શ્રીલંકામાં મળી રામાયણની જીવતી સાબિતી મળી, વૈજ્ઞાનિકો પોતે પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા

રામ અને રામાયણ અનાદિકાળથી લોકોની આસ્થા નું કેન્દ્ર રહેલ છે. રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે અધર્મી રાવણનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. ઘણા બધા લોકો આશ્ચર્ય કરે છે કે શું ભગવાન રામ હકીકતમાં પૃથ્વી ઉપર જન્મેલા હતા? શું હકીકતમાં રાવણના ૧૦ માથા અને ૨૦ હાથ હતા? શું હનુમાનજી પોતાની ઈચ્છા અનુસાર પોતાનું રૂપ બદલી શકતા હતા? આવા ઘણા સવાલ આજે પણ લોકોના મનમાં છે. આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા અમુક આવા રહસ્ય વિશે જણાવીશું, જેને જાણી લીધા બાદ તમે પણ આ બધી વાતો ઉપર વિશ્વાસ કરવા લાગશો.

સાંપનાં માથા જેવી ગુફા

રાવણ જ્યારે માતા-પિતાનું હરણ કરીને શ્રીલંકા પહોંચ્યો હતો તો સૌથી પહેલા તેને આ સ્થાન પર રાખવામાં આવેલા હતા. આ ગુફા નું માથું સાંપ ની જેમ ફેલાયેલું છે અને ગુફાને ચારો તરફ કરવામાં આવેલી નકશી તે વાતની સાબિતી છે કે રામાયણનું હકીકતમાં અસ્તિત્વ રહેલું છે.

હનુમાન ગઢી

જે સ્થાન પર હનુમાનજી ભગવાન રામની પ્રતીક્ષા કરતા હતા, તે સ્થાનને હનુમાન ગઢી કહેવામાં આવે છે. રામાયણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અયોધ્યાની પાસે આ સ્થાન પર એક હનુમાન મંદિર છે, જે હનુમાન ગઢી નાં નામથી પ્રસિદ્ધ છે.

હનુમાનજીના પદચિન્હ

રામાયણમાં એવું પણ વર્ણન છે કે જ્યારે હનુમાનજીએ સીતાને શોધવા માટે સમુદ્ર પાર કરી લીધો હતો, ત્યારે તેમણે એક વિશાળ રૂપ ધારણ કર્યું હતું. એટલા માટે જ્યારે તેઓ શ્રીલંકા પહોંચ્યા તો તેમના પદચિન્હ ત્યાં સ્થાપિત થઈ ગયા હતા, જે આજે પણ જોવા મળે છે.

રામસેતુ

રામસેતુ પણ રામાયણ અને ભગવાન શ્રીરામના અસ્તિત્વની સાબિતી છે. રામાયણમાં સમુદ્રથી શ્રીલંકા સુધી બનાવવામાં આવેલા આ સેતુ વિશે લખવામાં આવેલ છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ સેતુ પાણી ઉપર તરતા પથ્થરોથી બનેલ છે, જેને આજે પણ સમુદ્રના તળ ઉપર જોઈ શકાય છે. ભારતથી શ્રીલંકા તરફ જવા માટે શ્રીરામ અને તેમની સેના દ્વારા પથ્થરોને સમુદ્રમાં ફેંકીને રામસેતુ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રામસેતુની સહાયતાથી બધા વાનરો લંકામાં પ્રવેશ કરી શક્યા હતા. કહેવામાં આવે છે કે જે પથ્થરોથી રામસેતુ બનાવવામાં આવેલ હતો તે પથ્થરો આજે પણ સમુદ્રમાં તરતા જોવા મળી રહ્યા છે. જેમાં શ્રી રામનું નામ લખેલું છે. નાસા એ પણ પોતાના એક રિસર્ચ બાદ જણાવ્યું હતું કે આરામ સેતુ માનવ દ્વારા નિર્મિત છે.

દ્રોણાગીરી પર્વત

રામાયણ કથામાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે લક્ષ્મણ અને મેઘનાથના યુદ્ધમાં મેઘનાથના બાણ થી લક્ષ્મણ મુર્છિત થઈ ગયા હતા. તેમનું બચવું લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું હતું, ત્યારે રાજવૈદ્યનાં ઉપાય અનુસાર દ્રોણાગીરી પર્વતથી સંજીવની બુટી લાવવાની હતી. પરંતુ હનુમાનજી એ સંપુર્ણ દ્રોણાગીરી પર્વત ઉઠાવી લીધો હતો, જેમાંથી સંજીવની બુટી કાઢીને લક્ષ્મણના પ્રાણની રક્ષા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે સંજીવની બુટીમાં એટલી શક્તિ હતી કે તે મરનાર વ્યક્તિનો જીવ બચાવી શકે છે. લક્ષ્મણજી સ્વસ્થ થયા બાદ હનુમાનજી એ દ્રોણાગીરી પર્વત તે સ્થાન પર રાખી દીધો હતો, જે આજે પણ ઉત્તરાખંડના ચમોલી ગામમાં સ્થિત છે.

લેપાક્ષી મંદિર

સીતાહણ બાદ રાવણ માતા સીતાને જે માર્ગથી લંકા જઈ રહેલ હતો તે માર્ગ ઉપર રામભક્ત જટાયુ એ રાવણને રોકવા માટે યુદ્ધ કર્યું હતું. પરંતુ રાવણે જટાયુની બંને પાંખ કાપીને તેને ગંભીર રૂપથી ઘાયલ કરી દીધેલ. ત્યારબાદ તે ઘાયલ અવસ્થામાં શ્રીરામની સામે પડેલ અને તેમના ખોળામાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધેલ. જે સ્થળ ઉપર જટાયુ પડેલ ત્યાં લેપાક્ષી શ્રી મંદિર નું નિર્માણ કરવામાં આવેલ, જે આજે પણ આંધ્રપ્રદેશમાં જોઈ શકાય છે.

પંચવટી

માન્યતા છે કે જ્યારે રામ લક્ષ્મણ અને સીતા વનવાસ માટે નીકળ્યા હતા તો તેઓ નાશિક પંચવટી જંગલમાં રહેતા હતા. આ જંગલમાં લક્ષ્મણ એ રાવણની બહેન સુરપંખા નું નાક કાપી નાખ્યું હતું. આ પંચવટી આજે પણ નાસિકમાં છે.

વિશાળકાય હાથીના અવશેષ

શ્રીલંકાના રક્ષકના રૂપમાં રાવણ દ્વારા વિશાળકાય હાથી રાખવામાં આવેલ હતા. જેને હનુમાનજીએ ધરાશાયી કરી દીધા હતા. વૈજ્ઞાનિક પ્રમાણ માં લંકા નાં સ્થળ ની પાસે કેટલા વિશાળકાય હાથીઓના અવશેષ મળ્યા છે, જે સામાન્ય હાથી કરતા ખુબ જ મોટા છે.

શ્રીલંકાની કાળી માટી

રામાયણમાં જણાવવામાં આવેલ છે કે રાવણની સોનાની લંકા શ્રીલંકામાં વિશાળ સ્તર ઉપર ફેલાયેલ હતી, જેને હનુમાનજીએ બાળીને રાખ કરી દીધી હતી. જેની સાબિતી નું પ્રમાણ વર્તમાન સમયમાં શ્રીલંકામાં મળી આવતી કાળી માટીથી લગાવી શકાય છે. આજે પણ ઘણા બધા સ્થળોની માટી સંપુર્ણ રૂપથી કાળી છે.