ટીકટોક માંથી લાખો રૂપિયા કમાણી કરતાં હતા આ ટીકટોકર, બૈન લગતા જ બની ગયા બેરોજગાર, જાણો કેટલી હતી તેની આવક

Posted by

હાલમાં જ ભારત સરકારે ચીનની ૫૯ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં ફેમસ શોર્ટ વિડીયો શેરીંગ એપ ટીકટોક પણ સામેલ છે. ભારતમાં હતા પરિસ્થિતિ એવી હતી કે દરેક ગલી અને વિસ્તારમાં કોઈને કોઈ ટિકટોક વિડિયો બનાવતું જોવા મળી જતું હતું. તેમાં લોકોનો ખૂબ જ સારો ટાઈમ પાસ થતો હતો. વળી અમુક લોકો તો તેનાથી પૈસા પણ કમાતા હતા. જોકે આ એપ પર પ્રતિબંધ હોવાથી ઘણા લોકો બેરોજગાર બન્યા છે. આ લોકોએ ટીકટોકને પોતાની આવકનો સ્ત્રોત બનાવી રાખ્યો હતો.

આજે અમે તમને એવા ૧૦ લોકો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ, જે ભારતમાં ટોપ-૧૦ ટીકટોકર હતા. તેમના ટીકટોક પર કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હતા. આટલું મોટું ફેન બેજ હોવાને કારણે તેઓ ટીકટોક ના માધ્યમથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા. હકીકતમાં આ લોકો પોતાના ટીકટોક એકાઉન્ટ પર બ્રાન્ડ પ્રમોશન પણ કરતા હતા. તેના બદલામાં તેમને સારી એવી રકમ મળતી હતી. તે સિવાય આ લોકો ટીકટોક યુઝર્સને પોતાના યૂટ્યૂબ તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિફ્ટ કરીને ત્યાંથી પણ રૂપિયા છાપી રહ્યા હતા. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના આ ૧૦ ટીકટોકર આખરે કેટલી કમાણી કરતા હતા?

ફૈઝલ શેખ

ફૈઝલ શેખને લોકો મિસ્ટર ફેજુ ના નામથી ઓળખતા હતા. તેની ઉંમર ૨૫ વર્ષ છે. તેના ટીકટોક પર ૩૧.૫૦ મિલિયન ફોલોઅર્સ છે. તે ટીકટોક દ્વારા ૧૫ થી ૩૦ લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી કરી લેતો હતો.

રિયાઝ અલી

૧૭ વર્ષીય રિયાઝ અલી ના ટીકટોક પર ૨૧ મિલિયન ફોલોઅર્સ હતા. ટીકટોક પર શોર્ટ વીડિયો બનાવીને ૭ થી ૧૦ લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરી લેતો હતો.

જન્નત જુબેર

૧૮ વર્ષની જન્નત ઝુબેર ના ટીકટોક પર ૧૯.૪ મિલિયન ફોલોઅર્સ હતા. તે આ પ્લેટફોર્મ ના માધ્યમ થી ૧૭ લાખ રૂપિયા સુધી વાર્ષિક કમાણી કરતી હતી.

અવેજ દરબાર

અવેજ દરબાર ૨૬ વર્ષનો છે. ટીકટોકર હોવાની સાથે સાથે તે એક ડાન્સર પણ છે. તે ટીકટોક ના માધ્યમથી ૩ થી ૪ લાખ રૂપિયા દર મહિનાના કમાઈ લેતો હતો.

નિશા ગુરગૈન

૨૨ વર્ષીય નિશાને ટીકટોક પર ૧૬.૭ મિલિયન લોકો ફોલો કરતા હતા. તે ટીકટોક ના માધ્યમથી ૧ થી ૫ લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી કમાણી કરી લેતી હતી.

ગરિમા ચૌરસિયા

૨૩ વર્ષીય ગરિમા ટીકટોક પર ખૂબ જ ફેમસ હતી. તેના ૧૫.૯ મિલિયન ફેન્સ ફોલો કરતા હતા. ટીકટોક પર બ્રાન્ડ પ્રમોશન અને અન્ય ચીજો ના માધ્યમથી ૩ થી ૪ લાખ રૂપિયા મહિનાની કમાણી કરી લીધી હતી.

અવનીત કૌર

૧૯ વર્ષની અવનિત ને ટીકટોક થી ૭ થી ૧૦ લાખ રૂપિયા વાર્ષિક કમાણી થઇ જતી હતી. તેના ટીકટોક પર ૧૩ મિલિયન ફોલોવેર્સ હતા.

અર્શિફા ખાન

ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં જ અર્શિફા ખાન ૧ થી ૫ થી ૭ લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરી લેતી હતી. તેના ૧૪.૪ મિલિયન ફોલોઅર્સ હતા.

લકી ડાન્સર

૧૯ વર્ષનો લકી ડાન્સર ૨ થી ૫ લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરી શકતો હતો. તેના ટીકટોક પર ૧૨.૭ મિલિયન ફોલોઅર્સ હતા.

મંજુલ ખટ્ટર

મંજુલ ખટ્ટર ૨૧ વર્ષનો છે. તેના ટીકટોક પર ૧૨.૫ મિલિયન ફોલોઅર્સ હતા. જેના માધ્યમથી તે ૭ થી ૧૦ લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરી લેતો હતો.

આવકના આંકડા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ એક અંદાજિત જાણકારી ના આધાર પર છે. ટીકટોક હાલમાં ભારતમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. મતલબ કે જેમની પાસે આ એપ પહેલાથી મોબાઇલમાં છે, તેઓ પણ તેને હવે ચલાવી શકતા નથી. લોકોએ તેના પર ઘણો સમય અને પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા. પરંતુ હવે પ્રતિબંધ લાગવાથી તેમને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. જોકે ઘણા લોકો તેના પર પ્રતિબંધ રાખવાથી ઘણા ખુશ છે. તેઓ આ પ્લેટફોર્મ પર વિડીયો જોઈને કંટાળી ચુક્યા હતા.