ટિકટોક પર થી હટાવવામાં આવ્યો BAN : ફરી કરી શકાશે ડાઉનલોડ

Tiktok ના ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ભારત સહિત દુનિયાની સૌથી લોકપ્રિય વિડિયો એપ ટિક ટોક પર લગાવવામાં આવેલ BAN ને આજે હટાવી લેવામાં આવ્યો છે. જેથી હવે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ફરી આ એપ જોવા મળશે. હવે લોકો ફરી આ એપ ની મજા માણી શકશે. કોર્ટે ટિક ટોક પર લાગેલ BAN ની વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી અને મદ્રાસ હાઇકોર્ટ ને ૨૪ એપ્રિલ સુધી તેના નિર્ણય પર વિચાર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે બુધવારે આ મામલાની સુનાવણી કર્યા બાદ ટિક ટોક પર લગાવવામાં આવેલ BAN હટાવી લીધો હતો.

ટિક ટોક પર BAN લગાવ્યા બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો ૨૪ એપ્રિલ સુધી આ મામલે વિચાર કરવામાં નહીં આવે તો Tiktok પર લાગેલ BAN હટી જશે.

આ પહેલા મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ટીક ટોક પર BAN લગાવવામાં આવ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધમાં Tiktok એપ ના માલિક ચીની કંપની Bytedance Technology એ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કંપનીની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટ આ મામલાની સુનાવણી કરી રહ્યું છે. જેને લઇને અત્યારે આ BAN પર કોઈ નિર્ણય લઇ શકાશે નહી.

આપણે જણાવી દઈએ કે હજુ સુધી ગુગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પર આ એપ જોવા મળી નથી પરંતુ ટુંક સમયમાં જ આ એપ ને લોકો ફરી થીડાઉનલોદ કરી શકશે. Tiktok ભારતની ખુબ જ પોપ્યુલર એપ હતી. જેના લીધે કંપનીને BAN લાગ્યા બાદ દરરોજ લગભગ ૫ લાખ ડોલર (અંદાજે ૩.૫૦ કરોડ) રૂપિયાનું નુકશાન સહન કરવું પડી રહ્યું હતું.

Tiktok પર થી આજે BAN હટાવ્યા બાદ કંપનીના માલિકે જણાવ્યું હતું કે ભારતમાં હવે વધારે રોકાણ કરશે અને કર્મચારી ઓની સંખ્યા પણ વધારવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે ટિકટોક પરથી 60 લાખ વિડિયો ને હટાવવામાં આવ્યા છે જે કોમ્યુનિટી ગાઇડલાઈન નું ઉલ્લંઘન કરતા હતાં અને હવે ફરી થી આ નિયમોનું ઉલ્લંઘન ના થાય તે માટે આ એપ માં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી કરી ને કોઈ ખરાબ વિડિયો અપલોડ ના કરી શકે.