“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં સોનુંનાં પાત્ર માટે તલાશ થઈ પુરી, હવે આ એક્ટ્રેસ નિભાવશે તેનો રોલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલના દિવસોમાં સોનુ (સોનાલિકા ભીડે) ના ધારાવાહિકમાં પરત આવવાના અણસાર દેખાઈ રહ્યા છે. ખૂબ જ જલદી એક નવો ચહેરો આ ધારાવાહિકમાં એન્ટ્રી લેશે. નિધિ ભાનુશાળીએ સોનુના કિરદારને ખૂબ જ સારી રીતે નિભાવેલ હતો. પરંતુ તેના શો છોડ્યા બાદ મેકર્સ નવો ચહેરો તપાસ કરવામાં જોડાઈ ગયા હતા. હવે લાગે છે કે મેકર્સની આ તલાશ પૂરી થઈ ગઈ છે. સ્પોટબોય એક સોર્સ ના માધ્યમથી જણાવ્યું હતું કે, ધારાવાહિકમાં સોનુ નો કેદાર હવે પલક સિધવાની નિભાવશે. પલક સિધવાની એક નવો ચહેરો છે. આ પહેલા તે ઘણી શોર્ટ ફિલ્મ અને એડ કરી ચૂકી છે.

સોનું નાં કૅરૅક્ટર માટે ઘણા ઓડિયન્સ થયેલ હતા. મોક શૂટ કરવામાં આવ્યા અને આખરે પલકની આ રોલ નિભાવવા માટે પસંદ કરવામાં આવી. સ્પોર્ટબોય સોર્સ ના જણાવ્યા અનુસાર પલકે શોનું શૂટિંગ પણ ચાલુ કરી દીધેલ છે. હવે જોવાનું એ રહેશે કે તે સોનુના કિરદારને કેટલો ન્યાય આપી શકે છે. તમને જણાવી દઇએ કે નિધિ એ પોતાના અભ્યાસને લઈને આ શો છોડેલ હતો. નિધિ, અત્યારે મુંબઈના મીઠીબાઈ કોલેજમાં બી.એ કરી રહી છે અને ખૂબ જ સારી સ્ટુડન્ટ પણ છે. હવે તે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માંગે છે.

શો માં ચાલી રહેલ પ્લોટ વિશે વાત કરીએ તો આત્મારામ ભીડે અને માધવી ભિડે પોતાની દીકરી સોનુ ને પરત લાવવા માટે રત્નાગીરી જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ સોનુને સરપ્રાઈઝ આપવા માગે છે. પરંતુ સોનુ પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપવાનો પ્લાન કરી રહી હોય છે. સોનુ ટપુ સેનાને ફોન કરીને જણાવે છે કે તે પરત આવી રહી છે. વળી આત્મારામ અને માધવી રત્નાગીરી જવાના છે. હવે ટપુસેના આત્મારામ અને માધવીને રત્નાગીરી જવાથી રોકવા માટે કેટલા સફળ થાય છે એ જોવાનું રહેશે.