સુરતમાં બ્રોડબેન્ડ સર્વિસ આપતી Airlink કંપની સસ્તી સ્કીમો આપીને લોકો સાથે કરી રહી છે છેતરપિંડી

જીયોને લીધે ટેલિકોમ માર્કેટમાં ડેટા ક્રાંતિ આવી છે. બધી જ કંપનીઑ ફ્રી ડેટા આપવા લાગી છે. જીયોની હરિફાઈને લીધે કંપનીઑ સર્વિસ પણ સારી રીતે આપતી થઈ છે. તો બીજી તરફ બ્રોડબેન્ડ સર્વિસમાં પણ હરીફાઈ થતી હોવાને કારણે કંપનીઑ વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે લડાઈ ચાલુ રહેતી હોય છે.

છતાં પણ અમુક લુટારુ કંપનીઑ ગ્રાહકોને ખોટી જાહેરાતો દ્વારા આકર્ષિને છેતરી રહી છે. સસ્તી સ્કીમ આપીને સર્વિસના નામે ગ્રાહકોને છેતરે છે અને સર્વિસ આપવામાં જરા પણ ધ્યાન આપતા નથી. સુરતમાં બ્રોડબેન્ડ વાઈફાઈ સર્વિસ આપતી કંપની Airlink ગ્રાહકોને સસ્તી સ્કીમ આપે છે પરંતુ જ્યારે તમારી સર્વિસ કોઈ ખામીને કારણે બંધ થાય ત્યારે તમે ભગવાન ભરોસે રહો છો.

ટેક્નિકલ ખામીને કારણે સર્વિસ બંધ થવા પર તમારી સર્વિસ ક્યારે ફરી શરૂ થશે એ ખુદ કંપનીને પણ ખબર નથી હોતી. કસ્ટમર કેયર માં ફરિયાદ લખવવા માટે કોલ કરવામાં આવે તો ત્યાં કોઈ કોલ ઉપાડતું નથી. જો ભૂલ થી તમારો કોલ ઉપાડી લીધો તો એવી રીતે જવાબ આપશે જાણે તમે મફતમાં કંપની પાસે થી સર્વિસ લેતા હોય. કસ્ટમર કેયર માં ખૂબ જ ઉધ્ધતાઇ થી જવાબ આપવામાં આવે છે.

હાલ પણ સુરતના સરથાણાં જકાતનાકા વિસ્તારમાં છેલ્લા ૭ દિવસથી સર્વિસ બંધ છે પરંતુ Airlink કંપની દ્વારા કોઈ ફરિયાદ પણ લેવામાં આવતી નથી. કંપનીમાં ફરિયાદ લખવવા ફરિયાદ કરવામાં આવે તો ફરિયાદ લેવાની પણ ના પાડી દેવામાં આવે છે જે બાબતના કોલ રેકોર્ડિંગ સાથેના પુરાવા પણ રાખેલ છે.

Airlink કંપનીના ત્રાસથી કંટાળીને અમુક લોકો હવે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું પણ વિચારી રહ્યા છે. કંપનીના ફેસબુક પેજ પર જ્યારે નજર કરવામાં આવી તો ખબર પડી કે કંપનીના બધા જ ગ્રાહકો આવી ફરિયાદો કરી રહ્યા છે, મતલબ કે કંપનીનો દરેક ગ્રાહક અસંતુષ્ટ છે. કોઈ કરિયાણાની દુકાન ચાલતી હોય એ રીતે શનિવાર અને રવિવારના દિવસે તો સર્વિસ બંધ જ રહે છે. ખબર નથી પડતી કે મેનેજમેંટ કરિયાણાની દુકાન ચલાવે છે કે કંપની ચલાવી રહ્યા છે.

કંપનીના ઉપરી અધિકારીઓને પણ ઈમેલથી ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું ના હતું. હવે લાગે છે કે આ Airlink કંપની ફક્ત ને ફક્ત ગ્રાહકો પાસેથી પૈસા પડાવવાનું જ કામ કરે છે, તેમને ગ્રાહકોને સર્વિસ આપવામાં કોઈ જ રસ નથી. જો તમે પણ Airlinkનું કનેક્શન ધરાવતા હોય તો આગળ શેયર કરજો જેથી બીજા લોકો છેતરાય નથી.