યું છે તો કહી દો

મોટાભાગે પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતોને લઈને મોટું સ્વરૂપ બની જતું હોય છે. એટલા માટે તે ખૂબ જ જરૂરી છે કે જેવું તમને તમારા પાર્ટનરની કોઈ વાત ખટકે, તો તેને દૂર કહી દો. તેનાથી બે ફાયદા થશે, તમારા મગજનું મંથન ખતમ થઇ જશે અને બીજું કે તમારો પાર્ટનર તેમાં પોતાનું મંતવ્ય આપી શકશે.

ઈમાનદારી સૌથી જરૂરી હતી

તમારા સંબંધોમાં ઈમાનદારી જેટલી વધારે હશે તમારો સંબંધ એટલો જ વધારે મજબૂત રહેશે. પતિ-પત્નીના સંબંધોમાં આધાર વિશ્વાસ છે. એટલા માટે એકબીજાનાં વિશ્વાસને ક્યારેય તૂટવા નાં દો. તમારી વચ્ચે કમ્યુનિકેશન એટલું સારું હોવું જોઈએ કે અચકાયા વગર એકબીજાને પોતાની વાત કરી શકાય.