સુશાંતની પીઠ પાછળ બનેલ ટેટુમાં છુપાયેલ હતો એક ખાસ મેસેજ, મૃત્યુ બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠ્યો

Posted by

સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિના કરતાં પણ વધારે સમય પસાર થઇ ચૂક્યો છે, પરંતુ તેના પ્રશંસકો હજુ પણ આઘાતમાં છે. તેઓ હજુ પણ આ દુઃખનાં આઘાતમાંથી બહાર નીકળી શક્યા નથી. ફેન્સ સુશાંત સિંહ મામલામાં સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે. લોકો સુશાંતની જૂની તસવીરો અને વીડિયો શેયર કરીને તેમને યાદ કરી રહ્યા છે. તેની વચ્ચે સુશાંતનાં ટેટુ ની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. સુશાંતનું આ પહેલું ટેટુ હતું, જેને તેમણે પોતાની પીઠ પર બનાવેલ હતું.

તમને જણાવી દઈએ કે એક ખાસ કારણ થી આ ટેટુ સુશાંતની ખૂબ જ નજીક હતું. હકીકતમાં સુશાંત ની પીઠ પર જે ટેટૂ બમને હતું તેને તેમણે પોતાની માતાને સમર્પિત કર્યું હતું. ટેટુ નું તેમની માતા સાથે ખાસ કનેક્શન હતું. પહેલા પણ આ વાત સામે આવી ચૂકી છે કે સુશાંત પોતાની માતાને ખૂબ જ નજીક હતા અને માતાના નિધન બાદ તે લગભગ તૂટી ગયા હતા. માતાના ગયા બાદ જેમ તેમ કરીને તેમણે પોતાને સંભાળ્યા હતા અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી હતી.

માં માટે હતું પહેલું ટેટુ

એટલું જ નહીં સુશાંતનાં ઇન્સ્ટાગ્રામ અકાઉંટને જોવામાં આવે તો તેમની છેલ્લી પોસ્ટ પણ પોતાની માં ના નામ પર હતી. જણાવી દઈએ કે સુશાંતે પોતાનું પહેલું ટેટુ વર્ષ ૨૦૧૬માં બનાવ્યું હતું. હવે તેવામાં આ ટેટુ ને લઈને રોચક કહાની અને તેની તસવીરો વાયરલ થઇ રહી છે. જ્યારે સુશાંત ૧૬ વર્ષના હતા ત્યારે તેમની માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેમને બ્રેન હેમરેજ થયું હતું. માં ની યાદ માં તેમણે પોતાની પીઠ ઉપર આ ટેટુ બનાવ્યું હતું.

છુપાયેલો હતો ખાસ મેસેજ

આ ટેટુ બનાવ્યા બાદ સુશાંતે તેની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કરી હતી. સાથે તેમણે ડીકોડ પણ કર્યું હતું. સુશાંતે ટેટુ નો ફોટો શેયર કરતા કેપ્શન માં લખ્યું હતું, “પાંચ એલિમેન્ટ્સ, માં અને હું”. જો તમે આ ટેટૂને ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે ટ્રાયંગલ ની વચ્ચે એક નાનું બાળક અને તેની માતા છે.

રિપોર્ટનું માનવામાં આવે તો આ ટેટુને સુશાંત પોતાની ગરદન પર બનાવવા માંગતા હતા. તેના વિશે તેમણે પોતાની બહેનને જણાવ્યું હતું તો તેમણે તેને પીઠ પર બનાવવાનો આઈડિયા આપ્યો. વળી એક ઇન્ટરવ્યૂમાં સુશાંતસિંહ રાજપૂતના પિતાએ કહ્યું હતું કે સુશાંત ને ઘણી બધી માનતાઓ બાદ તેમણે મેળવ્યો હતો. સુશાંત ૪ બહેનો ની વચ્ચે એકમાત્ર ભાઈ હતા. સુશાંત બધાના લાડલા પણ હતા. તેવામાં યુવાન દીકરા અને ભાઈના જવાથી પરિવાર ખૂબ જ આઘાત માં છે.

૧૪ જૂનના આત્મહત્યા કરી

મહત્વપૂર્ણ છે કે વીતેલા ૧૪ જૂનના સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી. તેમની બોડીને સૌથી પહેલા તેમના નોકરે જોઈ હતી અને પોલીસને સૂચના આપી હતી. સુશાંત સિંહ રાજપૂત ની પાસે પોલીસને કોઈ સુસાઇડ  નોટ મળી હતી નહીં. ત્યારબાદ ૧૫ જુનના રોજ મુંબઈમાં સાંજે ૪ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.