ઇ-મેઇલમાં ખુલાસો થયો કે TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નથી પરંતુ ચીન ની….

ચીનથી આવેલ કોરોના વાયરસને કારણે ભલે સમગ્ર વિશ્વ તેને ધુતકારી રહ્યું હોય, પરંતુ ચીની એપ ટીકટોક (TikTok) ને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. મીમ, ….સંગીત, ડાન્સ, મેકઅપ, ટ્યુટોરિયલ અને બીજું ઘણું બધું તેમાં છે. TikTok ને ભલે એક એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ સમજવામાં આવી રહી હોય પરંતુ તેવું નથી.

TikTok ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રપોગેંડા છે. TikTok એ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરુદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે જેમાં દલાઈ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવેલ હોય. આ ઇમેલ કથિત રૂપથી ભારતમાં TikTok ની ટીમને મોકલવામાં આવેલ હતો. નિશાના પર ભારતીય કન્ટેન્ટ હતા, જો કે અમે આ મેઇલની પ્રામાણિકતાને ચકાસી શકતા નથી.

TikTok એપ બાઇટડાન્સ નામની ચીની ટેક કંપનીનું છે. જેનું મુખ્યાલય બીજિંગમાં છે. ૨૦૧૮માં બાઇટડાન્સ ના સંસ્થાપક જાંગ યીમિંગે ચીનની સરકારને વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશની મોટાભાગની મીડિયા સાથે સહયોગમાં વધારે ઊંડો બનાવીને આધિકારિક મીડિયા સામગ્રીને ફેલાવવામાં આવી રહી છે.”

પાછલા ૨ વર્ષથી TikTok એ પોતાના વચનનું પાલન કરીને પોતાના પ્લેટફોર્મ પરથી ચીન વિરોધી કન્ટેન્ટને વ્યવસ્થિત રીતે હટાવી દીધા છે જણાવી દઈએ કે હાલના સમયે તાઇવાન માટે વૈશ્વિક સમર્થન વધી રહ્યું છે અને તે આશ્ચર્યની વાત નથી કે ટીકટોક પર તાઇવાન અથવા તિબ્બત અને દલાઇ લામા સંબંધિત કંઈ પણ નથી.

તમને જણાવી દઈએ કે પહેલા પણ કંપનીએ પોતાના એમ્પ્લોઇઝને ટીકટોક વિડીયોને મોડરેટ કરવા માટે કહ્યું હતું. એવા વિડીયો જેમાં તિયાનમેન સ્ક્વાયર અને તિબ્બત સ્વતંત્રતા અથવા બેન કરવામાં આવેલ ધાર્મિક સમૂહ – ફાલુન ગોંગ અને હોંગકોંગ પ્રોટેસ્ટનો ઉલ્લેખ હોય તેમને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે છે. તેમાં એવા કન્ટેન્ટ પણ સામેલ છે જેમાં ઉઈગર મુસલમાનોની દુર્દશા વિશે જણાવવામાં આવ્યું છે.

કંપનીની વેબસાઇટ પર સમુદાય માર્ગદર્શિકા છે, પરંતુ તે કોઈ પણ વિવરણ વગરની છે. હિંસક સામગ્રી વિરુદ્ધ માર્ગદર્શિકા હોવા છતાં, ટીકટોક પર જાનવરો સાથે દુર્વ્યવહાર કરવા વાળા કન્ટેન્ટ અઢળક રહેલ છે.  ટીકટોક પર ઘણી બધી રમૂજી વિડિઓઝ છે, જેને જોઈને એ સમજવું ખૂબ જ મુશ્કેલ છે કે ટીકટોક પણ ચીની પ્રચારનો ભાગ બની શકે છે.

ટીકટોક ગુપ્ત ચીની વિદેશી નીતિનું સાધન હોઈ શકે છે. જો આ ઇમેઇલ યોગ્ય છે, તો તે વૈશ્વિક માહિતી યુદ્ધની અનુભૂતિ આપે છે. ટિકિટકોક પર પ્રતિબંધ મૂકવો એ તેનો સૌથી શ્રેષ્ઠ જવાબ હશે.