સૌથી વધારે ઘમંડી (અભિમાની) છે બોલીવુડની આ અભિનેત્રીઓ, નંબર ૪ મોટા-મોટાને પણ ભાવ નથી આપતી

બોલીવુડ ની વાતો હંમેશા થતી રહેતી હોય છે, જેમાં અવારનવાર આપણે ઘણી અભિનેત્રીઓ અને અભિનેતા વિશે અલગ-અલગ પ્રકારની ગોસીપ વગેરેની ચર્ચા કરતા રહેતા હોય છે, તો ક્યારેક તેમના વિષે અમુક નવી ખબરો પણ સામે આવતી રહેતી હોય છે. ક્યારેક કોઈ નવી ફિલ્મની રિલીઝ અને તેની સાથે જોડાયેલા ઘણા પ્રકારની આવી જ તમામ ખબરો જે આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ અને અમુક લોકોને પણ સંભળાવીએ છીએ. પરંતુ આજે અમે તમને બધાથી અલગ પ્રકારની જાણકારી આપવા માટે જઈ રહ્યા છીએ.

આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ બોલિવૂડની તે અભિનેત્રીઓ વિશે જે ફક્ત સુંદર જ નથી પરંતુ સફળ પણ છે, પરંતુ તેમની એક આદત એવી પણ છે કે તેઓ ખૂબ જ અભિમાની પણ છે. જી હાં, તેમાંથી અમુક તો એવી પણ છે જે મોટા મોટા લોકોને પણ ઘાસ નાંખતી નથી અને પોતાના જ ટશન માં રહેતી હોય છે.

કેટરિના કૈફ

સૌથી પહેલા આપણે વાત કરીએ તો બોલિવૂડની મશહૂર અને જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ વિશે. જે આજની તારીખમાં એક સફળ અભિનેત્રીના રૂપમાં ઓળખવામાં આવે છે. પરંતુ તેની સાથે સાથે તે ઘમંડી પણ બની ગઈ છે. હકીકતમાં એક ઘટના ત્યારે બની હતી જ્યારે કેટરીના બસ વાત-વાતમાં જ એક બાળક પર ભડકી ઉઠી હતી અને તે પણ ફક્ત એટલા માટે કારણ કે બાળક વારંવાર તેની સાથે ફોટો પડાવવાની જીદ કરી રહ્યો હતો.

શ્રદ્ધા કપૂર

હવે વાત કરીએ બોલીવૂડના સૌથી ચર્ચિત ખલનાયક શક્તિ કપૂરની દિકરીની જે દેખાવમાં તો ખુબ જ ભોળી દેખાય છે અને સુંદર પણ છે. પરંતુ કદાચ તમને તેના વિશે જાણ નહીં હોય કે બોલિવૂડમાં એક સફળ સ્થાન પ્રાપ્ત કરી ચૂકેલ શ્રદ્ધા ખૂબ જ ઘમંડી છે અને તેને ગુસ્સો પણ ખૂબ જ વધુ આવે છે.

અનુષ્કા શર્મા

આર્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી અભિનેત્રી અનુષ્કા શર્મા જે આજના સમયમાં બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં માનવામાં આવે છે. તેમના વિશે એક વાત પ્રચલિત છે કે તે મીડિયા પર ઘણી વખત ભડકી ચુકી છે.

જયા બચ્ચન

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન ખૂબ જ ઘમંડી અભિનેત્રી માનવામાં આવે છે. તેમના વિશે કહેવામાં આવે છે કે સામાન્ય રીતે જલ્દી કોઈને પણ વધારે ભાવ આપતા નથી અને સૌથી મોટી વાત તો એ છે કે મીડિયાનાં સવાલ પૂછવા પર તેમનો જવાબ પણ ખૂબ જ ઉદ્ધતાઈ પૂર્વક હોય છે.

હેમા માલિની

બોલિવૂડમાં ડ્રીમ ગર્લ ના નામથી મશહૂર અને અભિનેતા ધર્મેન્દ્રને પત્ની હેમા માલિની વિષે કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પણ સૌથી વધારે ઘમંડી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. ઘણી વખત જોવામાં આવે છે કે મીડિયાવાળા તરફથી વારંવાર સવાલ પૂછવા પર તેઓ ઘણી વખત ખૂબ જ ઉદ્ધતાઈ પૂર્વક જવાબ આપતા હોય છે.