તમને પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય, આટલી ફિટ થઈ ગઈ છે સ્મૃતિ ઈરાની, ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે તેમના નવા ફોટો

લોકડાઉન માં ઘણાં સેલિબ્રિટી નો કાયાકલ્પ થયો છે. ઘણા સેલિબ્રિટી લોકડાઉન નો ફાયદો ઉઠાવીને પોતાના શરીર પર કામ કર્યું અને તે ફેટ થી ફિટ થઈ ગયા. એવા ઘણા કલાકારોનાં ફોટો સામે આવી રહ્યા છે. હવે પુર્વ ટીવી એક્ટ્રેસ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નું નામ પણ આ લિસ્ટમાં સામેલ થયું છે.

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે લાગેલા લોક ડાઉન દરમિયાન લોકો પોતાના ઘર પર જ હતા. સ્મૃતિ ઈરાની એ આ સમયના ફાયદો ઉઠાવ્યો અને એમણે પોતાના શરીર પર કામ કરી એને અલગ બનાવી દીધુ. સ્મૃતિ ઈરાનીની નવી ફોટો એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે અને લોકો પુર્વ એક્ટ્રેસ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનાં ઘણા વખાણ કરી રહ્યા છે.

હાલમાં જ સ્મૃતિ ઈરાનીનાં જે ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે તેમાં તેઓ ટીવી હોસ્ટ અને અભિનેતા મનિષ પોલ સાથે નજર આવી રહી છે. ફોટામાં તે પહેલાથી વધારે ફીટ અને સુંદર દેખાઈ રહી છે. મનિષ પોલે હાલમાં જ સ્મૃતિ ઇરાની સાથે પોતાની ફોટોને પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મનીષ પોલે ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિ ઇરાની સાથે કુલ ૩ ફોટો શેર કરી છે. ફોટામાં જોઈ શકાય છે કે બંને હસતા પોઝ આપી રહ્યા છે. મનીષ પોલે આ ફોટાને શેર કરતા ઘણો મજેદાર કેપ્શન પણ આપ્યું છે. એમણે લખ્યું કે, “એક કપ ઉકાળો પીવડાવવા માટે સ્મૃતિ મેડમને ધન્યવાદ. શું સમય આવી ગયો છે. ચા ની જગ્યાએ બધા ઉકાળો પીવા લાગ્યા છે, પરંતુ મને આમંત્રિત કરવા માટે આભાર. આ ફોટો પડાવવા માટે માસ્ક ને હટાવવામાં આવ્યું હતું. બધાને પ્રેમ. સ્પ્રેડ લવ.”

સ્મૃતિ પર અટકી રહી આંખો

સ્મૃતિ ઈરાની અને મનીષ પોલ નો આ ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર સ્મૃતિ ઈરાનીના ઘણાં વખાણ થઈ રહ્યાં છે. એમણે ફીટ જોઇને લોકો આશ્ચર્ય છે. સાથે જ એમના ગજબનાં ટ્રાન્સફોર્મેશનનાં પણ લોકો  ઘણા વખાણ કરી રહ્યા છે. જોવા વાળા ની આંખ સ્મૃતિ પર અટકી ગઈ છે.

જણાવી દઇએ કે સ્મૃતિ ઈરાની ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો રહી ચૂકી છે. એમણે ઘણાં ટીવી ધારાવાહિકમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૦૦માં આવેલી પોતાના જાણીતા ટીવી શો “ક્યોંકિ સાસ ભી કભી બહુથી” થી એમણે ઘણી પ્રસિદ્ધિ મળી હતી. સ્મૃતિ જ્યારે ટીવીની દુનિયામાં સક્રિય હતી. ત્યારે તે ઘણી ફિટ હતી. તે હંમેશા પોતાની જૂની ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે .પછી એમનું વજન વધી ગયું હતું. જો કે એકવાર ફરીથી એમણે પોતાના શરીર પર કામ કરી પોતાનું વજન ઘણું ઓછું કરી લીધું છે.

ટીવી દુનિયાને અલવિદા કહ્યા બાદ સ્મૃતિ ઈરાની રાજનીતિમાં સક્રિય થઈ ગઈ. વર્ષ ૨૦૧૯ માં એમણે ભાજપાનાં ટિકિટ પર ચૂંટણી લડી અને તે અમેઠીમાં સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા. તેમણે કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને જોરદાર હાર આપી હતી. તે મોદી સરકારમાં કપડા મંત્રી તથા મહિલા તથા બાળ વિકાસ મંત્રી છે. સ્મૃતિ સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય મળી આવે છે.