શું જમી લીધા બાદ ચાલવાથી વજન વધતું નથી? જમી લીધા બાદ કેટલા ડગલાં ચાલવું જોઈએ?

Posted by

તે વાત બધા જાણીએ છીએ કે ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો વ્યાયામ ગણાય છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા તો માંગે છે પરંતુ સમય ન હોવાનું બહાનું કાઢીને ચાલવા જેવી સરળ એક્ટિવિટી પણ કરતા નથી. તમે લોકો પાસેથી અવારનવાર સાંભળ્યું હશે કે સવારે ઊઠીને ભલે મોર્નિંગ વોક ન કરો, પરંતુ જમી લીધા બાદ જરૂરથી ચાલવું જોઈએ, કારણ કે તેનાથી વજન ઘટે છે. આ વાતમાં કેટલી હકીકત છે તે અમે તમને આગળ જણાવીશું. પરંતુ એટલું તો નક્કી છે કે ચાલવું તમારા માટે નુકસાનદાયક નથી. એટલા માટે જ્યારે પણ અવસર મળે તો થોડો સમય માટે પોતાની આસપાસ જરૂરથી ચાલવું જોઈએ. ચાલવાથી તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધે છે અને શરીરને ઘણા બધા ફાયદા મળે છે.

વળી આ વાતનો કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મુલા નથી કે તમારે કેટલા એકલા ચાલવું જોઈએ. જો તમારી પાસે સમય છે તો તમારે ઓછામાં ઓછા ૧૦૦૦ ડગલાં ચાલવું જોઈએ. તેમાં અંદાજે ૧૦ થી ૧૫ મિનિટ જેટલો સમય લાગી શકે છે. પરંતુ ધ્યાન રાખવું કે મોટાભાગના લોકો અયોગ્ય રીતે ચાલે છે, જેના કારણે તેમને પ્રયાસ બાદ પણ લાભ મળતો નથી. એટલા માટે જ્યારે જમીને ચાલવાનું હોય કે પછી સવારે મોર્નિંગ વોક કરતાં સમય ચાલવાનું હોય તમારે નીચે બતાવવામાં આવેલ રીતથી વોક કરવું જોઈએ.

ચાલવાની યોગ્ય રીતે શું છે?

ચાલવાની યોગ્ય રીત એ છે કે તમે ચાલતા સમયે પોતાના મોઢાને બંધ રાખવું અને નાક દ્વારા શ્વાસ લેવો. તે સિવાય તમારે સાધારણ ઝડપ કરતા થોડું વધારે ઝડપથી ચાલવું જોઈએ અને ચાલતા સમયે પોતાના બંને હાથને ઝડપથી આગળ પાછળ કરતા ચાલવું જોઈએ. હકીકતમાં ચાલવાનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે ફક્ત ડગલાં માંડવા પર્યાપ્ત નથી હોતા પરંતુ તમારા શરીરનું સારી માત્રામાં કેલરી બર્ન કરવું પણ જરૂરી છે. જ્યારે તમે ઝડપથી ચાલો છો અને હાથ હલાવતા ચાલો છો તો તમે વધારે કેલરી બર્ન કરો છો.

શું હકીકતમાં જ ચાલવાથી વજન ઘટે છે?

ચાલવાથી વજન ઘટે છે તે વાત સાચી છે, પરંતુ સંપૂર્ણ રીતે સાચી પણ નથી. જો તમે ઘણું બધું અનહેલ્ધી ભોજન લઈને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચાલશો અને વિચારશો કે ભોજન સરળતાથી પચી જશે, તો તમે ખોટા છો. તમારે હંમેશા તમારી ભૂખ કરતાં થોડું ઓછું ભોજન લેવું જોઇએ અને ધીરે-ધીરે ચાવીને ખાવું જોઈએ. ત્યારબાદ જો તમે ૧૫ થી ૨૦ મિનિટ સુધી ઉપર બતાવવામાં આવેલ રીત પ્રમાણે ચાલશો, તો તમારું વજન વધશે નહીં. પરંતુ તે પણ એ બાબત પર નિર્ભર કરે છે કે તમે કઈ ચીજોનું સેવન કર્યું છે.

જમી લીધા બાદ ચાલવાના અન્ય લાભ

જમી લીધા બાદ ચાલવાથી અન્ય ઘણા બધા લાભ મળે છે, જે તમને લાંબા જીવનમાં સ્વસ્થ રાખે છે અને ઘણી બધી ગંભીર બિમારીઓથી દૂર રાખે છે જેમ કે –

  • જમી લીધા બાદ થોડો સમય માટે ઝડપથી ચાલવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જમી લીધા બાદ ચાલુ ખૂબ જ જરૂરી છે.
  • જમી લીધા બાદ ચાલવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી બની જાય છે, જેનાથી શરીરના બધા જ ફંક્શન ખૂબ જ સારી રીતે કામ કરતા રહે છે.
  • જમી લીધા બાદ ચાલવાથી પાચનતંત્ર યોગ્ય રીતે ભોજન પચાવે છે, જેનાથી તમારું શરીર ભોજનના પોષક તત્વો અને યોગ્ય રીતે અવશોષિત કરી શકે છે.
  • રાત્રીના ભોજન બાદ ૨૦ થી ૩૦ મિનિટ સુધી ચાલવાથી તમને રાત્રિના સમયે સારી ઊંઘ આવે છે.
  • ચાલવું તણાવ ઓછો કરવા માટે પણ સહાયક છે, એટલા માટે દિવસમાં જ્યારે પણ મોકો મળે ત્યારે જરૂરથી ચાલવું જોઈએ.