ટિકિટ વગર ટ્રેન માંથી પકડાઈ સ્કુલની વિદ્યાર્થિની, પછી તેની સાથે ટીટીએ જે કર્યું તે જાણીને તમારા હોશ ઊડી જશે

Posted by

આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પોતે પણ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જશો. જણાવી દઈએ કે દિલ્હીથી વારાણસી જતી કાશી વિશ્વનાથ એક્સપ્રેસમાં થોડા દિવસ પહેલા જ એક એવી ઘટના થઈ હતી, જે ખુબ જ શરમજનક હતી. હકીકતમાં વાત એવી છે કે આ એક્સપ્રેસમાં ટિકિટ ચેકરે એટલે કે ટીટીઇ એ એક યુવતીને ટિકિટ વગર યાત્રા કરતાં પકડી લીધી હતી. ત્યારબાદ તે યુવતી સાથે કંઈક એવું થયું હતું, જેના લીધે આજે પણ ટ્રેનમાં યુવતીઓની સુરક્ષા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. જો ખબરોનું માનવામાં આવે તો ટીટીએ યુવતીને ટિકિટ વગર પકડ્યા બાદ તે વાતનો ફાયદો ઉઠાવ્યો હતો અને યુવતીને એસી કોચમાં બેસાડી દીધી હતી.

તેની સાથો સાથ ટિકિટ ચેકરે યુવતીને રૂઆબ બતાવતા એવું પણ કહ્યું હતું કે જો કોઈ અહીંયા આવે તો તેને કહી દેજે કે તું ટિકિટ ચેકર રવિ કુમાર મીણા ની ગર્લફ્રેન્ડ છે. તે સિવાય યુવતીનું એવું પણ કહેવું છે કે ટિકિટ ચેકરે તેને એવું પણ કહ્યું હતું કે જો તે તેની ગર્લફ્રેન્ડ બની જશે તો તેને આખી જિંદગી ખુશ રાખશે. જોકે આવી વાતો સાંભળ્યા બાદ યુવતી ટિકિટ ચેકર ઉપર ભડકી ગઈ હતી અને તેની ફરિયાદ કરી હતી. તેવામાં તે ટિકિટ ચેકર ની ધરપકડ કરી લેવામાં આવેલ અને બીજી તરફ આ મામલામાં એસએસઆઈ હરેન્દ્ર કુમારનું કહેવું છે કે તે વિદ્યાર્થીની ટિકિટ વગર ટ્રેનમાં બેસેલી હતી, જેના લીધે તેણે ટિકિટ ચેકર પાસે ટિકિટ માટે મદદ માગી.

વળી ટીકીટ ચેકરે યુવતીને એસી કોચમાં બેસાડી દીધી અને અહીંયા બેસાડ્યા બાદ તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી. પરંતુ આ દરમિયાન તેઓ તેની પાસે એક મહિલા પણ બેસેલી હતી, જેણે ખુબ જ હિંમત બતાવી અને ટ્રેનમાં ઊભા રહેલા જીઆરપી નાં એક સિપાહીને સંપુર્ણ ઘટનાની જાણકારી આપી. તેવામાં તે મહિલાની હિંમત અને સમજદારીને લીધે ચાલતી ટ્રેનમાં છેડછાડની એક ઘટના થતા બચી ગઈ હતી.

વળી મહિલાની ફરિયાદ કરવા પર ટિકિટ ચેકર રવિ કુમાર મીણા ની ધરપકડ કરી લેવામાં આવેલ. પરંતુ અહીંયા સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તે ટિકિટ ચેકર ઉપર પહેલાથી જ બળાત્કારનો કેસ ચાલી રહ્યો હતો. વર્ષ ૨૦૧૬માં બળાત્કારનાં આરોપમાં તેને જેલની સજા મળેલી હતી.

પરંતુ તેમ છતાં પણ તે ટ્રેનમાં ટિકિટ ચેક કરવાની નોકરી કરી રહ્યો હતો. તેની સાથોસાથ રિપોર્ટનું માનવામાં આવે તો તે વિદ્યાર્થીને દિલ્હી યુનિવર્સિટીમાં બીએસસી ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હકીકતમાં યુવતી ટ્રેનથી દિલ્હી પરત પોતાના ઘરે જઈ રહી હતી. તેની સાથોસાથ વિદ્યાર્થીને જણાવ્યું હતું કે તે ઉતાવળમાં હતી અને તેના લીધે તે ટિકિટ લઈ શકી નહીં. જેના લીધે તેની સાથે આ ઘટના બની.

તે સિવાય જે ટિકિટ ચેકર ઉપર પહેલાથી જ બળાત્કારનો આરોપ લાગે ચુક્યો છે તો તે ફરીથી ટ્રેનમાં કેવી રીતે કામ કરી શકે છે? તે પણ એક મોટો સવાલ છે, જેનો જવાબ ફક્ત ટ્રેનના મુખ્ય અધિકારી જ આપી શકે છે. જેથી અહીંયા ફક્ત અમે એટલું જ કહીશું કે તે મહિલાએ હકીકતમાં એક દુર્ઘટના થવાથી બચાવી લીધી, નહીંતર આજે કદાચ તે યુવતી પણ બળાત્કારનો શિકાર બની ચૂકી હોત.