સંગીત સેરેમનીમાં કિયારા-સિધ્ધાર્થ એ કરી હતી ખુબ જ ડાન્સ અને મસ્તી, હવે સામે આવી ક્યુટ કપલની તસ્વીરો

કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૭ ફેબ્રુઆરીનાં રોજ લગ્ન કરી લીધા હતા. જો કે સખત સુરક્ષાને કારણે આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી ન હતી, પરંતુ હવે કપલ અને લગ્નનો હિસ્સો બનનાર મહેમાન નવી-નવી તસ્વીરો શેર કરી રહ્યા છે. તેની વચ્ચે કિયારા અને સિદ્ધાર્થ એ પોતાના વેડિંગ ફંક્શનની નવી તસ્વીરો શેર કરી છે, જેમાં બંને પોઝ આપતા નજર આવી રહ્યા છે. થોડા કલાક પહેલાં શેર કરવામાં આવેલી આ તસ્વીરો ઉપર ફેન્સી દ્વારા કોમેન્ટનો વરસાદ કરવામાં આવેલ છે. વળી આ તસ્વીરોને લાખો લોકોએ લાઇક પણ કરેલ છે.

કપલ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને જોઈને એવું લાગે છે કે કપલે લગ્નમાં ડાન્સ મસ્તી અને ખુબ જ ધમાલ મચાવેલ હતી. કારણ કે તેમના ચહેરા પર રહેલી મુસ્કાન તે બધું જ વ્યક્ત કરે છે. લુક ની વાત કરવામાં આવે તો કિયારા, સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ ગોલ્ડન હેવી લહેંગામાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

વળી સિદ્ધાર્થ ટ્રેડિશનલ કાળા અને ગોલ્ડન રંગના આઉટ ફીટમાં સ્ટાઇલિશ અને હેન્ડસમ દેખાઈ રહેલ છે. આ તસ્વીરો ઉપર ફેંસ દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “આખરે ક્યુ કપલ આટલું પ્રેમાળ લાગી શકે છે?” જ્યારે બીજા યુઝરે લખ્યું હતું કે, “રબ ને બના દી જોડી.” તેમાં ફેન્સ હાર્ટ ઈમોજી શેર કરીને રિએક્શન આપી રહ્યા છે.

કપલ દ્વારા શેર કરવામાં આવેલી નવી તસ્વીરોમાં કિયારા સિદ્ધાર્થ એકબીજાને ગળે લગાવતા જોવામાં આવી રહ્યા છે. જેમાં બંને ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે. અન્ય તસ્વીરોમાં કપલ ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. આ તસ્વીરોને સાથે કિયારા સિદ્ધાર્થ એ કેપ્શન માં લખ્યું છે કે, “તે રાત વિશે કંઈક… હકીકતમાં કંઈક ખાસ છે.”

આ પહેલા કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની હલ્દી સેરેમનીની તસ્વીરો શેર કરી હતી, જેમાં કપલ હલ્દી આઉટફીટમાં પોઝ આપતા નજર આવી રહ્યા હતા. વળી શાહિદ કપુર અને તેની પત્ની મીરા રાજપુત દ્વારા પણ લગ્નમાં વિતાવવામાં આવેલા ખાસ પળોની તસ્વીર શેર કરી હતી.

બંનેએ ખુબ જ સ્પેશિયલ તસ્વીરો શેર કરી છે, જેમાં બંનેના ચહેરા ઉપર તેમના મનની ખુશી વ્યક્ત થઇ રહી છે. કિયારા આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હવે પોતાના લગ્ન અને પ્રી-વેડિંગ ફંક્શન ની તસ્વીરો શેર કરી રહ્યા છે. હલ્દી બાદ હવે બંનેએ સંગીત સેરેમની ની ઝલક બતાવેલી છે, જેને જોઈને તમે કપલ ઉપરથી નજર હટાવી શકશો નહીં.

એકબીજાને ગળે લગાવીને ચહેરા પર મુસ્કાન સાથે કપલ એકબીજામાં ખોવાયેલ નજર આવી રહેલ છે. જાણે તેમને પોતાના સિવાય અન્ય કોઈ વ્યક્તિની ફિકર નથી. બંને એકસાથે ખુબ જ ધમાલ મચાવેલ અને ખુબ જ ડાન્સ કર્યો હતો. કિયારા અને સિદ્ધાર્થ પોતાના નજીકના વ્યક્તિઓની સાથે ખુબ જ એન્જોય કરતા નજર આવી રહ્યા છે. કિયારા અને સિદ્ધાર્થ ૭ ફેબ્રુઆરીનાં રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. આ લગ્ન જેસલમેર નાં સુર્યગઢ પેલેસમાં થયેલા હતા, જેનું ફંકશન ૪ થી ૭ ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું.

બંનેના લગ્નની તસ્વીરો આટલા દિવસો બાદ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે સંગીત સેરેમની ની તસ્વીરો પણ સામે આવી ચુકી છે. મંગળવારની સવારે કિયારા અને સિદ્ધાર્થ હનીમુન માંથી પરત ફર્યા હતા. બંનેને એરપોર્ટ ઉપર સ્ટાઇલિશ લુકમાં સ્પોટ કરવામાં આવેલ. વળી મુંબઈ પરત ફરતાની સાથે જ બંનેએ ફેન્સને આ સ્પેશિયલ ફોટો શેર કરીને ખુબ જ મોટી સરપ્રાઈઝ આપેલ છે.