શાકભાજી લેતા સમયે આ ૩ બાબતોનું ખાસ ધ્યાન રાખવું નહિતર કોરોના તમને ….

ગુજરાતના મહાનગરોમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને રોકવા માટે તંત્ર તરફથી વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં પણ લોકડાઉન હોવાથી લોકો પોતાના ઘરમાં બંધ છે. સરકાર તરફથી લોકોને સામાજિક અંતર રાખવા તથા બહાર નીકળતા સમયે ચહેરા પર માસ્ક પહેરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. તે સિવાય લોકોને યોગ્ય રીતે સાબુથી હાથ ધોવા તથા વારંવાર સેનીટાઈઝર થી હાથ સાફ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

પરંતુ જો હવે તમે લોકડાઉન શરૂ હોવાથી શાકભાજી લેવા માટે બહાર નીકળો છો તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની કાળજી લેવાની રહેશે, નહી તો તમે પણ આ મહામારીના શિકાર બની શકો છો.

ઘરની બહાર નીકળતા સમયે ચહેરા પર માસ્ક જરૂરથી લગાવવો તથા હાથમાં ગ્લોઝ પહેરી લેવા. તે સિવાય શાકભાજી લેવા જાઓ ત્યારે સામાજિક અંતરની વિશેષ કાળજી લેવી. શાકભાજી લીધા બાદ પરથી હાથ સાફ કરવાનું ભૂલવું નહીં. વળી જ્યારે ઘરે પરત ફરો છો ત્યારે ઘરનો દરવાજો તમારે ખોલવો નહીં પરંતુ ઘરની અંદર રહેલા અન્ય વ્યક્તિને દરવાજો ખોલવા માટે જણાવવું.

ઘરે આવી ગયા બાદ શાકભાજીને યોગ્ય રીતે ગરમ પાણીથી ધોઇ લેવા તથા તમારા કપડાને પણ ગરમ પાણીમાં બોળીને ધોઈ લેવા. તે સિવાય તમારે પણ ગરમ પાણીથી સ્નાન કરી લેવું. લારીવાળા પાસેથી શાકભાજી ખરીદતી વખતે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

  • શાકભાજીની લારી તથા તમારી વચ્ચે સામાજિક અંતર હોવું એટલે કે ૬ ફૂટનું અંતર હોવું જરૂરી છે. સાથોસાથ તમારે એ વાતનો પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અન્ય લોકો કે જેઓ શાકભાજી લેવા માટે આવેલા છે તેમનાથી પણ અંતર જાળવી રાખવું.
  • ઘરે આવી ગયા બાદ જો ઘરનો અન્ય કોઈ વ્યક્તિ શાકભાજીની બેગ અથવા થેલી પકડે છે તો તેમણે પણ સેનીટાઈઝ થઈને સ્વચ્છ થવું પડશે.
  • શાકભાજી ની વસ્તુઓ કઈ જગ્યાએથી આવી રહી છે તે આપણને ખ્યાલ હોતો નથી. એટલા માટે ઘરે લાવ્યા બાદ શાકભાજીને મીઠાવાળા ગરમ પાણીમાં ૨ કલાક સુધી પલાળી રાખવા જોઇએ.

બહારથી લાવેલા ફળો તથા શાકભાજીને ધોવા માટે ફક્ત ગરમ પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે. જ્યારે પણ શાકભાજી અને ફળો ને ઘરે લાવો ત્યારે તેને સારી રીતે ગરમ પાણીમાં જરૂરથી ધોઈ લેવા જેથી તેમાં રહેલ જંતુઓ મરી જાય. જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણે અનેક રોગોથી દૂર રહીએ છીએ.