સુશાંતે શાહરુખ બનીને DDLJ નાં સીનમાં પ્રાણ ફૂંકી દીધા, સલમાને પણ ખુબ જ પ્રસંશા કરી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભલે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમના કાર્યને તેમનો અંદાજ આજે પણ ફેન્સના હૃદયમાં રહેલો છે. ખૂબ જ ઓછા સમયમાં તેમણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સારું નામ કમાઇ લીધું હતું. પરંતુ ફક્ત ૩૪ વર્ષની ઉંમરમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અભિનેતા સુશાંતનાં નિધન બાદ તેમના પરિવારના લોકો, ફેન્સ અને બોલિવૂડના કલાકારો આઘાતમાં છે અને સતત સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા જુના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતનાં ચાહનારા લોકો તેમની યાદોને અવારનવાર સોશિયલ મીડિયામાં શેયર કરતા રહે છે.

હાલમાં જ એક સુશાંત સિંહ રાજપૂત નો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોની અંદર તેઓ સલમાન ખાન અને સારા અલી ખાનની સાથે બિગ બોસના સ્ટેજ પર દેખાઈ રહ્યા છે. હકીકતમાં સુશાંત સિંહ રાજપૂત જે વીડિયોની અંદર સલમાન ખાન અને સારા અલી ખાનની સાથે નજર આવી રહ્યા છે, તે જુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો ફિલ્મ કેદારનાથ ના પ્રમોશન દરમિયાન નો છે જ્યારે તેઓ કેદારનાથ ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાનનાં રિયાલિટી શો બિગ બોસમાં આવ્યા હતા.

ત્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને સલમાન ખાનના કહેવા પર “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” નો એક આઇકોનિક સીન રિક્રિએટ કર્યો હતો. આ વીડિયોની અંદર અભિનેત્રી સારા અલી ખાન કાજલ બને છે અને સુશાંત એ શાહરુખ ખાન બનીને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ ના ડાયલોગ “પલટ…..” ની એકટીંગ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

Memorable moment… #sushantsinghrajput #Salmankhan

A post shared by Bollywood Blogger (@entertainment_ka_dose) on

જેમકે તમે બધા લોકો વીડિયોમાં જોઈ શકો છો કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત બિલકુલ શાહરુખ ખાનની સ્ટાઈલમાં કહેતા નજર આવી રહ્યા છે કે, “રાજ અગર યે લડકી તુમસે પ્યાર કરતી હૈ તો જરૂર પલટ કર દેખેગી”. આ સિંહને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે સલમાન ખાનના કહેવા પર બિગ બોસના સેટ પર કર્યો હતો. આ સીનને અભિનેતા સુશાંત એ ખૂબ જ સારી રીતે બીજી વખત કર્યો. જેમકે તમે લોકો જોઈ શકો છો કે સલમાન ખાને પણ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની એક્ટિંગને જોઈને તેમની પ્રશંસા કરી હતી.

આ વીડિયોમાં સૌથી મજેદાર ચીજ જોવાલાયક એ છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સારા અલી ખાનને ત્રણ વખત પલટવા માટે કહે છે, પરંતુ તે છતાં પણ અભિનેત્રી સારા પલટીને જોતી નથી. ત્યારબાદ સારા અને સુશાંતનો અંદાજ જોવા લાયક છે, જેની સલમાન ખાને પણ પ્રશંસા કરી હતી. આ વિડીયો તેમના ફેન પેજ દ્વારા સોશિયલ મીડિયામાં શેયર કરવામાં આવ્યો છે, જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતા સુશાંત ના નિધન બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના ઘણા બધા સિતારાઓની સાથે સાથે સલમાન ખાને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દરરોજ તમે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી કોઇને કોઇ તસવીર અથવા ફોટો જરૂર જોતા હશો. તેમના ફેન્સને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે અને તેઓ આ વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા કે અભિનેતા સુશાંત હવે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. સતત તેમની તસ્વીરો અને વિડિયો તેમના ફેન્સ દ્વારા શેયર કરવામાં આવી રહ્યા છે.