સ્ટડી : સ્પર્મમાં મળ્યો કોરોના વાયરસ, શારીરિક સંબંધથી થઈ શકે છે સંક્રમણ

અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસ શારીરિક સંબંધ દ્વારા ફેલાતો નથી. પરંતુ હવે ચીનના શોધકર્તાઓએ શોધી કાઢ્યું છે કે જો કોઈ કોરોના વાયરસ થી સંક્રમિત પુરુષ કોઈની સાથે શારીરિક સંબંધ બનાવે છે તો તેને પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે. કારણ કે કોરોના સંક્રમિત અમુક પુરુષોનાં સ્પર્મ માં કોરોના વાયરસ મળેલ છે.

ચીનના શાંગક્યૂ મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસ થી સંક્રમિત ૩૮ વર્ષીય પુરુષ દર્દીની તપાસમાં તે વાત સામે આવેલ છે. તેમાંથી ૬ દર્દીઓનાં સ્પર્મમાં કોરોના વાયરસનો સંક્રમણ મળી આવેલ છે. કોરોના વાયરસ સંક્રમિત આ ૬ લોકો અમુક તો કોરોના વાયરસની બીમારીથી સ્વસ્થ થઈ ચુકેલ છે. પરંતુ તેમના સ્પર્મમાં કોરોના વાયરસનું સંક્રમણ મળી આવેલ છે. જો કે ચીનના શોધકર્તાઓએ સ્પષ્ટરૂપે એવું નથી કહ્યું કે શારીરિક સંબંધ બનાવતા સમયે કોરોના વાયરસનું સંક્રમણ થશે કે નહીં.

ચીનના શોધકર્તાઓએ આશંકા દર્શાવી છે કે પુરુષની સાથે શારીરિક સંબંધ બાંધવા પર કોરોના વાયરસનાં સંક્રમણનો ખતરો થઈ શકે છે. કારણ કે અમુક પુરુષોનાં સ્પર્મમાં કોરોના વાયરસનું સંક્રમણ મળી આવેલ છે. આ સ્ટડી જામા નેટવર્ક ઓપન માં પ્રકાશિત થયેલ છે.

ચીની વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે અમને ખૂબ જ ઓછી સંખ્યામાં આવા દર્દીઓ મળ્યા છે. વધારે જાણકારી મેળવવા માટે વધારે લોકોની તપાસ કરવી પડશે. કારણ કે બની શકે છે કે ભવિષ્યમાં કોરોના વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ની કેટેગરીમાં આવી શકે છે.

બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીમાં એંડ્રોલોજી નાં પ્રોફેસર એલન પૈસીએ કહ્યું કે હજુ સુધી આ સ્ટડી કોઈ ચોક્કસ પરિણામ નથી આપી રહી. આપણે એ જોવાનું રહેશે કે કોરોના વાયરસ સ્પર્મની અંદર સક્રિય છે કે નહીં. તે સ્પર્મની અંદર કેટલો સમય સુધી સક્રિય રહે છે. શું ખરેખર તેનાથી સંક્રમણનો ખતરો છે. પ્રોફેસર એલન જણાવે છે કે આ પહેલા ઈબોલા અને જીકા નાં વાયરસ પુરૂષોના વીર્યમાં મળ્યા હતા, એટલા માટે બની શકે છે કે કોરોના વાયરસ પણ પુરુષોના સીમેનમાં મળી શકે છે.

વળી બેલફાસ્ટમાં કવીન્સ યુનિવર્સિટીમાં રિપ્રોડક્ટિવ મેડિસિનના પ્રોફેસર શીના લેવીસે જણાવ્યું કે આ ખૂબ જ નાની સ્ટડી છે. હજી તેના પર સંપૂર્ણ ભરોસો કરવો મુશ્કેલ છે. જો કે પુરુષોનાં સ્પર્મમાં વાયરસનાં મળવા પર શીના લેવીસે પણ ઇનકાર કરેલ નથી. તેમણે કહ્યું હતું કે, હાં તેવું બની શકે છે.

આ પહેલા માર્ચના અંતમાં ચીનથી સમાચાર આવ્યા હતા કે પુરુષોના શારીરિક સંબંધમાં ખલેલ પહોંચાડી શકે છે કોરોના વાયરસ. આ વાયરસ પુરુષોના હોર્મોન્સ પર અસર પહોંચાડે છે અને તેમને નપુંસક બનાવી શકે છે. તેના લીધે પુરુષોના અંડકોષ ખરાબ થઈ રહ્યા છે. સાથો સાથ તેમાં ઉત્તેજનાની પણ કમી આવી રહી છે. આ વાતનો ખુલાસો ચીનના વુહાનમાં આવેલ યુનિવર્સિટીએ કરેલ છે.