સૈફ અલી ખાનની એક્સ ગર્લફ્રેંડની આગળ ફિક્કી લાગે છે કરીના કપુરની સુંદરતા, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડમાં ઘણા બધા એવા અભિનેતાઓ છે જેમણે યુવાનીમાં કોઈ એક સાથે પ્રેમ અને લગ્ન કર્યા પછી ઉંમર થવાની સાથે સાથે બીજી કોઈ વ્યક્તિ સાથે પ્રેમ અને લગ્ન કર્યા. અમુક એક્ટર્સ એવા પણ છે જેમણે ફિલ્મોથી વધારે પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતા અને લોકોને પણ તેમની ફિલ્મો થી વધારે તેમની પર્સનલ લાઇફ જાણવાનો ઇન્ટરેસ્ટ વધારે રહેતો. તેવા જ એક્ટર્સ માંથી એક છે સૈફ અલી ખાન જેમણે અફેયર્સ  પણ કર્યા અને બે લગ્ન પણ કર્યા. તેમનો પહેલો પ્રેમ હતી અમૃતા સિંહ અને બીજો કરીના કપૂર.

પરંતુ તે પહેલા પણ તેમનું એક સિરિયસ અફેર હતું. સૈફ અલી ખાનની એક્સ ગર્લફ્રેન્ડ આગળ કરીના અને અમૃતાને સુંદરતા ખૂબ જ ફિક્કી લાગે છે. સૈફ અલી ખાન પણ તેના દિવાના હતા, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી શકી નહીં. તો ચાલો જણાવીએ કે આખરે તે સુંદર યુવતી કોણ હતી.

૪૭ વર્ષીય સૈફ અલી ખાને વર્ષ ૧૯૯૧માં પોતાની ઉંમરથી ૧૦ વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા. પરંતુ વર્ષ ૨૦૦૪માં તેમણે છૂટાછેડા આપી દીધા. પછી વર્ષ ૨૦૦૮માં તેમના જીવનમાં કરીના આવી અને તેમણે વર્ષ ૨૦૧૨માં કરીના સાથે લગ્ન કરી લીધા. આ વાત તો કદાચ બધા લોકો જાણે છે, પરંતુ આ બંને પહેલા સૈફની જિંદગીમાં રોઝા કૈટલાનો નામની એક ગર્લફ્રેન્ડ આવી હતી. જે દેખાવમાં ખૂબ જ સુંદર અને હોટ લાગતી હતી. સૈફ તેના ખૂબ જ દીવાના બની ગયા હતા, પરંતુ તે એક સાધારણ મોડલ હતી અને સૈફ બોલિવૂડ એક્ટરની સાથે સાથે પટોડી ખાનદાનના નવાબ પણ હતા. જેના કારણે તેમના પેરન્ટ્સે તેમના લગ્નને પરમિશન આપી નહિ અને તેઓ અલગ થઈ ગયા.

જોકે સૈફ અવારનવાર તેમનો ઉલ્લેખ તેમને યાદ કરતાં પોતાના ઈન્ટરવ્યુમાં કરી દેતા હતા. હાલના દિવસોમાં રોજા ફોરેન માં રહે છે અને ત્યાં મોડલિંગ કરીને પોતાનું જીવન પસાર કરી રહી છે. પરંતુ સૈફ સાથે તેમની કોઇ વાતચીત થતી નથી. સૈફે આ વાતનો ખુલાસો પોતે કરેલો હતો કે તેઓ રોઝાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરંતુ કોઈ કારણ ને લીધે તેમના લગ્ન થઈ શક્યા નહીં. અહીંયા અમે રોઝાની અમુક તસવીરો મુકેલી છે તે જોઈને જણાવો કે તે સૈફની બંને પત્નીઓ કરતાં વધારે સુંદર છે કે નહીં?

૧૬ ઓગસ્ટ, ૧૯૭૦ નાં નવી દિલ્હીમાં જન્મેલ સૈફ અલી ખાનનો જન્મ પૂર્વ ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરને ત્યાં થયો હતો.પટોડી પરિવારના ચિરાગ હતા એટલા માટે તેમને નવાબ કરીને બોલાવવામાં આવતા હતા. સૈફનું પાલન પોષણ એક રાજકુમારની જેમ થયું હતું, એટલા માટે તેમની ફિલ્મો હિટ થાય કે ના થાય તેમ નથી તેને કોઈ ફરક પડતો ન હતો. જોકે તેમણે તુ ચોર મે સિપાહી, કલ હો ના હો, હમ સાથ સાથ હૈ, હમ તુમ, લવ આજકલ, કોકટેલ, ફેન્ટમ, રેસ સિરીઝ ની બે ફિલ્મો અને ઓમકારા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તે સિવાય તેમના લગ્નો અને બાળકોની સાથે તેમનો મિત્રતા ભરેલો વ્યવહાર હંમેશાથી પોપ્યુલર રહ્યો છે. હાલમાં જ સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની દીકરીની સૌથી વધારે નજીક છે અને તેના સારા મિત્ર પણ છે. તેઓ સાથે હરવા ફરવા જાય છે અને ડ્રીંક પણ કરે છે.