ટેક્નોલોજીમાં સૌથી આગળ આ દેશે બનાવી લીધી કોરોના ની વેક્સિન

વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસનાં કહેર વચ્ચે રાહતના સમાચાર છે. ઇઝરાયેલે વાયરસની રસી બનાવવાનો દાવો કર્યો છે. ઇઝરાઇલના સંરક્ષણ પ્રધાન નફ્તાલી બેનેટે સોમવારે જણાવ્યું હતું કે ઇઝરાઇલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચ (આઇઆઇબીઆર) એ એન્ટિબોડીઝને કોરોના વાયરસથી અલગ રાખવામાં સફળતા મેળવી છે. બેનેટ સોમવારે આઈઆઈબીઆરની પણ મુલાકાત લીધી હતી.

આઇટીબીઆરને જે એન્ટિબોડી મળેલ છે મોનોક્લોનલ છે. એટલે કે, દર્દીઓ કે જેઓ કોરોના વાયરસના ચેપથી સાજા થયા છે, તેઓ તેમના સિંગલ રિકવર્ડ સેલથી તેને અલગ કરવામાં આવેલ છે. આ પહેલા જે એન્ટિબોડીઝ અલગ કરવામાં આવેલ હતા, તે પોલીક્લોનલ હતા, એટલે કે બે અથવા બે થી વધુ કોષોથી અલગ કરવામાં આવેલ હતા.

બેનેટે કહ્યું, “મને બાયોલોજિકલ સ્ટાફ પર ગર્વ છે કે જેમણે આટલી મોટી સફળતા મેળવી છે.” બેનેટે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આઇઆઇબીઆરએ મોનોક્લોનલ ન્યુટ્રાઇઝિંગ એન્ટિબોડી વિકસાવી છે. તેનો ઉપયોગ કોરોના વાયરસને ફેલાવવા વાળા કેરિયર બોડીને ન્યુટ્રિલાઈજ કરવામાં કરી શકાય છે.

આઇઆઇબીઆરના ડિરેક્ટરએ કહ્યું કે એન્ટિબોડી ફોર્મ્યુલાને પેટન્ટ કરવામાં આવી રહી છે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો મોટાપાયે ઉત્પાદન શરૂ કરશે. તમામ કાનૂની કાર્યવાહી ટૂંક સમયમાં સંરક્ષણ મંત્રાલય સાથે પૂર્ણ કરવામાં આવશે. આઇઆઇબીઆર એક ગુપ્ત એકમ છે જે ઇઝરાઇલના પીએમઓ હેઠળ કાર્યરત છે.

ગયા મહિને, આઇઆઇબીઆરએ જાહેરાત કરી હતી કે તેણે એન્ટિબોડી આધારિત રસીઓનું પરીક્ષણ શરૂ કર્યું છે. આઇઆરબીઆર કોરોના રોગચાળાથી મટાડનારા લોકો પાસેથી પ્લાઝ્મા સંગ્રહ કરવાનું કામ પણ કરી રહ્યું છે. આશા છે કે આ વાયરસ વિશે વધુ સંશોધન કરવામાં મદદ કરશે. ઇઝરાઇલની બીજી સંશોધન ટીમ, મિગવેક્સે (MigVax) પણ કહ્યું છે કે તે કોરોના વાયરસની રસી બનાવવાના અંતિમ તબક્કામાં છે.