મહિલાની જેમ ૧૨ વર્ષની સાડી પહેરે છે આ વ્યક્તિ, જાણો તેનું કારણ

અત્યાર સુધી તમે ફક્ત છોકરીઓ અને મહિલાઓને જ પુરુષો નાં કપડાં પહેરતા જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ પુરુષને મહિલા નાં કપડા એટલે કે સલવાર સુટ અથવા સાડી પહેરતા જોયેલ છે? હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે પુરુષે શા માટે સાડી અથવા સલવાર સુટ પહેરશે? પરંતુ આજે અમે તમને આવા એક વ્યક્તિ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે અંદાજે ૧૨ વર્ષથી દરરોજ ફક્ત સાડી જ પહેરે છે.

જી હાં, રાજધાની દિલ્હીમાં એક આવો વ્યક્તિ રહે છે જે ૧૨ વર્ષથી ફક્ત સાડી જ પહેરે છે. આ વ્યક્તિના સાડી પહેરવા પાછળનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો સાડી પહેરનાર વ્યક્તિનું નામ હિમાંશુ વર્મા છે સમગ્ર દિલ્હીમાં હિમાંશુને સાડી મેનના નામથી ઓળખવામાં આવે છે.

સાડી પહેરનાર હિમાંશુનું કહેવું છે કે, “સાડી આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને તેને પુરુષ પણ પહેરી શકે છે. મને સાડી પહેરવી પસંદ છે અને મને તેનાથી કોઈ ફરક પડતો નથી. હું સાડી પહેરીને દુનિયાભરમાં ભારતીય પરિધાનની સુંદરતાને પહોંચાડવા માંગું છું.

તમને જણાવી દઈએ કે હિમાંશુ દર વર્ષે લોકોને જાગૃત કરવા માટે સાડી ફેસ્ટિવલનું પણ આયોજન કરે છે. હિમાંશુના જણાવ્યા અનુસાર જે લોકો વિચારે છે કે સાડી ફક્ત મહિલાઓ માટે હોય છે, હું એવા લોકોની માનસિકતા બદલવા માંગું છું.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ્સ પ્રમાણે સૌપ્રથમ Visit Group ની બાજુના ત્રણ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લીક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુક માં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ જરૂરથી લાઇક કરી લેજો.