આજનું રાશિફળ ૧૫ ફેબ્રુઆરી : આજે ૩ રાશિઓ ઉપર ગણેશજી રહેશે મહેરબાન, ડબલ ફાયદો થશે અને ધનની આવક વધશે

Posted by

મેષ રાશિ

આજે ઘરમાં કોઈની સાથે તકરાર થઈ શકે છે, જેથી વાણી ઉપર સંયમ રાખો. આજે તમારા બીમાર પડવાની સંભાવના છે. તમારે સાવધાની રાખવી જોઈએ. તમને અચાનક અમુક આર્થિક લાભ થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી બધી પરીયોજનાઓમાં તમારું સમર્થન કરશે. ભાગ્ય તમારા પક્ષમાં છે, એટલા માટે તમારે પોતાના અવસરનો વધુમાં વધુ લાભ ઉઠાવવો જોઈએ. સંતાન તરફથી ઉત્તમ સમાચાર પ્રાપ્ત થશે. હાથ માંથી નીકળી ગયેલા પૈસા પરત મેળવવામાં મુશ્કેલી આવશે.

વૃષભ રાશિ

પારિવારિક જીવનમાં વિવાદ થઈ શકે છે. કોઈ જુની વાતથી ચિંતા રહેશો. બીજાની વાતથી વધારે પ્રભાવિત થવું નહીં. તમે પોતાના વિશે સારું અને ખરાબ બધું જ સમજો છો, વિશેષ રૂપથી જ્યારે વાત પરિવારજનોની આવે છે તો તમારે સમજી વિચારીને નિર્ણય લેવા જોઈએ. કારણ વગર જીવનસાથી ઉપર શંકા કરવાથી કલેશ થઈ શકે છે. આજે તમારે પોતાના ઘરમાં નાનો હવન કરાવવો જોઈએ, તેનાથી તમારો દિવસ સારો રહેશે. તમને પરિવારજનો તરફથી પુરો સહયોગ મળશે.

મિથુન રાશિ

આજે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ લેશો અને તમારા આત્મવિશ્વાસનું સ્તર પણ ખુબ જ વધી જશે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યમાં સફળતા મળવાની સંભાવના રહેશે. સરકારી ટેન્ડર માટે પ્રયાસ કરવાવાળા લોકોને સફળતા મળી શકે છે. વ્યક્તિગત જીવનમાં પિતા તથા પિતા સમાન વ્યક્તિ તરફથી ભરપુર સહયોગ મળશે. આજે તમારે પોતાને કોઈ પણ ગેરકાયદેસર ચીજોથી દુર રાખવા. કારણ કે તેના લીધે તમે મુશ્કેલીમાં ફસાવી શકો છો.

કર્ક રાશિ

આજે તમારી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂરિયાત છે. બદલતી ઋતુમાં તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ઓફિસમાં તમારી સ્થિતિ મજબુત બનશે. આવક સારી થશે અને તમારા ખર્ચ પણ હળવા રહેશે, પરંતુ અનાવશ્યક કાર્ય ઉપર વધારે ખર્ચ થઈ શકે છે. પરિવારમાં સુમેળ જળવાઈ રહેશે. પ્રેમજીવનમાં સમય સારો પસાર થશે. જો તમે પોતાના ક્રોધ અને ઈર્ષા ભાવ ઉપર નિયંત્રણ રાખો છો, તો તમને ઘણી બાબતમાં પ્રગતિના અવસર મળશે.

સિંહ રાશિ

આજે તમને ભાગ્યનો સારો સાથ મળશે, જેના લીધે તમારા અટવાયેલા કાર્ય પણ પુરા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત અને આત્મવિશ્વાસ થી ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. કાર્યમાં સફળતા મળશે અને બોસ પણ તમારી પ્રશંસા કરશે. વેપારીઓને કામકાજની બાબતમાં સારા પરિણામ મળશે અને ઘણા ઓર્ડર પણ મળી શકે છે. આજે તમારે પોતાના જીવનસાથી ની સાથે વાતચીતમાં પૈસા અથવા પરિવારની બાબતો થી બચવાની કોશિશ કરવી જોઈએ.

કન્યા રાશિ

રચનાત્મક કાર્યમાં જોડાયેલા લોકો માટે દિવસ સફળતા ભરેલો છે. તેમને માન સન્માન અને ઓળખ મળશે. વેપારમાં કોઈ પણ પ્રકારની બેદરકારી તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ઓફિસ પર કાર્ય વધારે રહેવાથી કાર્યમાં ઉથલપાથલ રહી શકે છે. જેથી સાવધાન રહીને કામ કરો. વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. મોટું કામ કરવાની ઈચ્છા થશે. આવકમાં વૃદ્ધિ થશે. અભ્યાસમાં અમુક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

તુલા રાશિ

સંબંધીઓ સાથે સંબંધ સુધારવા માટે આજનો દિવસ અનુકુળ છે. માતા પિતાની સાથે મતભેદ અને મનભેદ દુર થશે. લાઈફ પાર્ટનરના વ્યવહારમાં પરિવર્તન તમારા ચહેરા ઉપર ખુશીઓ લાવશે. પરિવારમાં કોઈની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન લગાવવાની અને ભવિષ્યની યોજના બનાવવાની જરૂરિયાત છે. તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે પોતાના પડકાર અને લક્ષ્યોને સફળતાથી પુરા કરશો. પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન તથા સહયોગ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

પારિવારિક જીવન યથાવત રહેશે. શત્રુઓ સક્રિય રહેશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે નવા કામ અથવા જવાબદારી મળવાની સંભાવના છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે તમે પોતાના મનની વાત શેર કરશો. પૈસા બનાવવા માટે તે વિચારવાનો ઉપયોગ કરો, જે તમારા દિમાગમાં આવે. ઘર અને સંપત્તિ સાથે જોડાયેલા કાર્યમાં સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાનું દાન કરો. તમારી કારકિર્દી સારી રહેશે.

ધન રાશિ

આજે તમે ખુશમિજાજ રહેશો. તમારા અટવાયેલા કાર્ય પુર્ણ થશે. આશાવાદી બનો અને પોતાના ઉજળા પક્ષને જુઓ. તમારો વિશ્વાસ અને અપેક્ષા તમારી ઈચ્છાઓ તથા આશાઓ માટે નવા દરવાજા ખોલી શકે છે. નોકરી કરતા લોકોને થોડી ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારમાં કોઈ સદસ્યનો સ્વાસ્થ્ય બગડી શકે છે. લાભ લેવા માટે તમારે પોતાની વધારાની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ.

મકર રાશિ

આજે તમે પોતાને જવાબદારીઓને નિભાવવામાં પોતાની જરૂરિયાતોને ભુલવી નહીં. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા તથા સન્માન પ્રાપ્ત થશે. તમારું પ્રમોશન મળવાની સંભાવના વધી જશે. સંતાન પ્રત્યે આજે વિશ્વાસ વધશે. વેપાર કરી રહ્યા છો તો સંતાનનો પુરો સહયોગ મળશે. કોઈપણ વાતને લઈને અડિયલ વ્યવહાર અથવા વિચારસરણી રાખવી નહીં. ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ ખુબ જ ઉત્તમ છે.

કુંભ રાશિ

આજે તમે નવી સજાવટથી ઘરમાં શોભામાં અભિવૃદ્ધિ કરશો. અમુક દિવસોથી ચાલી રહેલ પારિવારિક તકરાર નું વાતાવરણ જીવનસાથી ની મદદ થી સારું બની જશે તથા ગેરસમજણ દુર થશે. પરસ્પર સંબંધોમાં સુધારો થશે અને તમે આજે બધા એકસાથે મળીને રાત્રિ ભોજનમાં સામેલ થશો. આજનો દિવસ તમને ભાગ્યશાળી બનાવી દેશે. આજે કોઈ મોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ. વેપાર મધ્યમ સ્તર પર ચાલતો રહેશે. નવા કાર્યમાં સફળતા મળશે.

મીન રાશિ

આજે તમારાથી કોઈ ભુલ થવાની સંભાવના છે. જો તમે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલના સમયમાં ટાળી દેવું જોઈએ. આ રાશિના એન્જિનિયરો ને ઓફિસમાં અમુક બદલાવનો સામનો કરવો પડશે. અમુક તણાવ અને ચિંતા તમારો દિવસ ખરાબ કરવાની કોશિશ કરશે. તેવામાં તમારે પોતાનું મન અન્ય કોઈ જગ્યાએ લગાવવાની આવશ્યકતા છે. તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. કોઈ ધાર્મિક કાર્યક્રમની યોજના બનાવી શકો છો.