સવારે ખાલી પેટે પીવો આ વેઇટ લોસ ડ્રિંક, ૧૦ દિવસમાં ઓછું થવા લાગશે વજન, જાણો તેને બનાવવાની રીત

Posted by

સ્થૂળતાની સમસ્યા આજકાલ લગભગ દરેક ત્રીજા વ્યક્તિને છે. સ્થૂળતા ફક્ત તમારો લૂક બગાડતી નથી, પરંતુ ઘણી બધી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. એક અધ્યયન અનુસાર જાડા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધારે હોય છે. ખાસ કરીને તમારા પેટની ચરબી ઓછી કરવા માટે ધ્યાન આપવું જોઈએ. સ્થૂળતા ઓછી કરવા માટે લોકો ઘણા પ્રકારની કોશિશ કરતા હોય છે. તેમાં અમુક ઉપાયો સરળ હોય છે, તો અમુક ઉપાય ખૂબ જ કઠિન હોય છે. આજે અમે તમને ઘર પર કરી શકાય તેવો એક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે શરીરની ચરબીને ઓછી કરી શકશો.

લવિંગ ઘટાડશે સ્થૂળતા

લગભગ દરેક ભારતીય રસોડામાં લવિંગ સરળતાથી મળી જાય છે. ભારતીય વ્યંજનોમાં લવિંગનો ઉપયોગ વધારે જોવા મળે છે. તે ખુશ્બુદાર મસાલો ફક્ત સ્વાદ જ નથી વધારતો, પરંતુ તમારું વજન પણ ઓછું કરવામાં મદદગાર સાબિત થાય છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે લવિંગને એક ખાસ રીતે ખાવામાં આવે તો તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી કરીને તમને પાતળા બનાવવામાં મદદ કરે છે.

આવી રીતે કરે છે કામ

લવિંગ ની અંદર પ્રોટીન, આયરન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મોટી માત્રામાં મળી આવે છે. તે સિવાય તેમાં એન્ટિકોલેસ્ટેરિક અને એન્ટી-લિપિડ ગુણ પણ હોય છે. તે તમારા શરીરના મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધે છે, તો સ્થૂળતા ઓછી થવા લાગે છે.

આ બીમારીમાં પણ કારગર છે લવિંગ

સ્થૂળતા ઘટાડવા સિવાય લવિંગ શરીરની ઘણી બીમારીઓને દૂર કરે છે. તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરના ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરે છે જ્યારે તમારો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે, તો જૂની બીમારીઓ પણ ખતમ થવા લાગે છે .તે સિવાય લવિંગ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ સહાયતા કરે છે.

આવી રીતે બનાવવુ ચરબી ઘટાડવાની ડ્રિંક

લવિંગને જ્યારે શક્તિશાળી મસાલા જેવા કે તીખા, તજ અને જીરાની સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો તે શરીરના મેટાબોલીક રેટને ઝડપથી વધારે છે. તેનાથી તમારા શરીરમાં રહેલ ચરબી ઝડપથી ઘટવા લાગે છે. એટલા માટે આ વેઇટ લોસ ડ્રિંક બનાવવા માટે આપણી આ સામગ્રીઓનો ઉપયોગ કરીશું.

સામગ્રી : ૫૦ ગ્રામ લવિંગ, ૫૦ ગ્રામ તજ, ૫૦ ગ્રામ જીરૂં

રેસીપી

આ ડ્રિંકને બનાવવા માટે તમારે બધી સામગ્રીઓને એક પેનમાં નાખીને શેકી લેવાની છે. તેને ત્યાં સુધી શેકવાની છે, જ્યાં સુધી તમને તેની સુગંધ ના આવવા લાગે. ત્યારબાદ આ બધાને મિક્સરમાં પીસીને એક બારીક પાઉડર બનાવી લો. હવે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

સેવન કરવાની રીત

એક તપેલીમાં ગેસ પર પાણી ઉકળવા માટે રાખો. હવે તેમાં ઉપર બનાવવામાં આવેલ મિશ્રણની એક ચમચી નાખી દો. પાણી ઉકળી જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચમચી મધ ઉમેરી દો. હવે તમારી ચરબી ઘટાડવા માટેની ડ્રિંક તૈયાર થઈ ગઈ છે. તેને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરો.

ધ્યાન રહે કે ફક્ત આ ઉપાય કરવાથી તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી થશે નહીં. તેની સાથે તમારે હેલ્ધી ડાયટનું સેવન અને નિયમિત વ્યાયામ જેવા કામ પણ કરવા પડશે.

ખાસ નોંધ : જો તમને મસાલાથી એલર્જી છે, તો તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. લવિંગમાં ઉપસ્થિત યુજેનોલ અમુક લોકોમાં એનર્જી ઉત્પન્ન કરી શકે છે.