આજનું રાશિફળ ૧૩ ફેબ્રુઆરી : આજનો દિવસ ૩ રાશિના જાતકો માટે શુભ ઘટનાઓથી ભરેલો રહેશે, બધી મનોકામના થશે પુરી

Posted by

મેષ રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે. લોકપ્રિયતામાં વૃદ્ધિ થશે. વેપારમાં આર્થિક નુકસાન થઈ શકે છે. જાતકોએ કારણ વગરનો ક્રોધ કરવાથી બચવો માતાનાં સ્વાસ્થ્ય ને લઈને ચિંતા રહેશે. વાહન બદલવાનું વિચારી રહ્યા છો તો હાલના સમયમાં અટકી જવું જોઈએ. ભાઈ બહેનોની સાથે અમુક મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યનાં મોરચા ઉપર પરેશાન થઈ શકો છો. અજાણ્યા લોકો ઉપર ભરોસો ન કરો. ખોટા વ્યવહાર અથવા આચરણને લીધે ઘર અથવા સમાજમાં છબી ખરાબ થઈ શકે છે.

વૃષભ રાશિ

કાર્યક્ષેત્રમાં નવું કામ ગંભીરતાપુર્વક વિચાર્યા બાદ કરો. કોઈના દ્વારા સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ કરવાથી તમારે બચવું જોઈએ. પ્રોપર્ટી બીલીંગનું કામ કરવાવાળા લોકોએ કાયદાકીય દાવપેચમાં સચેત રહેવું જોઈએ. સરકારી કામમાં બેદરકારી કરવા પર તમને આર્થિક નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. શેર બજારમાં પૈસા લગાવવાથી બચવું. ઋતુજન્ય બીમારીનો પ્રકોપ રહેવાથી શરીર શિથિલ રહેશે. પરિવારજનોની સાથે વધારે સમય પસાર કરો.

મિથુન રાશિ

જો મનમાં કોઈ વાત તમને પરેશાન કરી રહી હોય તો પોતાના પરિવારજનોની સાથે આ બાબતમાં વાત કરો, તેનાથી તમને સારું મહેસુસ થશે. જે વેપારી આર્થિક સ્થિતિ માં ઘટાડાને લીધે વેપાર ચલાવી શકતા નથી, તેમણે ધીરજ રાખવી જોઈએ. વ્યવસાયિક સ્થળ ઉપર કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે, તો તેના માટે અનુભવી સદસ્યો ની મદદ લેવી. તમને યોગ્ય સમાધાન મળશે. પરિવારના જે લોકો પોતાની ઈચ્છાઓ માટે તમારી તરફ જુએ છે, તેમને નિરાશ કરવા નહીં.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સારો છે. નાના અને સરળ કામથી શરૂઆત કરશો તો વધારે સફળતા મળશે. પિતા સાથે તાલમેલ વધારીને રાખવો જોઈએ અને તેની જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખો. કોઈના ખરાબ સ્વાસ્થ્યની સુચના મળે તો હાલચાલ અવશ્ય પુછવા. પ્રોપર્ટી નો કોઈ મામલો તમારા પક્ષમાં જવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ અમુક હદ સુધી સામાન્ય રહેશે. સામાજિક કાર્યમાં રૂચી લેવાથી માન સન્માનની પ્રાપ્તિ થશે.

સિંહ રાશિ

નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.. વ્યવહાર સંયમિત અને મૃદુલ રાખવો જોઈએ. વેપારીઓ નવા કામને લઈને સોદો કરતા પહેલા બધા જરૂરી તથ્યોની તપાસ કરી લે. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે. આર્થિક સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. પૈસા સાથે જોડાયેલ કોઈ મુદ્દો રહેશે નહીં. તમને પ્રેમી ખુશી અને સરપ્રાઈઝ આપશે. કામકાજ અને રોજગારનાં શ્રેષ્ઠ અવસર આવશે. આ અવસર નો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશો તો અત્યારથી જ તૈયારી શરૂ કરી દો.

કન્યા રાશિ

પારિવારિક જીવનમાં પરેશાની ઊભી થઈ શકે છે, પરંતુ અંતમાં તમારા બધા જ જુના ઝઘડા ઉકેલા જશે. તમારે વાહન કોઈને આપવાથી બચવું જોઈએ નહીં તો કોઈ દુર્ઘટના ઉત્પન્ન થવાનો ભય જળવાઈ રહેશે. જમીન અથવા મકાન ખરીદવાનો સપનું જોઈ રહેલા લોકો માટે સમય સારો છે. ઘણા સમયથી અટવાયેલું કોઈ કાર્ય પુર્ણ થશે. પોતાની માનસિકતાને બદલવા અને કંઈક નવું શીખવા માટે તૈયાર રહો. સામાજિક સ્તર ઉપર તમારી છબી અમીર લોકો જેવી બનશે.

તુલા રાશિ

આજે તમે સામાજિક કાર્યમાં હિસ્સો લેશો, જેનાથી સામાજિક ઓળખ વધશે. સાંજના સમયે તમે પોતાના કોઈ અંગત વ્યક્તિને મળીને પ્રસન્ન થશો અને તેમને ઘરે ભોજન માટે આમંત્રણ આપી શકો છો. સંતાનની પ્રગતિ જોઈને તમારા મનમાં પ્રસન્નતા રહેશે. મનપસંદ ભોજનનો આનંદ મળશે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. વાંચન તથા લેખન વગેરેના કામ સફળ રહેશે. આળસનો ત્યાગ કરીને લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ વ્યક્તિ તમારા વિચારોને દબાવવાની કોશિશ કરી શકે છે. સામાજિક સ્તર ઉપર તમારી છબી નકારાત્મક પ્રભાવ બતાવશે, એટલા માટે તમારે પોતાના મનમાં સકારાત્મક વિચારો રાખવા જોઈએ. જો કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ કરવાનો અવસર મળે તો અવશ્ય કરો. તમારે પોતાની વાતો બીજાની સાથે શેર કરવાથી બચવું જોઈએ. પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવા માટે ચિંતન કરવું પડશે. કોઈ મહત્વપુર્ણ વિષય અથવા આયોજનની રૂપરેખા બનશે.

ધન રાશિ

આજના દિવસમાં સુખદ બદલાવ આવવાનો છે. સ્વાસ્થ્યનાં સંદર્ભમાં આજે તમે ચીડીયા બની શકો છો. કોઈપણ વ્યક્તિની મજાક કરવી નહીં. સંતાનની પ્રગતિ જોઈને મનમાં પ્રસન્નતા રહેશે, પરંતુ પોતાના માતા-પિતા સાથે વાતચીત કરતા સમયે તમારે બોલવામાં મધુરતા રાખવી જોઈએ. શત્રુઓનો પ્રભાવ રહેશે. પ્રેમ પ્રસંગમાં ઉતાવળ કરવી નહીં. કામકાજના મોરચા પર અન્ય કોઈ વ્યક્તિ ની હરકતને લીધે તમને નુકસાન પહોંચી શકે છે.

મકર રાશિ

આજે સેવા-પુજા અને દયાભાવના વધવાને સાથોસાથ ધર્મના પ્રચારમાં તમે સારું યોગદાન આપી શકો છો. વધારે લાભ કમાવવા માટે વેપારમાં ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. મિત્રોના સહયોગથી મુશ્કેલ કામ સહજ રીતે પુર્ણ કરી લેશો. મહિલાઓ ઘરેલુ સામાનની ખરીદી કરશે. બીજા પર ભરોસો કરવાનું શીખો. તમે બાળકોથી ખુશ રહેશો અને પોતાના જીવનસાથી ની સાથે સંતોષપ્રદ જીવનનો લાભ ઉઠાવશો.

કુંભ રાશિ

આજે નકરાત્મક વિચારોને પોતાના મનમાં આવવા દેવા નહીં. આજે સંપતિ સંબંધિત મામલા માં ચતુરાઈ થી ઉકેલ લાવવાની જરૂરિયાત છે. પોતાની આવડત અને સમજદારીથી કાર્યને પુર્ણ કરી શકશો. વેપારમાં આજે અચાનક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. અધિકારીઓની સામે પોતાની વાત વ્યક્ત કરવા માટે સમય યોગ્ય છે. સંપતિમાં કરેલ રોકાણ તમને અપેક્ષિત લાભ અપાવી શકશે નહીં. પોતાની તણાવનો સામનો કરવા માટે તૈયાર રાખો. આજનો દિવસ અત્યંત ખર્ચાળ રહેશે.

મીન રાશિ

વ્યવસાય કે કાર્ય માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરની જવાબદારીઓને નિભાવવાની દિશામાં તમે અમુક નિર્ણય લઈ શકો છો. વેપાર અને રોજગાર સારો ચાલશે. પિતાના કાર્યમાં તમારો સહયોગ પ્રસંસનીય રહેશે. તમે દરેક કામને ધીરજ અને સમજદારીથી પુર્ણ કરવાની કોશિશ કરશો. તમારી કાર્યપ્રણાલીમાં સુધારો આવશે વ્યવસાયમાં ઉતાર ચઢાવ રહી શકે છે. ઘરેલુ વાતાવરણને શાંતિપુર્ણ અને શાંત જાળવી રાખવા માટે જીવનસાથી ઘણું બધું કરશે.