શરીરમાં વિટામિન B-12 ની ખામી થી વધી શકે છે પરેશાનીઓ

આપણી તરફથી આપણે હંમેશાં સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાની કોશિશ કરીએ છીએ, તેમ છતાં પણ આજની અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણી ખાણી-પીણીમાં કોઈને કોઈ કમી રહી જાય છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે. સામાન્ય રીતે તો બધાં વિટામિન અને માઇક્રોન્યુટ્રિએંટ્સ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ વિટામીન B-12 એક એવું તત્વ છે, જેની કમી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શરીરમાં B-12 ની કમી ને લીધે લોહીની ઉણપ એટલે કે એનિમિયાની સાથે શરીરમાં ફોલિક એસિડનું અવશોષણ થઈ શકતું નથી. તે સિવાય તેની કમી ને લીધે કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમ મુખ્ય રૂપે પ્રભાવિત થાય છે, જેનાથી મગજને નુકસાન પહોંચે છે. એટલા માટે જરૂરી છે કે ખાણી-પીણીમાં આ તત્વને ભરપૂર માત્રામાં લેવામાં આવે.

આપણા શરીરમાં કોઈપણ પ્રકારની ઉણપ હોય તો તેની સાઇડઇફેક્ટ સ્પષ્ટ દેખાવા લાગે છે. આવું જ કંઈક હોય છે જ્યારે તમારા શરીરમાં વિટામીન B-12 ની ઉણપ થાય છે. વિટામીન B-12 કોઈ મામૂલી વિટામિન નથી, પરંતુ તે બોડીનાં ફેટને એનર્જીમાં બદલે છે. આ વિટામિન ની મદદથી ડીએનએ અને રેડ બ્લડ સેલ્સ બને છે. તે બોડીના નર્વ્સ ને પ્રોટીન સપ્લાય કરવામાં મદદ કરે છે.

આ વિટામીન શરીર માટે ખૂબ જ જરૂરી છે. કારણકે જો શરીરમાં તેની ઊણપ થાય છે તો ઘણી વખત તેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. મગજ તથા તંત્રિકા તંત્રને યોગ્ય રીતે કામ કરવા માટે પણ વિટામીન B-12 ખૂબ જ જરૂરી છે. જન્મજાત વિકૃતિઓ અને આનુવંશિક બીમારીઓથી બચવા માટે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં તેની ઉણપને દૂર કરવી જરૂરી છે.

નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે વિટામીન B-12

બોડીમાં નર્વસ સિસ્ટમ ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેના માટે વિટામીન B-12 ની ખૂબ જ જરૂરિયાત માનવામાં આવે છે. તેની ઉણપને લીધે મગજને ખૂબ જ નુકસાન પહોંચે છે. આગળ ચાલીને તે મૃત્યુને પણ કારણ બની શકે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર વિટામીન B-12 ની ઉણપની જાણ વર્ષો સુધી થતી નથી, પરંતુ જ્યારે તેની જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઇ ચૂક્યું હોય છે. તેમ છતાં પણ અમે અમુક એવા સંકેત જણાવી રહ્યા છીએ જેને ઓળખીને તમે પહેલાથી જ એલર્ટ થઇ શકો છો.

  • હાથ પગમા ઝણઝણાટી અને બળતરા
  • યાદશક્તિમાં ઘટાડો
  • વ્યવહારમાં અસ્થિરતા
  • અનાવશ્યક થાક
  • ડિપ્રેશન
  • જો શરીરમાં વિટામીન B-12 ની વધારે પડતી કમી થઈ જાય તો તેનાથી સ્પાઇનલ કોર્ડનાં નર્વ્સ નષ્ટ થવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને પેરાલીસીસ પણ થઈ શકે છે.

શેમાંથી મળે છે વિટામીન B-12

સામાન્ય રીતે આ વિટામીન શરીરમાં નથી બનતું એટલા માટે તેની માત્રા ડાયટ અથવા સપ્લિમેન્ટ્સ દ્વારા પૂરી કરી શકાય છે. અંકુરિત દાળ, દૂધમાંથી બનાવેલું દહીં, પનીર તથા માખણ, ગાજર, મૂળો, બીટ વગેરે વિટામીન B-12 નાં ખૂબ જ સારા સ્ત્રોત છે. નાળિયેર, બદામ અને સોયાબીન માંથી નીકળતા દૂધમાંથી પણ આ તત્વની પૂર્તિ કરી શકાય છે. ડોક્ટરની સલાહ બાદ સપ્લિમેન્ટ લેવા. વિટામીન B-12 મુખ્યત્વે માટીમાં મળી આવે છે, એટલા માટે જમીનની અંદર ઉગતા શાકભાજી જેવા કે બટેટા, ગાજર, મૂળો, બીટ વગેરે આંશિક રૂપથી મળી આવે છે.

ઉપચાર તથા બચાવ

જો તમને આમાંથી કોઇ પણ લક્ષણ જોવા મળે તો જરા પણ મોડું કર્યા વગર વિટામીન B-12 ની તપાસ કરાવવી જોઈએ. મોટાભાગે લોકો તેનાં લક્ષણોને મામૂલી થાક અથવા એનિમિયા સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. કારણ કે આગળ ચાલીને આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી શકે છે. શાકાહારી લોકોએ પોતાની ખાણી-પીણી પ્રત્યે વિશેષ રૂપથી સતર્ક રહેવું જોઈએ અને તેમણે મિલ્ક પ્રોડક્ટનું ભરપૂર સેવન કરવું જોઈએ.