સુશાંતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” નું ટ્રેલર લોન્ચ, ટ્રેલર જોઈને આંસુ રોકાવાનું નામ નહીં લે

સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” નું ટ્રેલર આવી ગયું છે. સુશાંત ના ફેન્સ આ ટ્રેલરની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરને જોઇને “ધીરજનાં ફળ મીઠાં હોય છે” તે કહેવત સાચી સાબિત થઈ તેને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે સુશાંત ઍક્ટિંગને લઈને કેટલા સિરિયસ અને જનૂની હતા. ટ્રેલરમાં તેમનો અભિનય સીધો દિલમાં ઉતરી જાય છે. ફિલ્મમાં સુશાંત સિવાય સંજના સાંધી મુખ્ય પાત્રમાં નજર આવશે. તે સિવાય ફિલ્મમાં સૈફ અલી ખાન અને સ્વસ્તિકા મુખર્જી પણ છે. ફિલ્મને સુશાંત ના મિત્ર અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ ડાયરેક્ટ કરી છે.

આ ફિલ્મ ફેમસ લેખક જોન ગ્રીન ની ૨૦૧૨માં આવેલ ઉપન્યાસ “ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ” પર આધારિત છે. પહેલા આ ફિલ્મ ૮ મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે તેના રિલીઝ પાછળ ધકેલી દેવામાં આવ્યું. હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ૨૪ જુલાઈના રોજ રીલિઝ થશે. દિલચસ્પ વાત એ છે કે સુશાંતની આ છેલ્લી ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર સબસ્ક્રાઈબર અને નોન સબસ્ક્રાઈબર બંને માટે ઉપલબ્ધ રહેશે. મતલબ કે તેના માટે તમારે પૈસા લઈને સબ્સ્ક્રિપ્શન પણ લેવા ની જરૂર નથી.

જુઓ “દિલ બેચારાનું ટ્રેલર


તો ચાલો સમય બરબાદ કર્યા વગર પહેલા તમે “દિલ બેચારા” નું ટ્રેલર જુઓ પછી અમે તમને તેના વિશે અમુક દિલચસ્પ વાતો જણાવીશું.

ટ્રેલરે જીત્યુ દિલ

કારણ કે આ સુશાંતની છેલ્લી ફિલ્મ છે એટલે ઘણા લોકોના તેની સાથે ઈમોશન્સ પણ જોડાયેલા છે. એ જ કારણ છે કે આ ટ્રેલર સુશાંત ના ફેન્સ માટે વધુ સ્પેશિયલ બની જાય છે. તે વાતમાં કોઈ શંકા નથી કે આ ટ્રેલર સીધું દિલમાં ઉતરી જાય છે. સમગ્ર ટ્રેલરમાં તમારી આંખો સુશાંત ઉપરથી હટવાનું નામ લેતી નથી. મન કરે છે કે તેને વારંવાર રીપીટ જોયા કરીએ. તો ચાલો હવે જોઈએ કે પબ્લિક દ્વારા દિલ કા ટ્રેલર જોયા બાદ કેવું રિએક્શન આપવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમની આત્મહત્યા બાદથી જ લોકો સીબીઆઈ તપાસની માંગ કરવા લાગ્યા. વળી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વાત સ્પષ્ટ થઈ ગઈ કે સુશાંતનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું. ત્યાર બાદથી જ સોશિયલ મીડિયા પર નેપોટીજ્મ અને બોલિવૂડમાં ભાઈ-ભત્રીજાવાદને લઈને ચર્ચા છેડાઇ ગઈ. ઘણા ફેન્સ તો માંગ કરી રહ્યા હતા કે સુશાંતની આ ફિલ્મને મોટા પડદા પર રિલીઝ કરવી જોઈએ.