સંજય દત્તનાં બંગલાની ઇનસાઇડ તસ્વીરો ઉડાવી દેશે તમારા હોશ, ઘરનાં દરેક ખુણામાં જોવા મળશે આ ખાસ

Posted by

બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમરસ લાઇફ ફેન્સને ખૂબ જ સારી લાગે છે અને તેમની શાનદાર લાઇફસ્ટાઇલ લોકોને આકર્ષિત કરતી હોય છે. બોલીવુડના સેલિબ્રિટી માટે પણ એક શાનદાર ઘર લેવું મોટી વાત હોય છે. જોકે આજકાલ ઘણા સેલિબ્રિટી ફ્લેટ માં રહેવાનું પસંદ કરે છે. વળી શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, ગોવિંદા જેવા સુપરસ્ટાર એવા છે જે આજે પણ બંગલા માં રહેવાનું પસંદ કરે છે. એટલું જ નહીં આ સ્ટાર્સની જેમ તેમના બંગલા પણ ખૂબ જ મશહૂર છે. આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટર સંજય દત્ત નું નામ પણ સામેલ છે. સંજય દત્ત પોતાની પત્ની માન્યતા અને બંને બાળકોની સાથે એક સુંદર બંગલામાં રહે છે. તો ચાલો અમે તમને બતાવીએ સંજય દત્ત ના બંગલાની ઇનસાઇડ તસવીરો.

ઘરના દરેક કિસ્સામાં છે માતા-પિતા

સંજય દત્ત ના ઘરમાં પિતા સુનીલ દત્ત અને નરગિસ દત્તની તસવીરો તમને જોવા મળશે. નરગીસ અને સુનીલ દત્ત બંને બોલીવુડના દિગ્ગજ કલાકાર હતા. સંજય પોતાની માતાની ખૂબ જ નજીક હતા અને તેમની સાથે ખૂબ જ લગાવ રાખતા હતા.

સંજય દત્તના ઘરમાં જ્યાં તમને આર્ટ ટચ જોવા મળશે. વળી શાનદાર ડિઝાઇન વાળી વાઇબ્રેન્ટ તસવીરો પણ જોવા મળશે. સંજય દત્તે પોતાના લિવિંગરૂમમાં પોતાના માતા-પિતાની તસવીરો સિવાય અન્ય બીજી ઘણી સુંદર તસવીર લગાવેલી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેયર કરે છે માન્યતા

માન્યતા દત્ત હાલના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેવામાં તે હંમેશા પોતાની તસવીરો શેયર કરતી રહે છે. તેમની તસવીરોમાં ઘરના દર્શન પણ થઈ જાય છે. જણાવી દઈએ કે હાલમાં જ માન્યતા એ પોતાનો ૪૨મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેની તસવીરો પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી હતી.

માન્યતા અને સંજય દત્ત ના લગ્ન બોલીવૂડના સૌથી ચર્ચાસ્પદ લગ્નમાંથી એક છે. સંજય દત્તે જ્યારે માન્યતા સાથે લગ્ન કર્યા ત્યારે માન્યતા ૨૯ વર્ષની હતી, જ્યારે સંજય દત્ત ૫૦ વર્ષના હતા. વળી માન્યતા સંજય દત્ત કરતા અંદાજે ૨૧ વર્ષ નાની છે. કહેવામાં આવે છે કે સંજય દત્તનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો, પરંતુ સંજય દત્તે માન્યતાનો સાથ છોડ્યો નહીં અને લગ્ન કરી લીધા.

માન્યતા અને બાળકો સાથે બંગલામાં રહે છે સંજય

સંજય દત્તના જીવનમાં ઘણી બધી યુવતીઓ આવી, પરંતુ માન્યતાએ તેમનો સાથ તે સમય પણ આપ્યો જ્યારે બધાએ તેમનાથી કિનારો કરી લીધો હતો. જ્યારે સંજય દત્ત જેલમાં સજા કાપી રહ્યા હતા, તો માન્યતા અવારનવાર તેમને મળવા માટે જતી હતી.

તેવામાં સંજય દત્તનો વિશ્વાસ માન્યતા પર વધતો ગયો. ત્યારબાદ સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે સંજય દત્તના આ ત્રીજા લગ્ન છે.સંજય દત્તના અફેર ભલે ઘણી બધી યુવતીઓ સાથે રહેલા હોય, પરંતુ તેમણે માન્યતાને પોતાની જીવનસાથી પસંદ કરી.

માન્યતા પહેલા બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી. પરંતુ સંજય દત્ત સાથે લગ્ન કર્યા બાદ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું. હવે માન્યતા સંજય દત્ત પ્રોડક્શન હાઉસની સીઇઓ છે અને ફિલ્મ પ્રોડક્શનનું કામ સંભાળે છે. સંજય દત્ત ના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તેમની ફિલ્મ સડક-૨ ખૂબ જ જલ્દી દર્શકોની સામે આવશે. તે સિવાય સંજય દત્ત હેરાફેરી-૩, કેજીએફ ચેપ્ટર-૨, શમશેરા અને કુચી કુચી હોતા હૈ મા નજર આવશે.

જણાવી દઈએ કે કેજીએફ સાઉથ ની મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી, જેનો સેકન્ડ પાર્ટ આ વર્ષે રિલીઝ થવાનો છે. જોકે હાલમાં ફિલ્મના રિલીઝ લઈને કોઈ ઘોષણા થયેલ નથી. આ ફિલ્મમાં સંજય દત્ત અધીરાનાં કિરદારમાં નજર આવશે.