સુશાંતનાં મૃત્યુ બાદ સોશિયલ મીડિયાથી દુર થયા આ ૧૦ સ્ટાર કિડ્સ, કોઈએ એકાઉન્ટ ડિલીટ કર્યું તો કોઈએ કોમેન્ટ સેક્શન બંધ કર્યું

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં નેપોટીજ્મ વિરુદ્ધ સામાન્ય લોકોએ પણ જંગ છેડી દીધી છે. સોશિયલ મીડિયામાં સ્ટાર કિડ્સ કરીના કપૂર થી લઈને કરણ જોહર, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એવામાં જે ૧૦ સ્ટાર કિડ્સ દ્વારા ટ્રોલિંગ થી બચવા માટે સોશિયલ મીડિયાથી અંતર બનાવી લેવામાં આવ્યું છે, અમે તેમના વિશે અહીં તમને જણાવીશું.

કરીના કપૂર ખાન

કરીના કપૂર પણ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહેલ સ્ટાર કિડ્સ માં સામેલ છે, જેણે બોલિવૂડમાં નેપોટીજ્મને વધારવાનો આરોપ લગાવામાં આવેલ છે. જેનાથી કંટાળીને તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોમેન્ટ સેક્શન ને બંધ કરી દીધું છે.

અનન્યા પાંડે

ફિલ્મ “પતિ પત્ની ઓર વો” થી ચર્ચા માં આવનાર બોલિવૂડ અભિનેત્રી અનન્ય પાંડે ને પણ સોશિયલ મીડિયામાં લોકોના બોલિવૂડમાં નેપોટીજ્મનાં આરોપોને કારણે ખૂબ જ સંભળાવવામાં આવી રહ્યું છે. તેવામાં લોકોના ગુસ્સાથી બચવા માટે અનન્યા પાંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે.

કરણ જોહર

સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ કરણ જોહર સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ નો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. જેના કારણે તેઓએ મોટા ભાગના સ્ટાર્સ કિડ્સને સોશિયલ મીડિયામાં અનફોલો કરી દીધા છે અને તેની સાથે સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે.

ઝહીર ઈકબાલ

બોલિવૂડ અભિનેતા ઝહીર ઇકબાલે પણ ટ્રોલિંગ નો શિકાર થયા બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને જ હાલમાં બંધ કરી દેવાની જાણકારી આપી છે. ઝહીર ફિલ્મ નોટબુક થી ફિલ્મોમાં ડેબ્યુ કરી ચુક્યા છે.

શશાંક ખેતાન

બાકી ફિલ્મી સિતારાઓની જેમ નિર્દેશક શશાંક ખેતાન પણ સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ થઇ રહ્યા છે. જેને લઇને સોશિયલ મીડિયાથી દૂર રહેવામાં જ તેમણે પોતાની ભલાઈ સમજી હતી.

આયુષ શર્મા

સલમાન ખાનનાં જીજા આયુષ શર્મા પણ ટ્રોલર્સનાં નિશાના પર છે. કારણ કે સલમાન ખાનના પરિવાર પર નેપોટીજ્મને પાંગરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. સલમાન ખાનના પરિવાર સાથે જોડાયેલ હોવાને કારણે આયુષ ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વધતી નકારાત્મકતાને જોઈને તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટને ડીલીટ કરી દીધું છે.

આલિયા ભટ્ટ

સુશાંત ના મૃત્યુ બાદ સોશિયલ મીડિયામાં લોકો આલિયા ભટ્ટ ઉપર પણ તૂટી પડ્યા હતા. ટ્રોલર્સ દ્વારા આલિયા ભટ્ટની પોસ્ટ પર ખરાબ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. જેને ધ્યાનમાં આખીને આલિયા ભટ્ટે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોમેન્ટ સેકસન બંધ કરી દીધું હતું.

સોનમ કપૂર

સોનમ કપૂરનાં તે કોમેન્ટ બાદ કે જેમાં તેમણે જણાવ્યું હતું કે બોલિવૂડમાં કોઈ નેપોટીજ્મ નથી, પાછલા એક સપ્તાહથી તે પણ ટ્રોલર્સનાં નિશાના પર છે. જેને લીધી સોનમ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોમેન્ટ સેક્શન બંધ કરી દેવું પડયું હતું.

સોનાક્ષી સિંહા

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા ઉપર પણ સોશિયલ મીડિયામાં લોકો એટલા ભડકી ગયા છે કે તેમણે સોનાક્ષી સિંહાની પોસ્ટ ઉપર ખરાબ કોમેન્ટ કરવાના શરૂ કરી દીધા હતા. તેનાથી બચવા માટે સોનાક્ષી સિંહાએ પોતાના ટ્વિટર એકાઉન્ટને જ ડીલીટ કરી નાખ્યું.

આવી રીતે આ સ્ટાર કિડ્સને સુશાંત સિંહ રાજપૂત ની આત્મહત્યા બાદ અલગ-અલગ રીતે સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખવા માટે મજબૂર બનવું પડ્યું હતું.