શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા શા માટે પગથિયાંને સ્પર્શ કરવામાં આવે છે? ૯૯% લોકો નહીં જાણતા હોય

Posted by

ભારતમાં મંદિરોને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જ્યાં વ્યક્તિને આત્મા થી લઈને આધ્યાત્મ સુધી શાંતિ મળે છે. મંદિરમાં જઈને વ્યક્તિનાં મનને શાંતિ મળે છે. પરંતુ તે સિવાય પણ એવી ઘણી ચીજો હોય છે જે દરેક વ્યક્તિ કરે છે. જેમકે જ્યારે તમે કોઇ જગ્યાએથી પસાર થઈ રહ્યા હોય અને રસ્તામાં મંદિર અથવા કોઈ પૂજા સ્થળને જુઓ તો તેની સામે જોઈને પોતાનુ માથું નમાવીને પ્રણામ કરવું, જેવી આદતો વ્યક્તિની અંદર રહેલી હોય છે જે તે ક્યારેય ભૂલતો નથી.

તે સિવાય વધુ એક કામ એવું છે જે વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કરે છે. એટલે કે વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરનાં પગથિયાંઓને સ્પર્શ કરવો અને મંદિરનાં ગેટ પર લગાવવામાં આવેલી ઘંટડી વગાડવી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આવું શા માટે કરીએ છીએ અથવા ફક્ત આપણા વડીલો દ્વારા કરવામાં આવેલી ચીજોને આપણે આંખો બંધ કરીને ચલાવતા આવીએ છીએ?

મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઘંટડી વગાડવી, પહેલા પગથિયાંને સ્પર્શ કરીને તેને માથા પર લગાવવું, આ એવા કામ છે જે સદીઓથી એકબીજાની દેખાદેખીથી લોકો કરતાં આવી રહ્યા છે. પરંતુ કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે જે તેની પાછળનું તથ્ય અને કારણ જાણતો હશે. હવે તેની પાછળનું કારણ તમે પણ વિચારી રહ્યા હશો, તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ શું છે.

શા માટે મંદિરનાં પગથીયાને સ્પર્શ કરવામાં આવે છે?

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ આપણામાં ભગવાનની પૂજા શરૂ થઈ જાય છે અને તેમના સન્માનમાં આપણે પગથીયાને સ્પર્શ કરીએ છીએ. વળી અમુક લોકોનું માનવું છે કે આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં અને પૂજા અર્ચના શરૂ કરતા પહેલા ભગવાનની પરવાનગી માંગીએ છીએ અને તેમને સન્માન આપીએ છીએ. બંને વાત પરથી સ્પષ્ટ થાય છે કે આપણે આવું એટલા માટે કરીએ છીએ, જેથી આપણે દેવતાઓને પોતાના વિનમ્ર સ્વભાવનો પરીચય આપી શકીએ. મંદિરના દ્વારનું પહેલું પગથિયું તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે.

હિન્દુ મંદિરોમાં એક વિશિષ્ટ પ્રણાલીનુ અનુસરણ કરીને બનાવવામાં આવે છે, જેના અનુસાર બધા મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે. મંદિરને બનાવવામાં ઘણા વેદોને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દુ મંદિર વાસ્તુ કલા અને સ્થાપત્ય પર આધારિત છે.

આ વેદ અનુસાર મંદિરનું નિર્માણ એવી રીતે કરવું જોઈએ જેથી મંદિરનાં પ્રવેશદ્વાર પર દેવતાના પગ હોય. એટલા માટે મંદિરના પ્રવેશદ્વારને સ્પર્શ કરીને તેને માથે લગાવવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે તમે ઈશ્વરના ચરણસ્પર્શ કરી રહ્યા છો. મતલબ કે જ્યારે પણ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તમે પહેલા પગથિયાને સ્પર્શ કરો છો તો ધ્યાન રાખવું કે તમે ભગવાનના ચરણ સ્પર્શ કરી રહ્યા છો.

હવે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવાની વાત કરવામાં આવે તો તેની પાછળ એવું જ તથ્ય માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલી ઘંટડી વગાડવાથી ઈશ્વરના આશીર્વાદ અને ધનની પ્રાપ્તિ થાય છે. સાથોસાથ જે જગ્યાએ અને મંદિરોમાં દરરોજ ઘંટડી વાગે છે, તેને જાગ્રત દેવ મંદિર પણ કહેવામાં આવે છે.