સિધ્ધાર્થ મલ્હોત્રાએ સાળા સાથે વેડિંગ રિસેપ્શનમાં જોરદાર ડાન્સ કર્યો, કિયારા સાથે પણ કર્યો ધમાકેદાર ડાન્સ

Posted by

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા આડવાણી એ ૧૨ ફેબ્રુઆરીના રોજ રાત્રે મુંબઈમાં બોલીવુડ સેલિબ્રિટી માટે લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન આપેલું હતું. સિદ્ધાર્થ અને કિયારા નાં રિસેપ્શનમાં બોલીવુડના ઘણા સેલિબ્રિટી સામેલ થયા હતા. મુંબઈ વાળા રિસેપ્શનની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે.

રિસેપ્શનમાં સિદ્ધાર્થ અને કિયારા નો સમગ્ર પરિવાર હાજર હતો. વળી બોલીવુડના ઘણા સેલિબ્રિટીએ સામેલ થઈને રિસેપ્શનની શોભા વધારી હતી. રિસેપ્શનમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા એ પોતાના સાળા ની સાથે પોતાના હીટ ગીત “કાલા ચશ્મા” ઉપર જોરદાર ડાન્સ પણ કર્યો હતો. સોશિયલ મીડિયા પર જીજા અને સાળા નો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

કાલા ચશ્મા ગીત ઉપર ઘણા લોકો ઝુમતા નજર આવ્યા હતા, પરંતુ સિદ્ધાર્થ નો પોતાના સાળા મિશાલ અડવાણી સાથે ડાન્સ કરવો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યું છે. એક વિડીયો સિદ્ધાર્થનાં ઇન્સ્ટાગ્રામ ફેન પેજ ઉપર શેર કરવામાં આવેલ છે. જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની ફેન્સ ખુબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે.

વળી બીજી તરફ પોતાની રીસેપ્શન પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ ઝુમતા નજર આવ્યા હતા. બંને કલાકારોએ પોતાના નજીકના સંબંધીઓની સાથે “બુર્જ ખલીફા” ગીત ઉપર ખુબ જ ડાન્સ કર્યો હતો. એક વાયરલ વીડિયોમાં તમે સિદ્ધાર્થ અને કિયારાને એક સાથે ડાન્સ કરતા જોઈ શકો છો.

૧૨ ફેબ્રુઆરીની રાત્રે સિદ્ધાર્થ અને કિયારા એ પોતાનું વેડિંગ રિસેપ્શન મુંબઈની એક મોટી હોટલમાં આયોજિત કર્યું હતું. કપલનાં વેડિંગ રિસેપ્શનમાં હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અજય દેવગન પણ સામેલ થયા હતા. તેમણે પોતાની પત્ની અને મશહુર અભિનેત્રી કાજલ ની સાથે એન્ટ્રી લીધી હતી. સિદ્ધાર્થ અને કિયારા એ બંનેને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

વિડીયો રિસેપ્શનમાં ક્યારા અને સિદ્ધાર્થ નો સમગ્ર પરિવાર એક સાથે નજર આવ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એકસાથે ઘણા બધા પોઝ આપ્યા હતા. વીડિયોમાં તમે કિયારા અને સિદ્ધાર્થના પરિવારને એક સાથે જોઈ શકો છો.

કિયારા અને સિદ્ધાર્થનાં વેડિંગ રિસેપ્શનમાં બોલીવુડ માંથી અઢળક મહેમાન પહોંચ્યા હતા. કિયારા અને સિદ્ધાર્થ ની સાથે એક તસ્વીરમાં કરણ જોહર, અનન્યા પાંડે, આદિત્ય રોય કપુર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અભિનેત્રી કૃતિ સેનન વગેરે નજર આવી રહ્યા છે.

કેળા અને સિદ્ધાર્થના લગ્નના રિસેપ્શનમાં મશહૂર અભિનેતા અનુપમ ખેર પણ સામેલ થયા હતા. કાળા રંગના કપડામાં નજર આવી રહેલ અનુપમ ખેર એ સિદ્ધાર્થ અને કિયારા ની વચ્ચે ઉભા રહીને પોઝ આપેલ હતા.

રિસેપ્શનમાં અભિનેત્રી ભૂમિ પેઢને કર પણ સામેલ થઈ હતી તેમણે સિદ્ધાર્થ અને કિયારા ની વચ્ચે ઊભા રહીને તસવીર લીધી હતી.

સિદ્ધાર્થ અને ક્યારા એ સાત ફેબ્રુઆરીના રોજ જેસલમેરમાં શાહી અંદાજમાં લગ્ન કરેલા હતા કપલના લગ્નની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી કેપ્શન માં લખવામાં આવ્યું હતું કે હવે અમારું પરમેનેન્ટ બુકિંગ થઈ ગયું છે અમે પોતાની આગળની યાત્રા માટે તમારા આશીર્વાદ અને પ્રેમ ઇચ્છીએ છીએ.