સુપરમાર્કેટમાં યુવતીએ કર્યો ક્યુટ ડાન્સ, જોઈને લોકો બોલ્યા – Wow, ખુબ જ ક્યુટ છે

Posted by

સોશિયલ મીડિયાનાં આ જમાનામાં ક્યારે કોણ ફેમસ થઈ જાય તે કંઈ કહી શકાતું નથી. અહીયા અમુક લોકો પોતાનું ટેલેન્ટ બતાવીને લાઈમલાઇટ માં રહેતા હોય છે, તો અમુક લોકો અજાણતામાં જ વાયરલ થઇ જતા હોય છે. હાલનાં દિવસોમાં ઇન્ટરનેટ પર ડાન્સ વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. વાયરલ થનાર ડાન્સ વિડીયોમાં મોટા ભાગનાં વિડીયો ડાન્સનાં વિડીયો હોય છે. ડાન્સ એક એવી ચીજ છે, જેને કરવા અને જોવામાં બંનેમાં મજા આવે છે.

ડાન્સ કરીને આપણું મુડ ફ્રેશ થઈ જાય છે, એટલા માટે ઘણા લોકોને મસ્તીમાં ઝુમીને ડાન્સ કરવાનો શોખ હોય છે, પછી તેમાં તમારા સ્ટેપ્સ મહત્વ રાખતા નથી. બસ તે જરૂરી હોય છે કે તમે કેટલું ખુલ્લા દિલથી નાચી રહ્યા છો.

ડાન્સ ક્યાં કરવો જોઈએ તેને લઈને પણ લોકોની અલગ-અલગ વિચારસરણી હોય છે. અમુક લોકો કોઇ ફંકશનમાં ડાન્સ કરવાનું પસંદ કરે છે. કોઈ પોતાના ઘરમાં ચોરી છુપીથી ડાન્સ કરતી હોય છે, તો કોઈ ગમે તે સમયે ડાન્સ કરતી હોય છે. કોઈપણ જગ્યાએ અજાણ્યા લોકો ની વચ્ચે નાચવાની હિંમત ખુબ જ ઓછા લોકો કરે છે, પરંતુ જ્યારે કોઈ આવું કરે છે તો જોનારા લોકોને ખુબ જ મજા આવે છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતીનું ઉદાહરણ લઈ લો.

ન્યાસા જૈન નામની યુવતી કોલકત્તામાં રહે છે. થોડા સમય પહેલાં તે સુપરમાર્કેટમાં શોપિંગ કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણે અજીબ સ્ટીકર્સ ની સાથે ગ્રે જંપસુટ પહેરી રાખ્યું હતું. તેના હાથમાં શોપિંગ કાર્ટ પણ હતી, ત્યારે અચાનક તે બધાની સામે ડાન્સ કરવાનું શરૂ કરે છે. તે શોપિંગ કાર્ટ ને ચલાવતા સમયે ડાન્સ કરવા લાગે છે. તે મરાઠી ગીત ઉપર ડાન્સ કરતાં સમયે ખુબ જ ક્યુટ લાગે રહી હતી. તેનો એક સાથી ડાન્સને કેમેરામાં કેપ્ચર કરી લે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ન્યાસા જરા પણ અચકાયા વગર દિલ ખોલીને ડાન્સ કરે છે. તેના ડાન્સને સુપરમાર્કેટમાં રહેલા લોકો પણ એન્જોય કરે છે. સોશિયલ મીડિયા પર ન્યાશા નાં આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. વિડીયો જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

એક યુઝર લખે છે કે, “કદાચ મને પણ આ યુવતીની જેમ આટલી હિમ્મત હોય કે હું કોઈ પણ ચિંતા કર્યા વગર બધાની સામે ડાન્સ કરી શકું.” વળી એક યુઝર લખે છે કે, “ખુબ જ પ્રેમળ ડાન્સ છે. તમે ખુબ જ ક્યુટ દેખાય રહેલ છો. આવી રીતે જ ખુશ રહો અને નાચતા રહો.” ત્યારબાદ વધુ એક કોમેન્ટ આવે છે, “સુપર માર્કેટમાં બધાની સામે નાચવું હકીકતમાં એક સારો અનુભવ હોય છે. કોઈ દિવસ હું પણ આવું ટ્રાય કરીશ.” ન્યાશા નાં આ ડાન્સ વિડીયોએ તેને સોશિયલ મીડિયા પર પોપ્યુલર બનાવી દીધેલ છે. તો ચાલો હવે જરા પણ મોડું કર્યા વગર તેનો આ વિડિયો જોઈએ.

જુઓ વિડિયો

 

View this post on Instagram

 

A post shared by nyesha (@nyesha_zane_)