શું ગરમીનાં વાતાવરણમાં ખતમ થઈ જાય છે કોરોના વાયરસ?

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાનો પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી ૨ લાખ ૫૦ હજારથી વધુ લોકોની મોતનું કારણ બની ચૂકેલા આ વાયરસ થી ભારતમાં પણ ઘણું નુકસાન પહોચી ચૂક્યું છે. દેશમાં અત્યાર સુધીમાં ૪૫ હજારથી વધારે લોકો આનાથી સંક્રમિત છે. કોરોના વાયરસનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી અને બચાવ જ તેનો એકમાત્ર ઉપાય છે. આ કારણને લીધે જ લોકોથી સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મેટ હેનકોક સાથેના અનેક નેતાઓના સિવાય સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ગરમીની સીઝન આવવા પર કોરોના વાયરસ નાશ થવાની આશા બતાવી છે. તો આજે જણાવીશું કે કેમ એવું કહેવામાં આવી રહ્યું છે.

આ વાયરસનું ફેલાવવાનું એક કારણ એ છે કે ઠંડીમાં વધુ સંખ્યામાં લોકો એક જગ્યા પર રહે છે. જેનાથી જો કોઈપણ વ્યક્તિને આ વાયરસ હોય તો તે બીજા વ્યક્તિમાં ફેલાવવાની શક્યતા વધારે રહે છે. ખાસ કરીને ખાંસી આવે અને છીંક આવે ત્યારે ખૂબ જલ્દી ફેલાય છે. વાસ્તવમાં ઠંડીમાં શરદી ઉધરસ વધારે રહે છે તેવામાં વાયરસ આરામથી ફેલાઈ શકે છે. વિશેષજ્ઞ જણાવે છે કે કોરોના વાયરસના પ્રસાર માટે ઠંડીની મોસમ અથવા ઓછું તાપમાન અનુકુળ હોય છે.

હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ઠંડીની સિઝનમાં સિઝનેબલ તાવ અને ઠંડીનો વાયરસ ખૂબ જ મોટી રીતે ફેલાતો હોય છે અને તેવામાં ગરમીની સીઝન ચાલે છે. તો વાયરસ પોતાની રીતે જ ધીમો પડી જાય છે. પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડાયનેમિક્સની ઈનફેક્સિયસ ડિઝીઝ ડાયનેમિક્સ નિર્દેશક એલિઝાબેથ મેકગ્રા અનુસાર કોરોના ઠંડી સાથે જોડાયેલો વાયરસ છે, જે ઓછા તાપમાન વધારે ફેલાય છે.

ફોર્ટિસ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ પલ્મોનોલોજી એન્ડ સ્લીપ ડિસઓર્ડર ના નિર્દેશક વિકાસ મૌર્યા અને અન્ય સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર ગરમીમાં કોરોના વાયરસનો પ્રસાર થવામાં બ્રેક લાગે છે. જે વિસ્તારોમાં તાપમાન ઓછું હશે કે ઠંડીની સિઝન હશે ત્યાં કોરોના વાયરસની અસર વધુ જોવા મળશે. વૈજ્ઞાનિક ખૂબ જ પહેલાં આ વાત ઉપર ચર્ચા કરતા આવી રહ્યા છે કે ગરમી આવતા જ બીમારીમાં ઓછી અસર જોવા મળશે અને ગરમી વધવા પર કોરોના વાયરસ થોડો ધીમે પડી જાય છે.

વિકાસ મૌર્યાનાં અનુસાર કોરોના વાયરસ એક જંગલી જાનવરથી આવેલો સંક્રામક છે. જે ઠંડીમાં થાય છે અને શ્વાસ સાથે જોડાયેલો છે. આપણને એક વર્ષમાં ઓછામાં ઓછું બે વખત એક વાયરલ સંક્રમણ થાય છે. અંતર એ છે કે કોરોના વાયરસનો આ સ્ટ્રેન એક પ્રતિરોધી સ્ટ્રેન છે. તેમણે આશા બતાવી છે કે ગરમી સુધીમાં આ સ્ટ્રેનની ઓછી અસર આવશે.

ડોયચે વેલેમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ગરમ વાતાવરણમાં પોતાને સાચવીને રાખવુ એ વિષાણુઓ માટે એક પડકાર હોય છે. વિષાણુઓ પર કામ કરવા વાળા એક વૈજ્ઞાનિક થોમસ પિટ્સમનનાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસ બહારની બાજુએથી ચરબીના સ્તરથી ઘેરાયેલ હોય છે. તેની સ્તરમાં ગરમીને સહન કરવાની શક્તિ હતી નથી. જેમ તાપમાન વધવા લાગે છે, વાયરસની વધવાની ક્ષમતા ઓછી થાય જાય છે. મતલબ કે ગરમીનાં વાતાવરણમાં વાયરસ બિલકુલ ખતમ નથી થતો પરંતુ વાયરસની ક્ષમતા ઓછી થઈ જાય છે.