સલમાન ખાનને પંજો લડાવવાનો પડકાર આપ્યો હતો સોનુ સુદે, પરંતુ સલમાને આ કારણને લીધે કરી મનાઈ

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ હાલના દિવસોમાં પ્રવાસી મજૂરો માટે ભગવાન બનેલ છે. જણાવી દઈએ કે સોનું સુદ પાછલા અમુક મહિનાથી કોરોનાને કારણે લોકડાઉનને લીધે ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોચાડવાનું કામ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે અભિનેતા સોનુ સૂદ પ્રવાસી મજૂરો માટે સતત બસની વ્યવસ્થા કરી રહ્યા હતા અને તેમને સુરક્ષિત ઘરે પહોંચાડી રહ્યા હતા. સાથોસાથ ખાસ વાત એ છે કે સોનુ સૂદ આ બધા કાર્ય પોતાના ખર્ચ પર કરી રહ્યા હતા. લોકડાઉન બાદ અભિનેતા સોનુ સૂદ અત્યાર સુધીમાં લાખો જરૂરિયાતમંદ લોકોને મદદ કરી ચૂક્યા છે. એ જ કારણ છે કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

તે સિવાય હાલના દિવસોમાં સોનુ સૂદે પોતાના એક ઇન્ટરવ્યૂને કારણે પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે તેમનું એક ઇન્ટરવ્યૂનો વિડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તો ચાલો જાણીએ કે આખરે આ ખાસ એન્ટ્રીમાં સોનુ સૂદે શું કહ્યું હતું.

સોનુ સૂદે સલમાન ખાન વિશે કર્યો ખુલાસો

સોનુ સુધી હાલમાં જ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. સોનુ સૂદે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે સલમાન ખાનને એક વખત પંજો લાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ મારી સાથે પંજો લગાવવાથી ઇનકાર કરી દીધો હતો. સોનુ સુદે આ સમગ્ર ઘટના વિષે જણાવ્યું હતું કે જ્યારે દબંગ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તો મેં સલમાન ખાનને પંજો લડાવવા માટે કહ્યું હતું.

પોતાના ઈન્ટરવ્યુમાં સોનુ સૂદે જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમ માં CCLનો એક મેચ ચાલી રહ્યો હતો. ત્યારે સલમાન ખાન એક સાઉથ ઇન્ડિયન એક્ટરના ટ્રેનરને બોલાવ્યો અને તેને ચેલેન્જ કર્યું કે શું તે સોનું સુદ સાથે પંજો લડાવીને જીતી શકે છે? તે વ્યક્તિએ સલમાન ખાનની આ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી અને મારી સાથે પંજો લડવા માટે તૈયાર થઈ ગયો.

સોનુ સૂદ આગળ જણાવે છે કે સલમાન ખાને જે વ્યક્તિ સાથે મને પંજો લડાવવાની ચેલેન્જ આપી હતી તે ખૂબ જ તાકતવર વ્યક્તિ હતો અને તેની ઊંચાઈ ૭ ફૂટ હતી. સોનુ આગળ કહે છે કે એક વખત માટે તો હું તે તાકાત વ્યક્તિને જોઇને ડરી ગયો હતો. હું વિચારમાં પડી ગયો હતો કે આ વ્યક્તિ સાથે કેવી રીતે લડવું? સોનુ જણાવે છે કે ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણા બધા જાણીતા લોકો હાજર હતા. ત્યારબાદ જેવી સલમાન ખાને મારી અને તે તાકાતવર વ્યક્તિનાં પંજા લાવવાની વાત કહી, મેચ જોવા માટે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ.

સલમાન ખાને સોનુ સાથે પંજો લડાવવાથી કર્યો ઇનકાર

સોનુ સૂદ જણાવે છે કે મેં સલમાન ખાને કહ્યું કે તમે પોતે શા માટે પંજો નથી લડાવતા? મને શા માટે આ પરિસ્થિતિમાં મૂકી રહ્યા છો? તેના પર સલમાન ખાને કહ્યું, પહેલા તમે મેચ રમો. સોનુ કહે છે કે મેં તે વ્યક્તિની જેમ તેમ કરીને પંજામાં હરાવી દીધો. ત્યારબાદ ત્યાં રહેલી ભીડે એવી તાળીઓ વગાડી કે જાણે અમે વર્લ્ડકપ જીતી લીધો હોય. હું તો મેચ જીતી ચૂક્યો હતો, મારા જીતી લીધા બાદ બધાએ સલમાન ખાનને કહ્યું કે હવે સલમાન ખાનનો વારો છે, તે પંજો લડાવશે. સોનુ જણાવે છે કે આ સવાલ પર પહેલા તો સલમાન વિચારમાં પડી ગયા અને પછી સલમાને કહ્યું કે “પછી ક્યારેક.”