સાસરે ગયેલી દીકરીએ પોતાના પિતાને કહ્યું, “મને ઝેર આપો”, દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવી સ્ટોરી

Posted by

દિશા નામની એક યુવતીના લગ્ન થયા બાદ તે પોતાના પતિ અને સાસુ સાથે સાસરિયામાં રહેવા લાગી. થોડા જ દિવસોમાં દિશા અને તેની સાસુ ના જગડા શરૂ થઈ ગયાં. સાસુની કંઈપણ વાત દિશા તેના પતિને કરે તો તેનો પતિ પણ દિશાની વાત સાંભળતો નહિ અને વાતને મજાકમાં લઈ લેતો. જેના લીધે દિશા કંટાળી ગઈ હતી. સાસુ જૂની વિચારશૈલી વાળી હતી અને દિશા નવા વિચારશૈલી વાળી છોકરી હતી.

દિશા અને તેની સાસુનો રોજ જગડો થવા લાગ્યો. દિવસો, મહિનાઓ અને વર્ષો વીત્યાં બાદ પણ બંને વચ્ચે જગડો ચાલુ રહ્યો. સાસુ ને સામે જવાબ આપવાનું દિશા જરાપણ ચૂકતી નહિ. રોજ જગડાના લીધે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી. દિશાને હવે તેની સાસુ ઝેર જેવી લાગવા લાગી હતી. દિશા માટે એ સ્થિતિ વધારે ખરાબ લાગતી જ્યારે બીજાની સામે પોતાની સાસુને સન્માન આપવું પડતું. હવે તે કોઈપણ રીતે સાસુથી છુટકારો મેળવવા માંગતી હતી.

એક દિવસ દિશાનો તેમની સાસુ સાથે મોટો જગડો થયો અને તેના પતિએ પણ દિશાની જગ્યાએ સાસુનો પક્ષ લીધો તો તે નારાજ થઈને પિયર ચાલી ગઈ. દિશા ના  પિતા આયુર્વેદિક ડોક્ટર હતાં. દિશાએ પોતાના પિતાને રડતા રડતા બધી વાત કરી અને કહ્યું, “તમે મને ઝેર આપો, જે હું મારી સાસુને પીવડાવવા માંગુ છું.”

દીકરીની બધી વાત સાંભળી પિતાએ તેના માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, બેટી, જો તું તારી સાસુને ઝેર ખવરાવીને મારી નાખીશ તો પોલીસ તને પકડીને લઈ જશે અને સાથે મને પણ કારણકે એ ઝેર મે તને આપ્યું હશે. એટલા માટે આવું કરવું ઠીક નથી. પરંતુ દિશાએ જીદ પકડી કે તમારે મને ઝેર આપવું જ પડશે. હું મારી સાસુનું મોઢું કોઈપણ કિંમતે જોવા નથી માંગતી.

થોડું વિચારીને પિતા બોલ્યાં, “ઠીક છે હું તને ઝેર આપીશ પણ જેમ હું કહું એમ તારે કરવાનું રહેશે. મંજૂર હોય તો બોલ”. શું કરવું પડશે? દિશાએ પૂછ્યું. પિતાએ દિશાના હાથમાં ઝેરની એક પડીકી આપતા કહ્યું, તારે આ પડિકીમાંથી માત્ર એક ચપટી જ ઝેર રોજ તારી સાસુને ભોજનમાં આપવાનું છે. ઝેર ઓછા પ્રમાણમાં આપવાથી તારી સાસુ એકદમ થી તો નહિ મરે પણ ધીમે ધીમે અંદરથી નબળી થઈને ૫/૬ મહિનામાં મારી જશે.

લોકો સમજશે કે તે સ્વાભાવિક મૃત્યુ થી જ મરી છે. પણ તારે ખુબ જ સાવચેતી રાખવી પડશે. તારા પતિને જરા પણ શક ના જવો જોઈએ. નહિ તો આપણે બંનેને જેલ જવું પડશે. તેથી કરીને તું આજ પછી ક્યારેય પણ સાસુ સાથે જગડો નહિ કરે અને તેની સેવા કરજે. જેથી કરીને તારા પર કોઈને શંકા ના જાય. જો તારી સાસુ તારા પર ગુસ્સો કરે તો શાંતિ થી સાંભળી લેજે. સામે જવાબ ના આપતી.

દિશાએ વિચાર્યું કે છ મહિનાની જ વાત છે પછી તો છુટકારો તો મળી જ જશે ને. દિશાએ તેના પિતાની વાત માની ને ઝેરની પડીકી લઈને ફરી તે સાસરિયે આવી ગઈ. સાસરિયે આવતાં જ દિશાએ સાસુના ભોજનમાં દરરોજ ચપટી ઝેર ભેળવવા નું શરુ કર્યું અને સાસુ સાથે પોતાનું વર્તન બદલી નાખ્યું.

હવે તે સાસુ સાથે જગડો ના કરતી અને સાસુને સામે કોઈ જવાબ ના આપતી. દિશા હવે સાસુ સાથે પ્રેમ થી વાત કરતી અને તેની ખુબ સેવા કરતી કારણકે એને મનમાં ખબર જ હતી કે હવે સાસુ થોડા દિવસના જ મહેમાન છે. એટલે તે ખુબ ખુશ રહેવા લાગી હતી. સાસુના મેણા ટોણા નો તે કોઈ જવાબ ના આપતી અને રોજ સાસુના પગ દબાવતી. હવે દિશા બધું જ કામ સાસુને પૂછીને કરતી. જમવાનું પણ સાસુની પસંદગીનું જ બનાવતી. સાસુની દરેક વાત દિશા માનવા લાગી હતી.

થોડો ટાઈમ જતા સાસુના સ્વભાવમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. પોતાના મેણા ટોણા નો જવાબ વહુ તરફથી ના મળવાથી તેમજ પોતાની સેવા કરવાથી સાસુ હવે તેની વહુને આશીર્વાદ પણ આપવા લાગી હતી. ધીમે ધીમે ચાર મહિના વીતી ગયાં. દિશા હજુ પણ રોજ તેની સાસુને એક ચપટી ઝેર આપતી હતી.

પણ તે ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. સાસુ વહુની જગડો હવે જૂની વાત થઈ ગઈ હતી. પાડોશી પણ હવે દિશાના વખાણ કરતાં થાકતાં ના હતાં. સાસુમા પણ એટલું પરિવર્તન આવી ગયું કે હવે વહુ સાથે જમવા બેસતાં અને સુતા પહેલા પણ વહુ સાથે પ્રેમ ભરી વાતો ના કરી લે ત્યાં સુધી તેમને નીંદર જ ના આવતી. સાસુને પોતાની વહુમાં તેની દીકરી નજર આવવા લાગી હતી. વહુને પણ હવે સાસુની અંદર પોતાની માં દેખાવા લાગી હતી.

હવે છઠ્ઠો મહિનો ચાલું થતાં દિશા જ્યારે એવું વિચારતી કે તેના આપેલા ઝેર થી તેની સાસુ થોડા દિવસોમાં જ મરી જશે તો તે દુઃખી થઈ જતી હતી. આવા બધા વિચારના લીધે એક દિવસ તે ફરી પિતાના ઘરે આવી અને પિતાને કહ્યું કે, “પિતાજી હવે તમે મને ઝેર ની અસરને દુર કરવાની દવા આપો, કારણકે હવે હું મારી સાસુને મારવા નથી માંગતી”. હવે એ ખુબ જ સારી છે અને હું એને મારી માં ની જેમ પ્રેમ કરું છું અને એ પણ મને દીકરીની જેમ જ રાખે છે”.

આવું સાંભળતા જ પિતા ખડખડાટ હસવા લાગ્યાં અને બોલ્યાં, ” ઝેર? કેવું ઝેર ?” મે તો તને ઝેર ના નામ ઉપર હજમ થવાનું ચૂર્ણ આપ્યું હતું. માં બાપ દીકરીને સાચો રસ્તો બતાવે, એ માં બાપની પુરી ફરજ હોય છે જે તેમણે નિભાવી હતી.