શું પાપા બનવાના છે વિરાટ કોહલી? અનુષ્કા શર્માની બેબી બંપ વાળી તસ્વીર થઈ રહી છે વાઇરલ, જાણો તેની હકીકત

આપણા દેશમાં લગ્ન કોઈ સામાન્ય વ્યક્તિ ના હોય કે પછી કોઈ સેલીબ્રીટીનાં, લોકોનો એક જ સવાલ હોય છે કે ગુડ ન્યુઝ ક્યારે મળશે. બોલિવૂડના ઘણાં સિતારાઓ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. પરંતુ ફેન્સ વધુ એક ગુડ ન્યુઝ ની રાહ જોઈ રહ્યા છે. સ્ટાર્સના પેરેન્ટ્સ બનવાની લિસ્ટમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું નામ સૌથી ઉપર આવે છે. જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ ના રોજ લગ્ન કર્યા હતા. ત્યાર બાદથી લોકો જાણવા માગે છે કે બંને ક્યારે પેરેન્ટ્સ બનશે. વળી હાલમાં જ અનુષ્કાના બેબી બંપ વાળી તસ્વીર પણ ખૂબ જ વાયરલ થઇ રહી છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આ સમાચાર માં કેટલી હકીકત છે અને આ તસ્વીરની સાચી કહાની શું છે.

વાયરલ થઇ રહી છે અનુષ્કા વિરાટની આ તસ્વીર

જણાવી દેજે અનુષ્કા અને વિરાટનાં લગ્નને ૨ વર્ષથી વધારે સમય થઈ ગયો છે. તેમાં ફેન્સ અનુષ્કાની પ્રેગનેન્સીને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. લોકોને ઉત્સુકતા એટલી હદ સુધી છે કે તેમના લગ્નના અમુક મહિના બાદથી જ લોકો અનુષ્કાની પ્રેગનેન્સી ની વાતો કરવા લાગ્યા હતા. જોકે તે સમયે અનુષ્કાએ સ્પષ્ટ રીતે આ સમાચાર થી ઇનકાર કરી દીધા હતા. વળી પાછા અમુક દિવસોથી ફરી એક વખત આ મામલો સામે આવ્યો છે.

હકીકત માં અનુષ્કા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, તેમાં દર્શકો અંદાજો લગાવી રહ્યા છે કે કદાચ અનુષ્કા માં બનવાની છે અને એટલા માટે ફિલ્મોથી તેણે અંતર જાળવી લીધું છે. એટલું જ નહીં તેમણે અનુષ્કાના બેબી બંપ વાલી તસ્વીર પણ શેયર કરી હતી, જેમાં વિરાટ-અનુષ્કાને પાછળથી પકડીને ઊભા છે. આ તસ્વીરને ધડાધડ વાયરલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ તસ્વીર સાચી નથી, પરંતુ એડિટ કરવામાં આવેલ છે.

આ છે તસ્વીર ની સાચી હકીકત

હકીકતમાં જે પ્રેગનેન્સીની તસવીરમાં અનુષ્કા અને વિરાટ દેખાઈ રહ્યા છે તે તસ્વીર તેમની છે જ નહીં. તે તસ્વીર હકીકતમાં જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખની છે, જ્યારે જેનેલિયા પ્રેગ્નેટ હતી. આ તસ્વીરને એડિટ કરીને તેમાં વિરાટ અને અનુષ્કાની તસ્વીર લગાવી દેવામાં આવી છે અને તેને વાયરલ કરવામાં આવેલ છે. હકીકતમાં અનુષ્કા પ્રેગનેટ નથી અને તેઓ પોતાના પ્રોડકશન હાઉસની ફિલ્મ લોન્ચ કરવામાં જોડાયેલ છે.

જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ ના લગ્ન બાદ થી જ અનુષ્કાની પ્રેગનેન્સી પર સવાલ ઉઠવા લાગ્યા હતા. તે સમયે અનુષ્કાએ જવાબ આપતા કહ્યું હતું કે આ વાત કોઇનાથી પણ છુપાવી શકાય છે? જ્યારે આવું બનશે તો તેની મેળે જ લોકોને તેની જાણ થઈ જશે. આવી વાતોને હાલમાં નજરઅંદાજ કરવી યોગ્ય છે. વળી ફેન્સ સતત આ ગુડ ન્યુઝ ની રાહ જોઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ફક્ત અનુષ્કા શર્માની જ નહીં પરંતુ અન્ય પણ ટોપ એક્ટ્રેસીસ પણ લગ્ન બાદ થી પ્રેગ્નન્સીના સવાલથી પરેશાન થઈ ચૂકી છે. તેમાં પ્રિયંકા ચોપડા અને દીપિકા પદુકોણ પણ સામેલ છે. બંનેના લગ્ન બાદ થી આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું તેઓ માં બનવાની છે. તેના પર ઍક્ટ્રેસ છે મીડિયા પર ખૂબ જ આપત્તિ દર્શાવી હતી. જણાવી દઈએ કે વિરાટ અનુષ્કાનાં લગ્નનાં એક વર્ષ બાદ જ દીપિકા-રણવીરે ૧૪ નવેમ્બરના રોજ વળી નિક અને પ્રિયંકાએ ૧ ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.