સુશાંત સિંહ રાજપુત કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, પોલીસે કહ્યું – “પહેલી વખત ફેઇલ થયા હતા, પરંતુ…”

બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે અચાનક આત્મહત્યા કરી લીધા બાદ થી દરેક વ્યક્તિ તેનું કારણ જાણવા માગે છે કે આખરે સુશાંતે આવું શા માટે કર્યું? ઘણા લોકોને તો હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે સુશાંત હવે આ દુનિયામાં નથી રહ્યા. પરંતુ હકીકત એ છે કે હવે બસ આ દુનિયામાં સુશાંત ની યાદો શેષ રહી ગઈ છે. હાલના દિવસોમાં ફેન્સ સોશિયલ મીડિયામાં સુશાંતનાં મૃત્યુનાં અલગ-અલગ કારણો જણાવી રહ્યા છે. ફેન્સ અને તેમના ચાહનારાઓનું માનવું છે કે સુશાંત ના મૃત્યુ માટે જવાબદાર બોલિવૂડમાં ફેલાયેલ નેપોટીજ્મ છે. વળી તેની વચ્ચે મામલાની પોલીસ તપાસમાં વધુ એક તથ્ય સામે આવ્યું છે. તો ચાલો જાણીએ કે આખરે આ સમગ્ર મામલો શું છે.

આત્મહત્યાની પહેલી કોશિશમાં ફેલ થયા હતા સુશાંત

મહત્વપૂર્ણ છે કે સુશાંતની આત્મહત્યા બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ તપાસમાં ઘણી બધી બાબતો સામે આવી છે. સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં જે રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી, ત્યાં જમીન પર બાથરોબ ના અમુક ટુકડા મળી આવ્યા હતા. તેના આધાર પર પોલીસને શંકા છે કે સુશાંત આત્મહત્યાની પહેલી કોશિશમાં સફળ થઈ શક્યા ન હતા. ત્યારબાદ બીજી વખત તેઓએ ફરીથી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને બીજી વારમાં દુર્ભાગ્યપૂર્ણ તેમનું નિધન થયું હતું.

હકીકતમાં રૂમમાં બાથરોબનાં ટુકડા મળી આવ્યા છે, તેનાથી શંકા થઈ રહી છે કે સુશાંતે બાથરોબને ફંદાનાં રૂપમાં ઉપયોગ કર્યો હતો, પરંતુ તે તૂટી ગયો. ફંદો તૂટી જવાને કારણે સુશાંતે આત્મહત્યાની બીજી કોશિશ કરી હતી.

પહેલા બાથરોબ અને પછી લીલા રંગના કુર્તાને બનાવ્યો ફંદો

પોલીસે જણાવ્યું હતું કે સુશાંતનાં રૂમનાં કબાટમાં કપડા વિખરાયેલા પડ્યા હતા. જેથી પોલીસને શંકા છે કે પહેલી વખતમાં જ્યારે બાથરોબ તૂટી ગયો તો સુશાંતે પોતાના કબાટમાંથી ચીજો ફંફોળવાની કોશિશ કરી હતી, જેને ફંદો બનાવી શકાય અને તેમને લીલા રંગનો કુર્તો મળી ગયો. જેને ફંદો બનાવીને સુશાંતે આત્મહત્યા કરી લીધી.

પોલીસનું કહેવું છે કે ૧૪ જૂનના બપોરે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધાની ખબર મળી હતી. જ્યાં સુધીમાં પોલીસ તેમના ઘરે પહોંચી હતી, તે સમયે તેમની બહેન અને રૂમમાં ઉપસ્થિત અન્ય લોકોએ સુશાંત અને લીલા રંગના કુર્તાથી કાપીને નીચે ઉતારી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ લીલા રંગના કુર્તાને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવેલ છે. ફોરેન્સિક તપાસમાં માલુમ પડી જશે કે આ કુર્તો એક વ્યક્તિનું વજન ઉઠાવવાની ક્ષમતા રાખે છે કે નહીં.

યાદ અપાવી દઈએ કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ બપોરે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશ સ્તબ્ધ થઇ ગયો છે. ઘટનાની પહેલી જાણકારી સુશાંતનાં નોકરે પોલીસને આપી હતી. પોલીસ આ બાબતમાં તપાસ કરી રહી છે. તપાસમાં પોલીસે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીની લાંબી પૂછપરછ કરી હતી. જોકે શરૂઆતની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર પોલીસ આ મામલાને આત્મહત્યાનો કેસ માનીને ચાલી રહી છે.