શા માટે વ્યક્તિ થાય છે કેન્સરનો શિકાર, ૪૦ ની ઉંમર પછી રાખો આ વાતોનુ ધ્યાન

હમણાં થોડા દિવસ પહેલાં ઈરફાન ખાન અને ઋષિ કપૂર લાંબા સમયથી ચાલતા કેન્સરના લીધે આ દુનિયામાંથી વિદાય લીધી. દુનિયામાં કેટલી સફળતા મેળવ્યા પછી પણ સેલિબ્રિટીઝનો જીવ કેન્સરથી જઈ રહ્યો છે. તો સામાન્ય માણસનું શું થશે? શું આજે પણ કેન્સરનો ઇલાજ સરળ નથી? તો આજે જણાવીશું કે કઈ પ્રકારની સાવચેતી રાખી અને તેનાથી બચી શકાય છે.

શું છે કેન્સરનું કારણ

આજે જ્યારે મેડિકલ સાયન્સે આટલું ગ્રોથ કરી લીધું છે, તેમ છતાં પણ કેમ આ બીમારીથી નથી બચી શકાતું? ભારતની તુલનામાં આજે પણ લોકો વિદેશ જઇને તેની સારવાર કરાવે છે. અમુક વર્ષો પહેલા કેન્સર બીમારી એટલી સામાન્ય ન હતી, જેટલી અત્યારના સમયમાં છે તો શું છે તેનું કારણ?

શું છે ડોક્ટરનું કહેવું

ડોક્ટર રાહુલ ભાર્ગવ ડાયરેક્ટર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુરુગ્રામ ના અનુસાર, ભારત ધીરે ધીરે વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે. માનો કે વિકસિત થવાના કારણે સાથે સાથે કોઈ નુકસાન પણ થાય છે. તેમાં સૌથી મોટી ચીજ એ છે કે વ્યક્તિ જાતે જ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે.

કેન્સરનું મુખ્ય કારણ

પ્રોસેસ્ડ ફૂડ, સોડા, કુત્રિમ અને સેન્થેટિક મીઠાઈ,  ખેતરોમાં કીટનાશકનો ઉપયોગ, શારીરિક વ્યાયામની ઉણપ, ખૂબ જ વધારે તંબાકુ અને નશીલા પદાર્થોનું સેવન, દારૂનું સેવન, કેફીનનું સેવન આ બધા કેન્સરના મુખ્ય કારણ છે.

કેન્સર સામે લડી રહ્યું છે ભારત

આ બધાની સાથે આપણે એ સમજવું જોઈએ કે કેન્સરના સાથે-સાથે ભારતમાં તેના ઈલાજની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે. કેન્સરના ઇલાજ માટે મોટા ટ્રેનિંગ પ્રોગ્રામની તૈયારી કરવામાં આવી રહી છે. જેનાથી કેન્સરને શરૂઆતનાં સ્ટેજમાં ઓળખી શકાય અને તેનાથી કેન્સરથી જીતવાની મદદ પણ મળે છે.

શું છે કેન્સર?

કેન્સર આટલી મોટી બીમારીનું રૂપ કેમ થઈ રહ્યું છે? તે જાણવા માટે તે પણ ખબર હોવી જરૂરી છે કે કેન્સર છે શું છે? આપણું શરીર સેલ્સથી બન્યું છે અને તેનો વિકાસ સેલ્સનાં ભાગ પડવાથી થાય છે. જ્યાં સુધી આપણે ૧૮ વર્ષના હોઈએ છીએ ત્યાં સુધી તે સેલ્સ અરબો વખત વહેંચાઈ ગયા હોય છે, સેલ્સનો આ રીતે વહેંચાવવું એક પેટર્ન અથવા તેને એમ કહીએ તો નિયંત્રણમાં હોય છે. કેન્સરની બીમારી પણ આ સેલ્સના વહેચાવાના કારણે થાય છે. સેલ્સનું વહેંચાવું આપણા શરીરના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ તેનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી છે. તેનું નિયંત્રણ થી બહાર જવાના કારણે કેન્સર ઉત્પન્ન થાય છે.

કેન્સર કેવી રીતે જન્મ લે છે

તમે Genes તો સાંભળ્યું હશે, સેલ્સ અને કંટ્રોલ કરવાનું કામ Genes કરે છે. જ્યારે કોઈ Genes પોતાની જવાબદારી સારી રીતે નથી કરી શકતા, ત્યારે તે સેલ્સ કંટ્રોલની બહાર થઈ જાય છે. સામાન્ય રીતે જ્યારે પણ સેલ સિસ્ટમ થી બહાર જવાના પ્રયત્ન કરે છે, ત્યારે Genes તેને મારી નાખે છે. પરંતુ Genes જ્યારે આવું કરવામાં અસફળ રહે ત્યારે કેન્સરનું કારણ બને છે. એક વખત અસફળ થાય પછી તે એટલી ઝડપથી વધે છે કે તેને રોકવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારબાદ તે આપણી અંદર કેન્સરનાં રૂપમાં જન્મ લે છે.

કેમ હોય છે તેનો ઈલાજ મોંઘો

કેન્સરનો ઈલાજ કરાવો એટલા માટે મોંઘા હોય છે, કારણ કે જ્યારે સેલ્સ વધુ વધી જાય છે ત્યારે તેના બદલાવો વિશે જાણવાનું હોય છે. ત્યારબાદ તે સેલ્સને ટાર્ગેટ કેવી રીતે કરવામાં આવે અથવા તો કઈ રીતે તેમને નાશ કરવામાં આવે તેની તપાસ કરવામાં આવતી હોય છે. અનેક જાણકારોનું એવું કહેવું છે કે કેન્સરનું કારણ જાણવું અને અને તેની સામે લડવાની રીત શોધવી યોગ્ય છે, પરંતુ વધુ સારું એ છે કે તેને અટકાવવામાં ધ્યાન આપવામાં આવે. કેન્સર અમુક ખાસ કારણોના લીધે થાય છે, જો તેને ખતમ કરી નાખીએ તો કેન્સર રોગ રોકી શકાય છે.

તેના નિવારણ પર ભાર મુકવો

અમેરિકામાં કેન્સરના કુલ મામલામાં ત્રીજા ભાગનાં સિગરેટ પીવાના લીધે થાય છે. તો કહીએ તો તમાકુના ઉપયોગ પર રોક લગાવવી જોઇએ, તો કેન્સર ઉપર જાતે જ રોક આવી જશે. આ બીમારી ૪૦ વર્ષ ઉપર આપણા શરીરમાં સેલ્સના બદલાવના લીધે થઈ શકે છે. તેમાં વધુ આપણું શરીર જાતે કાબૂ કરી લે છે.

કેન્સરથી બચવા માટે આ ચીજોનુ રાખવું ધ્યાન

ડોક્ટર રાહુલ ભાર્ગવ ડાયરેક્ટર બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર દુનિયાભરમાં કેન્સરને રોકવાની આ જ રીત છે કે કોઈપણ રીતે આપણી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવા જોઇએ અને તેમાં સારી ચીજવસ્તુઓને સામેલ કરવું જોઇએ. એ રીતે કહેવામાં આવે તો અને તેનો અર્થ એ છે કે રોજ આપણે લીલાં શાકભાજીનું સેવન કરવું જોઇએ અને ફળો ખાવા જોઈએ. ૩૦ મિનિટ વોકિંગ કરવું જોઈએ અથવા તો ૩૦ મિનિટ કોઈ અન્ય પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ. દિવસ દરમિયાન પાણી વધુ પીવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં ટોક્સિન્સ એટલે કે વિષાક્ત પદાર્થો બહાર નીકળી શકે છે. સાથે જ તંબાકુ અથવા તો અન્ય અપ્રાકૃતિક પદાર્થોનું સેવન તો બિલકુલ ના કરવું અથવા તો અમુક હદ સુધી તેનું નિયંત્રણ કરવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડ અને શુગરનું સેવન પર કંટ્રોલ કરવો જોઈએ. કેમકે તે સેલ્સ એટલે કે કોશિકાઓ માટે પરિવર્તનનું સૌથી મોટું કારણ બની શકે છે. ખોરાક લીધા પહેલા કોઈપણ ભોજનને સારી રીતે સાફ કરી અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે આજના સમયમાં તેમાં કિટનાશકોની માત્રા વધુ છે.

૪૦ વર્ષની ઉંમર પછી આ કરવું

૪૦ વર્ષની ઉંમર પછી લોકો નિરાશા મહેસૂસ કરે છે કે તે કેન્સરને રોકી નહીં શકે. જ્યારે કે આવું માનવું એકદમ યોગ્ય નથી. જો તમે ઉંમરની સાથે કોઈપણ સમયમાં તમારું સારી રીતે ધ્યાન રાખો અને તમારી જીવનશૈલીમાં બદલાવ લાવો તો તેને રોકી શકાય છે. સૌથી પહેલાં તો નિયમિત રૂપથી તપાસ કરાવવી જોઇએ. જેમ કે ૪ મહિનાના અંતરમાં પૈપ સ્મિયર અને મેમોગ્રાફી કરાવવી જોઇએ. તમે કોઈપણ સ્ટેજ ઉપર તમારું વજન ઓછું કરી શકો છો અને તેનાથી તમારું ઇમ્યુનિટી સિસ્ટમ પણ સારી થઇ શકે છે. જો બધા પોતાની જીવન શૈલીમાં તેને સામેલ કરે છે તો કેન્સરનાં ઈલાજનાં બદલે તેને રોકી શકાય છે.