મોટા સમાચાર : સુશાંત સિંહનાં પિતાની માંગણી પર CBI ને સોંપવામાં આવી શકે છે કેસ, તૈયારીમાં જોડાઈ બિહાર પોલીસ

Posted by

સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કેકે સિંહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના દીકરાનો કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગણી કરી છે. ખબરો અનુસાર સુશાંતના પિતા કેકે સિંહે નિતિશકુમાર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ સુશાંતના કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે. સુશાંતના પિતા તરફથી સીબીઆઈ તપાસની માગણી કર્યા બાદ નીતીશ કુમારે બિહાર ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય સાથે વાત કરી હતી અને તેમને સીબીઆઈ તપાસ કરવા માટેની આવશ્યક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. એટલે કે થોડા સમયમાં જ આ કેસ સીબીઆઈને સોંપવા માટેની ભલામણ કરવામાં આવી શકે છે.

ડીજીપી સાથે પણ કરી સુશાંતનાં પિતાએ વાત

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે આ મામલામાં ડીજીપી ગુપ્તેશ્વર પાંડેય સાથે પણ વાત કરી હતી. કહેવામાં આવે છે કે આજે સાંજ સુધીમાં બિહાર સરકાર તરફથી સીબીઆઈ તપાસની ભલામણ કરી દેવામાં આવશે. વળી સુશાંત સિંહ કેસની તપાસને લઈને બિહારના પક્ષ અને વિપક્ષ બંને એક સાથે નજર આવી રહ્યા છે અને આ બંને દળ આ કેસની સીબીઆઈ તપાસ કરવા માટેની માગણી કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં LJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને મુખ્યમંત્રી નિતીશ કુમારને પત્ર લખ્યો છે અને તેમને કહ્યું છે કે આ મામલાને સીબીઆઈ તપાસ કરાવવામાં આવે.

કાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

રીયા ચક્રવર્તી તરફથી સુપ્રીમ કોર્ટમાં સુશાંત સિંહના કેસની બિહારથી મુંબઈ માં ટ્રાન્સફર કરાવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેની કાલે એટલે કે ૫ ઓગસ્ટના રોજ સુનાવણી થશે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે બિહાર પોલીસ સુનાવણી પહેલાં જ આ કેસને સીબીઆઈના હવાલે કરવાની ભલામણ કરી શકે છે.

સુશાંતના પિતા કેકે સિંહે પોતાના દીકરાના મૃત્યુ સાથે જોડાયેલ FIR પટનામાં દાખલ કરેલ છે, ત્યારબાદ બિહાર પોલીસ મુંબઈમાં જઈને આ કેસની તપાસ કરી રહી છે. પરંતુ મુંબઇ પોલીસ તરફથી બિહાર પોલીસને સહયોગ મળી રહ્યો નથી. જેના કારણે તેઓ આ કેસની યોગ્ય તપાસ કરી શકતા નથી. તેવામાં બિહાર સરકાર આ કેસને સીબીઆઈને સોંપવાના પક્ષમાં છે. કારણ કે જે રીતે મુંબઇ પોલીસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે, તેનાથી બિહાર પોલીસ ખુશ નથી.

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયનાં જણાવ્યા અનુસાર મુંબઇ પોલીસે આ કેસની તપાસ યોગ્ય રીતે કરી રહી નથી અને આ કેસની તપાસ દરેક એંગલથી કરવામાં આવી રહી નથી. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયના જણાવ્યા અનુસાર સુશાંતના ખાતામાંથી ઘણા કરોડો રૂપિયા કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેની તપાસ મુંબઇ પોલીસ તરફથી કરવામાં આવી રહી નથી.

બંને રાજ્યો વચ્ચે ચાલી રહેલ તનાતની જોઈને સુશાંતના પિતાએ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે સુશાંતે જૂન મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થી મુંબઈ પોલીસે આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ મુંબઇ પોલીસે હજુ સુધી આ મામલામાં FIR દાખલ કરેલ નથી. મુંબઈ પોલીસની આ તપાસથી સુશાંતનો પરિવાર નાખુશ હતાં.