સૌરવ ગાંગુલીની લક્ઝરી લાઇફ સામે ફેઇલ છે અંબાણીની શાન, ૪૮ રૂમનાં મહેલમાં રહે છે દાદા

૮ જૂલાઇ ૧૯૭૨ના રોજ કોલકાતાના એક અમીર પરિવારમાં જન્મેલા સૌરવ ગાંગુલીએ ૪૮ વર્ષ પૂરા કર્યા છે. સૌરવ ગાંગુલીના શાનદાર ક્રિકેટિંગ કારકિર્દીથી તો દરેક વ્યક્તિ પરિચિત છે. પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી અમુક એવી વાતો છે જે અમુક જ લોકો જાણે છે. તેવામાં આજે અમે તમને દાદા સાથે જોડાયેલી અમુક એવી વાતો જણાવીશું, જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ કે તે આખરે કઈ વાતો છે. હકીકતમાં આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે પ્રિન્સ ઓફ કલકત્તા નામથી મશહૂર સૌરવ ગાંગુલી નો આલીશાન મહેલ કેવો છે.

ગાંગુલીનો આલીશાન મહેલ કોલકત્તાના બેહાલા વિસ્તારમાં સ્થિત છે. વળી તેમનો આ મહેલ બહારથી તો સાધારણ દેખાય છે, પરંતુ અંદરથી તેનો નજારો કોઈ મહેલથી ઓછો નથી. સૌરવ ગાંગુલીનું આ પૈતૃક ઘર છે.

પ્રિન્સ ઓ1ફ કોલકાતાનાં નામથી મશહૂર સૌરવ ગાંગુલીના આ મહેલનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બંગાળી સંસ્કૃતિ અને કલાત્મકતા થી ભરપુર છે. મહેલની અંદર તમને દરેક ખૂણામાં બંગાળી કલાત્મકતા જોવા મળશે. દાદાના મહેલની તસવીરો તમે નહીં જોઈ શકો છો.

સૌરવની સફળતા પાછળ તેમના પિતાનો મોટો હાથ

સૌરવ ગાંગુલીનું બાળપણ આ મહેલમાં જ પસાર થયું છે એટલે સ્પષ્ટ છે કે તેમનું બાળપણ કોઈ રાજકુમાર થી ઓછું હતું નહીં. ગાંગુલી પરિવારના નિવાસમાં તમામ પ્રકારની સુખ-સગવડો થાઓ રહેલી છે અને દાદાએ તે બધી સુખ સગવડતાઓ પોતાના બાળપણમાં ભોગવી લીધી છે. સૌરવ ના પિતાનું નામ ચંડીદાસ ગાંગુલી હતું. સૌરવની પાસે દરેક પ્રકારની સુવિધા અને સુખ-સગવડતા હોવા છતાં પણ તેમના પિતાએ સૌરવની અંદર ક્યારેય પણ પૈસાનું અભિમાન આવવા દીધું નહીં. એ જ કારણ છે કે પોતાની કારકિર્દીમાં સફળતા મળી શકી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી પોતાના આ પૈતૃક નિવાસમાં પરિવારની સાથે રહે છે. ખાસ વાત એ છે કે ગાંગુલીના ઘરમાં ૪૮ રૂમ છે, જી હાં, તમે બરોબર જ વાંચ્યું છે. બહારથી સાધારણ દેખાતા આલિશાન ઘરની અંદર ૪૮ રૂમ છે. જણાવવામાં આવે છે કે દાદા સાફ-સફાઈ અને સુખ સગવડતા વાળી જિંદગી જીવવાના શોખીન છે અને એ જ કારણ છે કે આજે પણ તે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો પોતાના ઘર પાછળ ખર્ચ કરે છે.

સૌરવનાં ઘરનો ડાઇનિંગ એરિયા દર્શનીય

સૌરવ ગાંગુલીના ઘરનો ડાઇનિંગ એરિયા દર્શનીય છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ ડાઈનીંગ ટેબલની અદભુત કલાકારી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ગાંગુલીની માતાએ આ ડાઇનિંગ પર સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને ભોજન પીરસેલું છે. ગાંગુલી પોતાની દીકરી સના ની ખૂબ જ નજીક છે. એ જ કારણ છે કે ગાંગુલીએ પોતાના ઘરની દીવાલો પર પોતાની દીકરી સના ની સાથ વાળી ફોટો સજાવીને રાખી છે. આ ફોટો બંને વચ્ચેના પ્રેમ ભર્યા સંબંધોને દર્શાવે છે.

ગાંગુલીના ઘરની દીવાલોની ખાસ વાત એ છે કે તેમણે દીવાલો પર હળવા રંગનો ઉપયોગ કર્યો છે. આ દિવાલો પર જ ગાંગુલીએ પોતાની જૂની યાદો સજાવીને રાખી છે. ઘરનો આ હિસ્સો સૌથી ખાસ છે. ઘરના આ હિસ્સાને જોયા બાદ તમને પણ તે ખૂબ જ પસંદ આવશે. તે આ સિવાય સૌરવે પોતાના ઘરમાં એક નાની ઓફિસ પણ બનાવી રાખી છે. પરંતુ હવે સૌરવની પાસે આ ઓફિસમાં બેસવાનો સમય નથી.