તારક મહેતા ની માધવી ભાભી રિયલ લાઇફમાં છે ખુબ જ સુંદર, જુઓ તેમની પરિવાર સાથેની તસ્વીરો

કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” લોકોનો મનપસંદ શો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ પાછલા ૧૫ વર્ષથી પોતાની લોકપ્રિયતાના ચરમ ઉપર છે. પાછલા ૧૫ વર્ષોમાં આ સીરીયલના દરેક કિરદારે દરેક ઘરમાં પોતાની એક અલગ બનાવેલ છે. જેઠાલાલ, પોપટલાલ, દયાબેન હોય કે પછી માધવી ભાભી હોય, દરેક કિરદારને લોકો પસંદ કરે છે. સ્ક્રીન ઉપર તેમનો ચહેરો આવતાની સાથે જ લોકોના ચહેરા ઉપર અલગ મુસ્કાન આવી જાય છે.

સીરીયલનાં દરેક કિરદાર લોકોના દિલમાં વસે છે. શો માં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનું કિરદાર નિભાવનાર સોનાલીકા જોશી નો અંદાજ બધા લોકોને પસંદ આવે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર તેઓ પોતાની તસ્વીરો શેર કરતા રહે છે. આવી જ અમુક વાતો વિશે તથા તેમના પરિવાર વિશે આજે અમે તમને જણાવીશું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલ સૌથી લાંબો ચાલતો શો છે. તેના ઉપરથી તમે તેની પોપ્યુલાલિટીનો અંદાજો લગાવી શકો છો. શો માં ઘણા અલગ અલગ કિરદાર નજર આવે છે, જેનો પોતાનો અલગ જ અંદાજ છે. શો માં દરેક કેરેક્ટર ને એક આદર્શ રૂપમાં બતાવવામાં આવેલ છે, પરંતુ અસલ જીવનમાં બધાનો પોતાનો એક અલગ રૂપ છે. જેમ કે શો માં માધવી ભાભી નું કિરદાર નિભાવનાર સોનાલીકા જોશી રીયલ લાઇફમાં ખુબ જ કુલ તથા બિન્દાસ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં સોનાલીકા એક મરાઠી મહિલા નો રોલ નિભાવી રહી છે અને હકીકતમાં માધવી મરાઠી પરિવાર સાથે જ સંબંધ ધરાવે છે. તારક મહેતા સાથે માધવી ૧૫ વર્ષથી જોડાયેલ છે. શો માટે સિમ્પલ કિરદારમાં નજર આવે છે અને સાડી પહેરેલી જોવા મળે છે. તેમની સાદગી લોકોને ખુબ જ પસંદ આવે છે. સિરિયલમાં તેઓ અથાણા અને પાપડનો બિઝનેસ પણ કરે છે.

સોનાલીકા જોશી ઘણી સિરિયલમાં કામ કરી ચુકેલ છે. વળી તે તારક મહેતા શો દ્વારા ૧૫ વર્ષથી માધવી ભાભી બનીને લોકોનું મનોરંજન કરી રહેલ છે. શોમાં તેઓ એક સીધી સાદી ગૃહિણીના રૂપમાં જોવા મળી આવે છે, પરંતુ અસલ જીવનમાં તેઓ ખુબ જ ગ્લેમરસ છે. એક વખત તેમણે એક ફોટોશુટ કરાવ્યું હતું, જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થયું હતું. આ ફોટોશુટમાં તે હાથમાં બીડી લઈને નજર આવેલી હતી. આ તસ્વીરમાં તેમના વાળ પણ ખુબ જ ટુંકા દેખાઈ રહ્યા હતા.

જણાવી દઈએ કે સોનાલીકા જોષી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ૪ લાખથી પણ વધારે ફોલોવર્સ છે. તેવામાં તેઓ પોતાના ફેન્સની સાથે અવારનવાર પોતાની તસ્વીરો તથા વિડીયો શેર કરતા રહે છે. સોનાલીકા જોશી એ ૫ એપ્રિલ, ૨૦૦૪નાં રોજ સમીર જોશી સાથે લગ્ન કરેલા હતા. જેનાથી તેમની એક દીકરી પણ છે, જેનું નામ આર્યા જોશી છે. સોનાલીકા પોતાના પરિવાર સાથે પણ સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરતી રહેશે.

સોનાલીકા જોશી એ મીરાંડા હાઇસ્કુલ કોલકત્તામાં અભ્યાસ કરેલો છે. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઈમાં હાયર એજ્યુકેશન પુરું કરેલ છે. તેમણે ઇતિહાસમાં B..A. કરેલ છે. સોનાલીકાએ ફેશન ડિઝાઇનિંગ અને થિયેટર ની ડિગ્રી પણ લીધેલી છે. સિરિયલમાં અલગ અલગ પ્રકારની સાડીઓમાં નજર આવતી સોનાલીકા પોતાની સાદગી અને બોલીને લીધે ઓડિયન્સ ની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે.

શો ને લીધે માધવીને આજે ઘર-ઘરમાં ઓળખવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર સોનાલીકા ને તારક મહેતામાં એક્ટિંગ કરવા માટે દરેક દિવસના હિસાબથી ૨૫ હજાર રૂપિયા ચાર્જ આપવામાં આવે છે. વળી અલગ અલગ આઉટ ફીટમાં ફોટોશુટ કરાવવાનો શોખ ધરાવનાર સોનાલીકા ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. થોડા સમય પહેલા જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેઓ પોતાની નવી ગાડી ની બાજુમાં ઉભેલા જોવા મળી આવેલ છે.

માધવી ભાભી ઉર્ફે સોનાલીકા જોશી એ પોતાની અભિને કારકિર્દીની શરૂઆત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી કરેલી હતી. તેમણે પોતાના મરાઠી અંદાજથી લોકોનું દિલ જીતી લીધું છે. વળી વર્ષ ૨૦૦૮માં સોનાલીકાએ આ શોથી ઘર-ઘરમાં પોતાની અલગ બનાવેલી છે.