સમુદ્રશાસ્ત્ર અનુસાર આ આંખનાં ફરકવાથી થાય છે બધી જ ઈચ્છાઓ પુરી, આંખોનાં ફરકવાનો સાચો મતલબ જાણો

Posted by

જ્યારે પણ આપણી કોઈ આંખ ફરકે છે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણું શરીર આપણને સંકેત આપી રહેલ હોય છે કે આપણે સાથે શુભ અથવા અશુભ થવાનું છે. જ્યોતિષ અનુસાર આપણા શરીરનું ફરકતું દરેક અંગ આપણને કંઇકને કંઇક સંકેત આપવા ની કોશિશ કરે છે. જ્યારે આંખ ફરકે છે તો તેવામાં કંઈક શુભ અથવા અશુભ થવાનો સંકેત આપી રહેલ હોય છે.

શુભ અને અશુભ સ્ત્રી અને પુરુષની આંખ અનુસાર માલુમ પડે છે. જી હાં, શાસ્ત્રોમાં મહિલા અને પુરુષ બંનેની આંખોનાં ફરકવાનો મતલબ અલગ-અલગ હોય છે. શુભ તથા અશુભ એ બાબત પર નિર્ભર કરે છે કે સ્ત્રી અથવા પુરુષની કઈ આંખ ફરકી રહેલ છે. સ્ત્રી અને પુરુષની કઈ આંખનું ફરકવું તેમના માટે શુભ માનવમાં આવે છે તે જાણીએ. તો ચાલો જાણીએ કેક્યાં આંખના ફરકવાનો અર્થ શુભ થાય છે અને કઈ આંખના ફરકવાનો અર્થ અશુભ થાય છે.

જમણી આંખનું ફરકવું

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જમણી આંખનું ફરકવું પુરુષો માટે શુભ માનવામાં આવે છે જ્યારે ડાબી આંખનું ફરકવું મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે.

ડાબી આંખનું ફરકવું

વળી જો સ્ત્રીઓની ડાભી આંખની પાંપણ ફરકે તો તેમના માટે શુભ માનવામાં આવે છે, પરંતુ પુરુષો માટે સ્થિતિ બિલકુલ ઉલટી બની જાય છે. પુરુષો માટે કોઈ જૂના દુશ્મન સાથે લડાઈ થઈ શકે છે અથવા કોઈ સાથે દુશ્મની વધી શકે છે.

ડાબી આંખ અને નીચેની પાંપણ

જમણી આંખ અને ઉપરની પાંપણનો કાનનાં નજીકનો ભાગ અથવા ડાબી આંખ નીચેની પાંપણનાં નાકનાં નજીક વાળો હિસ્સો ફરકવાથી શુભ સમાચારની પ્રાપ્તિના સંકેત મળે છે.

જમણી આંખની પાંપણનું ફરકવું

જો પુરુષની જમણી આંખની ઉપરની પાંપણ ફરકે છે તો માનવામાં આવે છે કે તેમના મનની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને પદોન્નતિ તથા ધનલાભ થાય છે. પરંતુ જો મહિલાઓની જમણી આંખની ઉપરની પાંપણ ફરકે છે, તો તેમના માટે અશુભ માનવામાં આવે છે અને તેના બધા જ કામ બગડી જાય છે.

શું કરવું જ્યારે મહિલાઓની જમણી આંખ ફરકે

મહિલાઓ માટે જમણી આંખનું ફરકવું શુભ માનવામાં આવેલ નથી. જો મહિલાઓને જમણી આંખ સતત ફરકતી રહે તો તેવામાં મહિલાઓએ રૂ અથવા કાગળનાં ટુકડાને આંખની પાંપણ પર રાખી દેવું. જેથી થોડા સમય બાદ આંખ ફરકવાનું બંધ થઈ જાય, પુરુષ પણ આવું કરી શકે છે.

વૈજ્ઞાનિક કારણ

વળી આંખોના ફરકવા પાછળ વૈજ્ઞાનિકો અલગ જ કારણ માને છે. આંખોના ફરકવાને “માયોકેમિયા” કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર આંખનું ફરકવું એક સામાન્ય લક્ષણ છે. તેનાથી આંખોની આસપાસ સ્નાયુઓ પરસ્પર સંકુચિત થતા હોય છે, તેનાથી મૂંઝવણ તો થોડી થાય છે, પરંતુ નુકસાન થતું નથી.