સુશાંતનાં પ્રેમમાં પાગલ હતી અંકિતા, બ્રેકઅપ બાદ પણ રાખ્યું હતું કડવાચોથનું વ્રત અને લગાવી હતી મહેંદી

સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ તેમના ફેન્સ એ વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા. સુશાંતે ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો તે વાતથી તેમનો પરિવાર અંદરથી તૂટી ચૂક્યો છે. સુશાંતે અચાનક આવું પગલું ઉઠાવીને પરિવાર, ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહનારા લોકોને એક એવો ઘાવ આપ્યો છે જે ક્યારેય પણ રૂજાશે નહીં. તેમના નિધનથી દરેક વ્યક્તિ દુઃખી છે. પરંતુ સૌથી ખરાબ હાલત તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે છે. અંકિતા સુશાંતને એટલો પ્રેમ કરતી હતી કે બ્રેકઅપ બાદ પણ તેમણે સુશાંત માટે કડવાચોથનું વ્રત રાખ્યું હતું.

સુશાંતની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરતી હતી અંકિતા

જણાવી દઈએ કે અંકિતાને શૃંગાર કરવો ખૂબ જ પસંદ હતો. એટલા માટે જ તહેવાર ના અવસર પર તે ખૂબ જ શૃંગાર કરીને તૈયાર થતી હતી. સુશાંતને પીળો રંગ ખૂબ જ પસંદ હતો, એટલા માટે અંકિતા પોતે પીળા રંગની સાડીઓ અને કપડાં પહેરતી હતી.

જણાવી દઈએ કે અંકિતા અને સુશાંતનો સંબંધ લગભગ ૬ વર્ષ સુધી ચાલ્યો. આટલા વર્ષોમાં અંકિતા અને સુશાંત એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. અંકિતા હંમેશા સુશાંતની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરતી હતી. કદાચ એ જ કારણ હતું કે અલગ થયા બાદ પણ તેણે સુશાંત માટે કડવાચોથનું વ્રત રાખ્યું હતું.

૨૦૧૬માં જ્યારે અંકિતા અને સુશાંતનું બ્રેકઅપ થયું તો થોડા સમય બાદ જ કડવાચોથ નો દિવસ આવ્યો હતો. તે દિવસે અંકિતાએ પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અંકિતાએ લાલ રંગની સુંદર સાડી પહેરી હતી. સાથોસાથ વાળમાં સફેદ રંગના ફૂલ પણ લગાવ્યા હતા અને ગોલ્ડન રંગની જ્વેલરી પહેરી હતી. અંકિતાની આ તસવીર જોઇને એવું લાગી રહ્યું હતું કે કોઈ નવવિવાહિત યુવતીએ કડવા ચોથનું વ્રત રાખ્યું હોય. વળી અંકિતાના હાથમાં સુશાંત ના નામની લાગેલી મહેંદી એ પણ લોકોની ઉત્સુકતા વધારી દીધી હતી.

હાથમાં લગાવી હતી સુશાંતનાં નામની મહેંદી

આ તસવીરોની સાથે અંકિતાએ એક પ્રેમ ભર્યો મેસેજ પણ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે તમને બધાને કડવાચોથ ની શુભકામનાઓ. જોકે અંકિતાએ સ્પષ્ટ રીતે જણાવ્યુ ન હતું કે તેમણે આ વ્રત કોના માટે રાખ્યું છે. તે સમયે તેમની હાથની તસવીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી, જેમાં તેમણે સુશાંતનાં નામની મહેંદી લગાવી હતી. તેને જોઈને દરેક વ્યક્તિ સમજી ગયો હતો કે બંને કહેવા માટે ભલે અલગ થયા હોય, પરંતુ દિલમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ ખતમ થયો નથી.

જણાવી દઈએ કે સુશાંત અને અંકિતાના બ્રેકઅપ બાદ પણ બંનેના સંબંધો ખરાબ થયા ન હતા. અંકિતાનાં ઘરની નેમ પ્લેટ પર આજે પણ સુશાંતનું નામ રહેલું છે. મહત્વપૂર્ણ છે કે સુશાંત અને અંકિતા બંનેએ પોતાની કારકિર્દીની શરૂઆત એકતા કપૂરના શો “પવિત્ર રિશ્તા” થી કરી હતી. આ શો દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને શો ખતમ થયા બાદ પણ બંને સાથે હતા. એટલે સુધી કે બંનેના લગ્ન કરવાના સમાચારો પણ આવવા લાગ્યા હતા.

ફેન્સને પસંદ હતી અંકિતા-સુશાંતની જોડી

સીરીયલ બાદ સુશાંત ફિલ્મો તરફ આગળ વધી ગયા અને નાના પડદાથી દૂર થઇ ગયા. તેની સાથે જ અંકિતા પણ સુશાંતની જિંદગી માં પાછળ છૂટી ગઈ. સુશાંતનું નામ ફિલ્મોની અન્ય એક્ટ્રેસ સાથે જોડાવા લાગ્યું અને અંકિતાની જિંદગીમાં વિકી ની એન્ટ્રી થઈ ગઈ. જોકે બંનેએ એકબીજા સાથે દોસ્તી હજુ પણ તોડી ન હતી. સુશાંત અને અંકિતાના કોમન મિત્રએ સુશાંતનાં નિધન બાદ એક ખુબ જ સુંદર પોસ્ટ શેયર કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે ફક્ત અંકિતા જ સુશાંતને બચાવી શકતી હતી. તે તેની દોસ્ત, માં અને પત્ની બધું જ હતી.

જોકે વીતેલા થોડા વર્ષોમાં અંકિતા અને સુશાંત ફક્ત સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તેમનું મળવાનું ખૂબ જ ઓછું થઈ ગયું હતું. જોકે તેમના ચાહનારા લોકોનું માનવું છે કે જો સુશાંત અંકિતા થી અલગ ન થયા હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ કંઈક અલગ હોત. અંકિતા પણ સુશાંતનાં નિધન બાદ તુટી ચુકી છે અને ઘણા સમયથી તે સોશિયલ મીડિયાથી દૂર છે. સુશાંતનાં નિધન બાદ તે તેમના પરિવારને મળવા માટે પટના પણ ગઈ હતી.