શું ખરેખર શ્રીકૃષ્ણને ૧૬૧૦૮ પત્નીઓ અને ૧ લાખ ૬૧ હજાર પુત્રો હતા?

Posted by

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર આવનાર છે. ચારો તરફ ભગવાન શ્રી કૃષ્ણની ચર્ચા થઈ રહી છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણની ૧૬૧૦૮ પત્નીઓ અને દોઢ લાખથી પણ વધારે પુત્રો હતા. આ વાતમાં કેટલું સત્ય છે તે ચાલો અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી જણાવીએ. શ્રી કૃષ્ણની રાસલીલા વિશે તો ભક્તો પાસે ઘણી જાણકારીઓ છે. જ્યારે ગોકુળમાં તેઓએ પોતાની બધી ગોપિકાઓ ની સાથે એક સાથે અનેક રૂપ ધારણ કરીને મહારાસ રચાવેલ હતું. પુરાણો અનુસાર શ્રીકૃષ્ણની ૧૬૧૦૮ રાણીઓ હતી.

મહાભારત અનુસાર શ્રી કૃષ્ણ રુકમણી નું હરણ કરીને તેમની સાથે વિવાહ કરેલ હતો. વિદર્ભ ના રાજા ભીષ્મક ની પુત્રી રુકમણી ભગવાન કૃષ્ણ સાથે પ્રેમ કરતી હતી અને તેમની સાથે વિવાહ કરવા માંગતી હતી, પરંતુ રુકમણી સિવાય પણ કૃષ્ણની ૧૬૧૦૭ પત્નિઓ હતી.

કેવી રીતે હતી ૧૬૧૦૮ પત્નીઓ

પુરાણોમાં ઉલ્લેખ જે કે એક રાક્ષસ ભૌમાસુરે અમર થવા માટે ૧૬ હજાર કન્યાઓ ની બલી દેવાનો નિશ્ચય કરેલ હતો. શ્રી કૃષ્ણ આ કન્યાઓને રાક્ષસની જેલમાંથી મુક્ત કરાવીને તેઓને પોતાના ઘરે પરત મોકલેલ હતી. પરંતુ આ વાતનો અંત અહીંયા નથી થતો. જ્યારે આ કન્યાઓ પોતાના ઘરે પહોંચી ત્યારે પરિવારજનોએ ચરિત્ર ના નામ પર તેઓને અપનાવવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યારે શ્રીકૃષ્ણએ ૧૬૦૦૦ રૂપમાં પ્રકટ થઈને એક સાથે તેમની સાથે વિવાહ કરેલ હતો. આ વિવાહ સિવાય પણ શ્રીકૃષ્ણએ અમુક પ્રેમ વિવાહ પણ કરેલ હતા.

જોકે એવી કથાઓ પણ સામે આવી રહેલ છે જેમાં એવું કહેવામાં આવેલ છે કે સમાજમાંથી બહિષ્કાર થવાના ડરથી કન્યાઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા હતા, પરંતુ કૃષ્ણએ ક્યારેય પણ તેઓને પત્નીના રૂપમાં સ્વીકાર કરેલ ન હતો.

કાલિન્દી સાથે વિવાહ

શ્રી કૃષ્ણ જ્યારે પાંડવો ને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા તો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી અને કુંતીએ તેમનું આતિથ્ય પૂજન કરેલ. આ દરમિયાન એક દિવસ અર્જુન અને સાથે લઈને ભગવાન કૃષ્ણ વન વિહાર માટે નીકળેલ હતા. જે વનમાં તેઓ વિહાર કરી રહેલ હતા ત્યાં સૂર્યપુત્રી કાલિંદી, શ્રી કૃષ્ણ અને પતિના રૂપમાં પામવા માટે તપ કરી રહી હતી. કાલિંદીની મનોકામના પૂર્ણ કરવા માટે શ્રીકૃષ્ણએ તેમની સાથે વિવાહ કરેલ હતા.

શ્રીકૃષ્ણની ૮ પટરાણીઓ

શ્રીકૃષ્ણની પત્નીઓને પટરાણીઓ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણની ફક્ત આઠ પત્નિઓ હતી જેમના નામ રુકમણી, જાંબવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા હતી.

શ્રીકૃષ્ણના ૧ લાખ ૬૧ હજાર પુત્ર

પુરાણો અનુસાર શ્રીકૃષ્ણના ૧ લાખ ૬૧ હજાર ૮૦ પુત્ર હતા એટલું જ નહીં પરંતુ તેમની બધી જ સ્ત્રીઓ ના ૧૦-૧૦ પુત્ર અને ૧-૧ પુત્રી પણ ઉત્પન્ન થયેલ હતી. આ પ્રકારે તેમના ૧ લાખ ૬૧ હજાર ૮૦ પુત્ર અને ૧૬૧૦૮ પત્નીઓ હતી. આ પ્રકારે શ્રીકૃષ્ણ ભારતના સૌથી મોટા પરિવારના મુખીયા બન્યા, જેઓએ પોતાના ગૃહસ્થ જીવનના દરેક ધર્મનું પાલન કર્યું.