શાહરુખ ખાનનાં બોડીગાર્ડ રવિ સિંહની સેલેરી છે સલમાન ખાનનાં શેરા થી પણ વધારે, જાણો કેટલી છે તેની સેલેરી

Posted by

બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન ઈન્ડસ્ટ્રીના કિંગ કહેવામાં આવે છે. તેમણે હિન્દી સિનેમા માં એવી ફિલ્મો આપી છે, જેણે સફળતાના સૌથી ઊંચા શિખરો સર કર્યા છે. તેમના આ સુંદર સફરનો શ્રેય તેમના ફેન્સને જાય છે, જે શાહરૂખને આટલો પ્રેમ આપે છે. શાહરુખ પ્રત્યે લોકોની દીવાનગી એવી છે કે કિંગ ખાન જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેને જોવા માટે ઉમટી પડે છે. તેવામાં શાહરૂખને ફેન થી બચાવવા માટે તેમના બોડીગાર્ડ રવિ સિંહ દરેક સમયે તેમની સાથે હાજર રહે છે.

આટલી છે શાહરુખનાં બોડીગાર્ડની સેલેરી

જણાવી દઈએ કે શાહરુખ ખાન બોડીગાર્ડ રવિ સિંહ પાછલાં ૯ વર્ષથી તેમની સાથે રહેલા છે. દેશ અને વિદેશ સુધી રવિ દરેક સમયે શાહરૂખની સાથે રહે છે અને તેમની સુરક્ષા કરે છે. મહત્વપૂર્ણ છે કે રવિ પહેલા શાહરુખના બોડીગાર્ડ યાસીન હતા. જ્યારે યાસીને પોતાની સિકયુરિટી એજન્સી ખોલી લીધી તો તેમણે કિંગ ખાનનો સાથ છોડી દીધો હતો.

જેવી રીતે સલમાન ખાનનાં  બોડીગાર્ડ શેરા તેમની સાથે પડછાયાની જેમ રહે છે, તેવી જ રીતે શાહરુખ ખાનનાં બોડીગાર્ડ રવિ પણ દરેક સમયે કિંગ ખાનની સાથે રહે છે. બોલિવૂડના કિંગખાનને સુરક્ષિત રાખવા માટે શાહરૂખ રવિને વાર્ષિક ૨.૭ કરોડ રૂપિયા આપે છે. તે દ્રષ્ટિએ રવિ સૌથી મોંઘા બોડીગાર્ડ છે. જોકે રવિ શેરા ની માફક મશહૂર નથી, પરંતુ શાહરુખની સાથે નજર આવે છે. શાહરુખ પણ રવિને પોતાના પરિવારનો હિસ્સો માને છે અને તેને દરેક ફેમિલી ફંક્શન પોતાની સાથે રાખે છે.

વર્ષથી શાહરુખની સાથે છે રવિ

મહત્વપૂર્ણ છે કે ઈન્ડસ્ટ્રીમાં લગભગ બધા જ સ્ટાર પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખે છે. જો કે સલમાન અને શાહરૂખ ના બોડિગાર્ડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ફેમસ છે. તમને જણાવી દઈએ કે બોડીગાર્ડ દરેક સમયે પોતાના સ્ટારની સાથે રહે છે. એવા ઘણા અવસરો જોવા મળે છે, જ્યાં ફેન્સ પોતાના મનપસંદ સ્ટાર્સને મળવા માટે તેના પર તૂટી પડે છે. તેવામાં આ બોડીગાર્ડની જવાબદારી હોય છે કે કોઈ પણ વિવાદ અને લડાઈ ઝઘડા વગર તેમની સુરક્ષા કરે.

જો વાત કરવામાં આવી શાહરૂખ અને સલમાન ખાનની તો તે ઇન્ડસ્ટ્રીના સૌથી મોટાં સિતારા છે. જ્યાં શાહરુખ ખાન બોલિવૂડના બાદશાહ કહેવામાં આવે છે, તો સલમાન પણ ઇન્ડસ્ટ્રીના દબંગ ખાન છે. જોકે બંનેના સંબંધોમાં હંમેશાં ચઢાવ-ઉતાર જોવા મળ્યો છે. ફિલ્મો અને શો ને લઈને પહેલા પણ બંનેની વચ્ચે મતભેદ થઇ ચૂક્યા છે. એક વખત કેટરીના કૈફની બર્થ-ડે પાર્ટીમાં બન્ને વચ્ચે મતભેદ એટલા વધી ગયા હતા કે મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો.

શાહરુખ અને સલમાન બની ચૂક્યા છે મિત્ર

હકીકતમાં ખબર સામે આવી હતી કે પાર્ટીમાં સલમાન ખાને શાહરુખના શો “પાંચવી પાસ સે તેજ” ને ફ્લોપ બતાવીને તેની મજાક ઉડાવી હતી. વળી એ વાત પણ સામે આવી હતી કે શાહરુખ ખાને સલમાન ખાનના શો “દસ કા દમ” ને સુપરફ્લોપ બતાવ્યો હતો. એકબીજાના શો ને ફ્લોપ બતાવતા બંનેની વચ્ચેનો વિવાદ વધી ગયો હતો અને ખૂબ જ મુશ્કેલીથી વિવાદ શાંત થયો હતો.

આ ઝઘડા પછી ઘણા વર્ષો સુધી શાહરૂખ અને સલમાન એકબીજાથી દૂર રહ્યા હતા. બંને એકબીજા સાથે જોડાયેલા સવાલોના જવાબ પણ આપતા ન હતા અને એકબીજાને જોવાનું પણ પસંદ કરતા ન હતા. જોકે થોડા સમય બાદ સંબંધો સુધર્યા અને બંને એકસાથે નજર આવવા લાગ્યા. હાલના સમયમાં શાહરૂખ અને સલમાન વચ્ચે કોઈ મતભેદ નથી અને બંને એકબીજાના સારા મિત્ર માનવામાં આવે છે.