શું તમે ક્યારેય ભગવાન ઉપર ગુસ્સો કર્યો છે? તો અંત સુધી જરૂરથી વાંચી લેજો

ગુસ્સો આવવો મનુષ્યનાં સ્વભાવમાં જ છે. તે મનુષ્યના અનેક દોષોમાંથી એક છે. અમુક લોકોને ખુબ જ વધારે ગુસ્સો આવે છે તો અમુક લોકોનું મન શાંત હોય છે. પરંતુ તેમ છતાં પણ ભુલ થવા પર તે લોકો ને પણ ગુસ્સો આવવા લાગે છે. ઘણી વખત મનુષ્ય બીજાની ભુલ થવા પર તેમની ઉપર ગુસ્સો કરે છે. વ્યક્તિ ક્યારેય પોતાના માતા-પિતા ઉપર પણ ગુસ્સો કરે છે, તો ક્યારેક માતા-પિતા પોતાના બાળકો ઉપર પણ ગુસ્સો કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે મનુષ્યને પોતાના ભગવાન ઉપર જ ગુસ્સો આવવા લાગે છે. તેના જીવનમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેનાથી તે નિરાશ થઈને પોતાના ભગવાનને દોષ આપવા લાગે છે. આવી પરિસ્થિતિમાં મનુષ્યએ શું કરવું જોઈએ અને શાસ્ત્રોમાં તેના વિશે શું કહેવામાં આવ્યું છે?

જો કોઈ વ્યક્તિ ભગવાન ઉપર ગુસ્સો કરે છે તો તેનું શું પરિણામ મળે છે? તેણે તેના શું દુષ્પરિણામ ભોગવા પડે છે કે પછી ભગવાન તેની ઉપર પ્રસન્ન થાય છે? આ બાબતમાં આપણા ધર્મશાસ્ત્રમાં ઘણી બધી વાતો જણાવવામાં આવેલી છે. જે તમારા માટે જાણવી આવશ્યક છે.

તમે ઘણી વખત જોયું હશે કે તમે જ્યારે પુજા પાઠ કરો છો ત્યારે અચાનક તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે, તો વળી ક્યારેક ભગવાનની કથા સાંભળવા બેસો છો તો અચાનક મન પ્રસન્ન થઈ જાય છે અથવા તો ક્યારેક આપણને રડવું પણ આવવા લાગે છે. ક્યારેક ભગવાનની અસીમ શક્તિ વિશે જાણવા પર આપણા રૂવાડા ઉભા થઈ જાય છે. આવી ઘણા પ્રકારની ઘટનાઓ આપણી સાથે બનતી હોય છે.

પરંતુ શું આ ઘટનાઓ ફક્ત સાધારણ હોય છે કે પછી તેનો કોઈ અર્થ પણ રહેલો હોય છે? આપણા શાસ્ત્રો અનુસાર આવી બની રહેલી ઘટનાઓ ફક્ત ઘટનાઓ નથી હોતી, પરંતુ તેની પાછળ એક ઊંડું રહસ્ય પણ છુપાયેલું હોય છે, જે જાણવું તમારા બધા માટે આવશ્યક છે. કારણ કે આવી ઘટનાઓ મોટાભાગના લોકોને સાથે બનતી હોય છે. તો ચાલો મિત્રો આજે અમે તમને જણાવીએ કે આપણા શાસ્ત્રોમાં આ બાબતમાં શું કહેવામાં આવ્યું છે.

આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ અને કઈ ભુલો ન કરવી જોઈએ, જે સામાન્ય રીતે બધા મનુષ્ય કરતા હોય છે અને તેમને ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, તે આપણાથી શા માટે રિસાઈ જાય છે? તેની પાછળનું કારણ શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે ભગવાન આપણાથી રિસાઈ નથી જતા, પરંતુ આપણને સાચો રસ્તો બતાવવા માટે આપણને થોડી તકલીફ આપે છે. જેના લીધે આપણને એવું લાગે છે કે ભગવાન આપણાથી રિસાઈ ગયા છે. રિસાયેલા ભગવાનને મનાવવા માટે પોતાની ભુલોનું પ્રાયશ્ચિત કરવું ખુબ જ આવશ્યક હોય છે અને જો તમે પ્રાયશ્ચિત કરશો તો ભગવાન તમારા કષ્ટ અવશ્ય દુર કરશે.

જ્યારે પણ કોઈ સ્ત્રી સવારે સૌથી પહેલા પોતાની આંખ ખોલે તો સૌથી પહેલા પોતાના ઇષ્ટદેવ નું નામ આવવું જોઈએ અથવા તો ઇષ્ટદેવને પ્રસન્ન કરવા માટે જે પણ મંત્ર તમને જણાવવામાં આવેલ છે તે મંત્રનો જાપ કરવું જોઈએ. જેમ કે ભગવાન શ્રીકૃષ્ણની પુજા કરો છો તો જ્યારે પણ સવારે તમારી આંખો ખુલે તો સૌથી પહેલા “ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ” આ મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ.

જો તમે આવું કરો છો તો તમને ઈશ્વરની પુર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે જેનું નામ લેવામાં આવે તેની કૃપા તમારી ઉપર અવશ્ય વરસે છે. પરંતુ જો તમે ઈશ્વરનું નામ લેવાને બદલે ખોટા કામ કરશો, ભગવાનને દોષ આપશો અથવા અન્ય કોઈ કાર્ય કરશો તો ભગવાન તમારાથી અવશ્ય રિસાઈ જશે અને તમારા ઉપર પોતાની કૃપા ક્યારેય પણ વરસાવશે નહીં.

ત્યારબાદ વ્યક્તિએ સવારે ઉઠી ગયા બાદ પોતાનીની હથેળીના દર્શન કરવા જોઈએ અને સાથોસાથ આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ. “કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ: પ્રભાતે કર દર્શનમ્”. આ મંત્રનો જાપ કરવાનો છે. તેનાથી માં લક્ષ્મી, માં સરસ્વતી અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સવારે ઉઠ્યા બાદ જમીન ઉપર પગ રાખતા પહેલા ધરતી માતાને પ્રણામ કરો અને તેમની ક્ષમા માંગો કે, “હું તમારા ઉપર પગ રાખવા જઈ રહ્યો છું, એટલા માટે મને ક્ષમા કરો અને મને યોગ્ય રસ્તો બતાવો. જેથી મારાથી કોઈ પણ ખોટું કામ ન થાય અને ખોટો રસ્તો પસંદ ન થાય અને હું હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલુ.” આવી રીતે ધરતી માતાને પ્રણામ કર્યા બાદ સ્નાન વગેરે કાર્ય કરવા જોઈએ અને ત્યારબાદ સુર્ય ભગવાનને જળ ચઢાવવું જોઈએ. આ ક્રિયા અત્યંત પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે. તેનાથી તમને ઘણા બધા ચમત્કારિક લાભ થઈ શકે છે.

ભગવાન ઉપર ગુસ્સો કરવો જોઈએ કે નહીં?

તો ચાલો હવે તમને જણાવીએ કે ભગવાન ઉપર ગુસ્સો શા માટે ન કરવો જોઈએ અને જો ભગવાન ઉપર ગુસ્સો કરવામાં આવે તો તેનું શું પરિણામ આવે છે. તમે ઘણી વખત જોયું હશે કે લોકો ભગવાને સામે પોતાને ઈચ્છાઓ પ્રગટ કરે છે. પરંતુ આવું કરવાવાળા લોકોને જાણ હોતી નથી કે શાસ્ત્રો અનુસાર આવું કરવું બિલકુલ પણ યોગ્ય માનવામાં આવેલ નથી. જે પણ વ્યક્તિ ભગવાનની સામે રડતા-રડતા અથવા તો ફરિયાદ કરવાની ભાવનાથી પોતાની ઈચ્છા પ્રકટ કરે છે, તે મનુષ્ય પોતાના ભગવાન ઉપર અવિશ્વાસ દર્શાવે છે. એટલે કે તમને જાણ હોવી જોઈએ કે ભગવાન બધું જોઈ રહ્યા છે તેમને તમારા કષ્ટ વિશે પણ જાણકારી છે. જો તમને પોતાના ભગવાન ઉપર પુર્વ વિશ્વાસ છે તો ભગવાન સામે રડીને ફરિયાદ કરવાની જરૂર નથી. તમે પોતાના કાર્યમાં જોડાયેલા રહો. યોગ્ય સમય આવવા પર ભગવાન તમારા કષ્ટ અવશ્ય દુર કરશે. એટલા માટે ભગવાનની સામે રડવાને બદલે પ્રયાસ કરતા રહેવા જોઈએ અને જે વ્યક્તિ સંપુર્ણ શ્રદ્ધાની સાથે કોઈ પણ કાર્ય કરે છે તો ભગવાન તે કાર્યમાં તેની મદદ અવશ્ય કરે છે.

ભગવાન ઉપર ગુસ્સો કરવો યોગ્ય છે કે નહીં

આપણા શાસ્ત્રોમાં મહાન ઋષિઓએ જણાવવામાં આવ્યું છે કે પોતાના ઇષ્ટદેવને સર્વોપરી માનવા જોઈએ. તેમના માટે ક્યારેય પણ મનમાં અપશબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પછી ભલે મુર્તિ, તસ્વીર કે કોઈ વૃક્ષ ની પુજા કરવામાં આવતી હોય. જે વસ્તુની તમે પુજા કરો છો તેને ભગવાનથી ઓછી સમજવી જોઈએ નહીં. તેને સર્વશક્તિમાન સમજીને તેની પુજા કરવી જોઈએ, ત્યારે જ તમને તેની પુર્ણ કૃપા પ્રાપ્ત થાય છે.

ક્યારેય પણ ભુલથી પણ પોતાના જીવનમાં ભગવાન ઉપર ગુસ્સો કરવો નહીં. તમારી સાથે જે દુર્ઘટના બનેલી છે તેના માટે તમારા કર્મ જવાબદાર છે, ભગવાન નહીં. ભગવાન તો ફક્ત તમે કરેલા કર્મોનું ફળ આપે છે, પછી તે આ જન્મનાં હોય કે આવતા જન્મનાં હોય. પોતાના કર્મોથી કોઈ બચી શક્યું નથી. ભગવાન ઉપર ગુસ્સો કરવાને બદલે તેમની પાસે માફી માંગવી જોઈએ.