સરગવા નાં પાનથી ફટાફટ ઘટાડી શકો છો વજન, જાણો ઉપયોગ કરવાની રીત, શરીર બની જશે સ્લિમ અને ફિટ

Posted by

શું સરગવાનાં પાનનાં ઉપયોગથી વજન ઓછું થાય છે? સરગવાનાં પાનમાં ફાઈબરની માત્રા વધારે હોય છે, જેનાથી ભુખ ઓછી લાગે છે અને પેટ હંમેશા ભરેલુ અનુભવ થાય છે. જે લોકોનું વજન વારંવાર ખાવાના કારણે વધે છે, તેમને આ આદતથી છુટકારો મળે છે. ફાઇબરને કારણે સરગવાનાં પાનનું સેવન કરવાથી ભોજન જલ્દી પચી પણ જાય છે. સરગવા માં ક્લોરોજેનિક એસિડ હાજર હોય છે, જેનાથી વજન ઓછું થાય છે અને ફોસ્ફરસ ની સારી માત્રા હોય છે, જેનાથી કેલોરી બર્ન થાય છે. એટલા માટે એ કહી શકાય છે કે ડ્રમસ્ટિક, મોરિંગા કે સરગવા નાં પાનની મદદથી તમે વજન ઓછું કરી શકો છો.

આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ વજન ઓછું કરવા માટે કરવામાં આવે છે. આ લેખમાં અમે વજન ઓછું કરવા માટે સરગવાનાં પાનનાં ફાયદા અને આ પાનનાં ઉપયોગ કરવાની રીત જાણીશું.

વજન ઓછું કરવામાં સરગવાના પાન કેવી રીતે મદદ કરે છે?

 • સરગવાનાં પાન થી મુડ સારો થાય છે, ચિંતા અને થાક ઓછો થાય છે. જેનાથી તણાવ થી મુક્તિ મળે છે અને વજન ઓછું કરવા વાળા વ્યક્તિને તણાવથી દુર રહેવું જોઇએ. ત્યારે સાચી રીતે તેઓ વજન ઘટાડી શકશે.
 • પેટની ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત, કમજોર પાચનતંત્ર વગેરેના કારણે વજન વધે છે. પેટની સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા માટે તમે સરગવાના પાનનો ઉપયોગ કરો.
 • સરગવા પાચનતંત્ર મજબુત કરે છે અને તેમાં રહેલા એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક બેક્ટેરીયા ગુણ પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ જેમ કે પેટનો સોજો, ગેસ-કબજિયાત વગેરેની ફરિયાદને દુર કરે છે. જે લોકોના શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધારે હોય છે. તેમને વજન ઓછું કરવામાં મુશ્કેલી થાય છે. સરગવાના પાન થી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

સરગવાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો?

સરગવાના પાનમાં દુધ કરતાં ૧૭ ટકા વધારે કેલ્શિયમ હોય છે. તેમાં આયન, બીટાકેરોટિન, પોટેશિયમ, વિટામિન-સી પણ સારી માત્રામાં હોય છે. લગભગ ૧૦૦ ગ્રામ સરગવાનાં પાન માંથી ૨૭ ગ્રામ પ્રોટીન, ૩૪ ગ્રામ ફાઈબર અને ૬ ગ્રામ શુગર હોય છે. સરગવાનાં પાન માં વિટામીન, મિનરલ ની પણ સારી માત્રા હોય છે. તમે ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકો છો જેમ કે

સરગવાના પાનની પેસ્ટ

 • તમે સરગવાના પાને સાફ કરો અને તેનું પાણી નીચોવીને તેને પીસી લો. સરગવાનાં પાનની પેસ્ટ તૈયાર થઈ જશે.

સરગવાના પાનનો પાવડર

 • સરગવાના પાનનો પાવડર બનાવવા માટે તમે પાન ને સુકવી લો.
 • જ્યારે પાન સારી રીતે ડ્રાય થઇ જાય તો તેને પીસીને પાવડર બનાવી લો.
 • પાવડર નો ટેસ્ટ થોડો કડવો હોય છે. તમે તેને શેક, સ્મુધી કે દહીં સાથે ખાઈ શકો છો.
 • પાવડર ની માત્રા ૨ થી ૬ ગ્રામ સુધી જ સીમિત કરો.

સરગવાના પાનનું ચુરણ

 • તમે સરગવાના પાન ડ્રાય કરીને તેનો પાવડર બનાવી લો.
 • પાવડરમાં સૌફ પાવડર મેળવીને તેને રોજ દુધ સાથે લો.

સરગવાનાં પાનની ચા

 • તમે પાનને પાણીમાં ઉકાળીને તેની ચા પણ બનાવી પી શકો છો.
 • વજન ઓછું કરવા માટે તમારે સવાર-સાંજ સરગવાનાં પાન થી બનેલી ચા સેવન કરો.
 • આ ચાને પીવાથી ના માત્ર વજન ઓછું થશે, પરંતુ હાઈપરટેન્શન, ડાયાબિટીસ, અસ્થમા જેવી બિમારીઓથી પણ રાહત મળશે.
 • બજારમાં સરગવાની કેપ્સુલ પણ મળે છે. પરંતુ તમારે સરગવા ખાવા પહેલાં તમારા ડૉક્ટર પાસે તેની માત્રા ખબર કરી લેવી જોઇએ.

Comments are closed.