શુટિંગ દરમ્યાન પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી બોલીવુડની આ અભિનેત્રીઓ, તેમાંથી એક તો કુંવારી હતી

Posted by

બોલિવૂડની તમામ ખબરો વચ્ચે અમુક એવી ખબરો પણ સામે આવી જતી હોય છે જેને દરેક વ્યક્તિ જાણવા નથી માંગતો, પરંતુ જો ફિલ્મી દુનિયામાં તમને દિલચસ્પ હોય તો તમારે આ જાણવું જોઈએ. શૂટિંગ દરમિયાન એક્ટર અને એક્ટ્રેસને ઘણી બાબતો સહન કરવી પડતી હોય છે, પરંતુ ખાસ એક્ટ્રેસને અહીં પર આવીને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જે શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી બોલિવૂડની અભિનેત્રીઓ, જેના સમાચાર તો હવાની જેમ ઉડ્યા હતા.

શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી બોલિવૂડની આ અભિનેત્રીઓ

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવા કિસ્સા છે જેને જાણી તમે હેરાન થઈ જશો. આજે તમને એક એવો કિસ્સો જણાવીશું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની આ પોપ્યુલર અભિનેત્રીઓ શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી.

જયા બચ્ચન

વર્ષ ૧૯૭૫માં આવેલી શોલે ના શૂટિંગ દરમિયાન જયા બચ્ચન પ્રેગ્નેટ હતી. તે ફિલ્મમાં તેમણે એક વિધવા છોકરીનો રોલ કર્યો છે. અને દરેક સમય સાડી પહેરેલી રહેતી હતી વાસ્તવમાં તેણે પોતાનો બેબી બમ્પ છુપાવીને રાખ્યો હતો. ત્યારબાદ જયાએ અભિષેકને જન્મ આપ્યો હતો.

શ્રીદેવી

વર્ષ ૧૯૯૭માં ફિલ્મ જુદાઈ ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગ્નેટ થઈ ગઈ હતી. તેનું બોની કપૂર સાથે અફેર હતું અને તેના જ ઘરમાં રહેતી હતી. તે ફિલ્મને શ્રીદેવી એ પૂરી કરી અને તે જ વર્ષમાં શ્રીદેવી બોની કપૂર સાથે લગ્ન કરી લીધા. તે ફિલ્મમાં શ્રીદેવી સિવાય ઉર્મિલા માંતોડકર હતી અને તેમાં તેનું નામ જાનવી હતું. તેનાથી પ્રભાવિત થઈને શ્રીદેવીએ તેની દીકરીનું નામ જાનવી રાખ્યું હતું.

જુહી ચાવલા

બોલિવૂડની ચુલબુલી એકટ્રેસ જુહી ચાવલા વર્ષ ૨૦૦૧માં ફિલ્મ “આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા” માં શાનદાર કામ કર્યું હતું. પરંતુ શૂટિંગ દરમિયાન તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને તેણે તે ફિલ્મ પૂરી કરી હતી. એટલું જ નહીં જુહી ચાવલા એ ફિલ્મ “ઝંકાર બીટ્સ” ની પણ શૂટિંગ કરી હતી. તે સમયે તે બીજી વખત પ્રેગ્નેટ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ “હિરોઈન” માં કરીના કપૂર લીડ રોલમાં હતી. પરંતુ નિર્દેશક મધુર ભંડારકરે તેના પહેલા એશ્વર્યા રાયને લીધી હતી. એશ્વર્યાએ ફિલ્મ સાઈન કરી અને શૂટિંગ ચાલુ કરી દીધી. પરંતુ ત્યારબાદ તેની પ્રેગનેન્સીનાં લીધે તેને ફિલ્મ મૂકવી પડી હતી. તેના લીધે મધુર ભંડારકરને ખૂબ જ નુકસાન થયું હતું. તેના માટે ખુબ જ વિવાદ પણ થયો હતો. પરંતુ ત્યારબાદ બધું સરખું થઈ ગયું હતું.