ટીચર : આ કહેવતનો વાક્યમાં ઉપયોગ કરીને બતાવો, કહેવત છે : “મોં માં પાણી આવવું” પછી પપ્પુએ એવો જવાબ આપ્યો કે ટીચરે તેને ક્લાસ માંથી જ કાઢી મુક્યો

Posted by

જોક્સ-૧

ચેકમેટ એટલે શું ?

જો તમે તમારી પત્નીને કહો કે

તમે આજે એક સ્ત્રી જોઇ હતી,

જે બિલકુલ તેના જેવી જ દેખાતી હતી

અને તમારી પત્ની પુછે કે

શું તે હોટ હતી?

ત્યારે તમે ના “હા” કહી શકો કે “ના”.

જેને કહેવાય ચેકમેટ!!!

જોક્સ-૨

ટીચર : આ કહેવતનો વાક્યમાં ઉપયોગ કરીને દેખાડો.

કહેવત છે : “મોં માં પાણી આવવું.”

પપ્પુ : નળની ટોટી સાથે મોં લગાવીને જેવો જ મેં નળ ચાલુ કર્યો કે

મારા મોં માં પાણી આવી ગયું.

ટીચર (ગુસ્સે થઈને) : ગેટ આઉટ.

જોક્સ-૩

ચોર : તારા ખિસ્સામાં જે પણ છે

તે ફટાફટ મને નીકાળી આપી દે!

છગન : ભાઇ રહેમ કર… આવું ના કર…

મારી પત્ની મારું ખાલી ખિસ્સુ જોઇને

મને મારી નાખશે!!

ચોર : તો તને શું લાગે મારું ખાલી ખિસ્સુ જોઇને

મારી પત્ની મારી આરતી ઉતારશે?

જોક્સ-૪

પત્ની : બજારમાંથી દુધનું એક પેકેટ લેતા આવજો.

અને હા બજારમાં ઈંડા દેખાય તો ૬ લેતા આવજો.

પતિ ૬ પેકેટ દુધ લઈ આવ્યો.

પત્ની : ૬ પેકેટ દુધ કેમ?

પતિ : કારણ કે, બજારમાં ઈંડા દેખાઈ ગયા હતા.

હવે તમે જ જણાવો પતિ ક્યાં ખોટો છે?

જોક્સ-૫

૮-૯ લોકો જુગાર રમી રહ્યા હતા, એવામાં પોલીસ આવી ગઈ.

એક જુગારી ભાગીને સૌથી પહેલા પોલીસની ગાડીમાં બેસી ગયો.

પોલીસ : તું જાતે જ કેમ ગાડીમાં બેસી ગયો?

જુગારી : કારણ કે ગઈ વખતે પકડાયો હતો ત્યારે ગાડીમાં સીટ મળી નહતી,

છેલ્લે સુધી ઉભા રહીને જવું પડ્યું હતું.

જોક્સ-૬

એક મહાકંજુસ પોતાના દીકરાને મારી રહ્યો હતો.

પાડોશી : કેમ મારી રહ્યા છો આ નિર્દોષ બાળકને?

કંજુસ : આ અને નિર્દોષ…

અરે! એક નંબરનો મસ્તીખોર છે આ.

મેં તેને ૧-૧ દાદર છોડીને ચડવા કહ્યું હતું, જેથી ચપ્પલ ઓછી ઘસાય,

પણ આ નાલાયક ૨-૨ દાદરા છોડીને ચડ્યો,

એમાં પેન્ટ ફાડી નાખ્યું પોતાનું.

જોક્સ-૭

એક ઘણા જ કાળા પતિએ પોતાની પત્નીને કહ્યું,

આપણું બાળક એકદમ ક્યુટ અને સુંદર હોવું જોઈએ.

પત્ની : જરા અરીસામાં એકવાર પોતાને જોઈ લો, પછી બોલો.

જોક્સ-૮

ત્રીજા ધોરણનો બાળક બોલ્યો,

મેડમ હું તમને કેવો લાગુ છું?

મેડમ : સો સ્વીટ.

બાળક પોતાની બાજુમાં બેસેલા બાળકને બોલ્યો,

જોયું, મેં કીધું હતું ને કે આ ટીચર મને ખુબ પસંદ કરે છે.

જોક્સ-૯

એક છોકરાને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો,

મોડી રાત્રે પણ તે છોકરીને ફોન કરતો હતો.

એક દિવસ છોકરીની મમ્મીએ ફોન ઉપાડી લીધો.

છોકરો ગભરાઈને બોલ્યો : આંટી પાયલ છે?

આંટીએ તરત જ જવાબ આપ્યો : હા બંને પગમાં છે અને ચપ્પલ પણ છે,

ખાવી હોય તો જ બીજી વખત ફોન કરજે.

જોક્સ-૧૦

માસ્તરે પરિક્ષામાં ચાર પાનાનો નિબંધ લખવા માટે આપ્યો.

વિષય હતો, “આળસ શું છે?”

પપ્પુએ ત્રણ પાના ખાલી છોડીને ચોથા પાના પર મોટા અક્ષરે લખ્યું,

આને કહે છે આળસ.