સુરતમાં વધી રહી છે મહામારી, તાવ-ન્યુમોનિયાને લીધે ૨૦ દિવસમાં ૧૧ લોકોનાં મૃત્યુ, હરકતમાં આવ્યું સ્વાસ્થ્ય વિભાગ

Posted by

વાતાવરણમાં થઇ રહેલ બદલાવ અને વરસાદના કારણે વાયરલ તાવ અને ન્યુમોનિયા એ સુરતમાં હવે મહામારીનું રૂપ ધારણ કરી લીધેલ છે. સુરતમાં વીતેલા દિવસોમાં ૧૧ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ૧૦ લોકોથી વધારે ની હાલત ગંભીર છે. વીતેલા ગુરુવારે ન્યુમોનિયા અને તાવને લીધે બે લોકોના મૃત્યુ થયા બાદ હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને સતત હોસ્પિટલનો અને દર્દીઓ પર નજર રાખી રહ્યું છે.

જણાવી દઈએ કે સુરતના સચિન વિસ્તારમાં એક મહિલા અને રાંદેર વિસ્તારમાં એક છ મહિનાના બાળકનું મૃત્યુ ન્યુમોનિયા અને વાયરલ તાવ ને લીધે થયું હતું. ત્યારબાદ સ્વાસ્થ્ય વિભાગે તમામ વિસ્તારોમાં મેડીકલ પરીક્ષણ શરૂ કરી દીધેલ છે. મળતી જાણકારી અનુસાર દર્દીઓમાં વધારે પડતી ઠંડી અને શરીર જકડાઈ જવા ને કારણે લોકો પરેશાન છે. વળી દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા સ્વાસ્થ્ય વિભાગે પણ બધા હોસ્પિટલોમાં એલર્ટ કરી દીધેલ છે.

વળી ગુજરાત સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ન્યુમોનિયાનો કહેર જોવા મળેલ છે. જ્યાં ન્યુમોનિયાને લીધે બે બાળકોના મૃત્યુ થયા હતા. સ્વાસ્થ્ય વિભાગની કોશિશો છતાં પણ તાવને લીધે મૃત્યુ થવાનો આંક રોકાવાનું નામ લેતો નથી. સુરતની હોસ્પિટલમાં તાવ અને ન્યુમોનિયા ના દર્દીઓની સંખ્યા વધતી રહી છે, દવા કાઉન્ટર બહાર પણ મોટાભાગે તાવના દર્દીઓની લાઈન લાગી રહી છે.