આજનું રાશિફળ ૧૮ નવેમ્બર : આજે આ ૩ રાશિવાળા લોકો ઉપર માં લક્ષ્મીની અસીમ કૃપા વરસશે, વળી આ રાશિવાળા લોકોએ સાચવીને રહેવું

મેષ રાશિ

આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરશો તો ફાયદો જરૂર થશે. ઓફિસમાં કામકાજનો બોજ વધારે રહેવાની સંભાવના છે. સાથો સાથ તમારી ઉપર પણ ખુબ જ દબાણ વધારે રહેશે. જો કે વિપરીત પરિસ્થિતિમાં પણ તમે સરળતાથી કામ કરીને બધાનું દિલ જીતી લેશો. જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો વધારે મહેનત કરવાની જરૂરિયાત છે, નહીંતર પરિણામ તમારા પક્ષમાં આવશે નહીં. શારીરિક રૂપથી તમે સારું મહેસુસ કરશો.

વૃષભ રાશિ

પ્રેમ વ્યક્ત કરવા માટે દિવસ સારો રહેશે. સામાજિક સ્તર ઉપર વાદવિવાદમાં જીત પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું સારું ફળ આજના દિવસે પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ વાત ઉપર ગુસ્સે થઈ શકો છો તેનાથી તમારી ઈમેજ ઉપર ખરાબ અસર પડશે. ઈર્ષાળુ વ્યક્તિ નુકસાન પહોંચાડી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્યમાં સારા બદલાવ જોવા મળી શકે છે.

મિથુન રાશિ

વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં રુચિ વધવાથી આજનો દિવસ તેમના માટે સારો રહેશે. અમુક નાના મોટા વિવાદને બાદ કરવામાં આવે તો આજનો દિવસ સારો રહેશે. આજે તમને વાદવિવાદમાં સારી સફળતા મળશે. તમારી વાણી કોઈને આકર્ષિત કરી શકે છે અને તે તમારા માટે લાભદાયક રહેશે. તેનાથી નવા સંબંધોમાં સદભાવ વધવાની પણ સંભાવના છે. ધર્મ પ્રત્યે અમુક અરુચી ઉત્પન્ન થઈ શકે છે. જીવનસાથી નું સ્વાસ્થ્ય બગડી શકે છે.

કર્ક રાશિ

આજે યાત્રાના યોગ બનશે, જે તમારા માટે શુભ રહેશે. વિદેશ જવા અને નવું કાર્ય કરવાની શરૂઆત થઈ શકે છે. જીવનસાથીની સાથે તમે રોમેન્ટિક ડિનર માટે જઈ શકો છો. લાંબા સમય બાદ આવો યાદગાર સમય પસાર કરીને તમે ખુબ જ સારું મહેસુસ કરશો. જમીન તથા મકાન વગેરેની ખરીદી વેચાણ લાભદાયક રહેશે. રોજગાર પ્રાપ્તિ સહજ થશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. ઘરના સદસ્યો નો સમય અને સમર્થન તમને મળશે.

સિંહ રાશિ

આજે બીજાની સાથે વાદવિવાદમાં પડવાથી બચવું. આજનો દિવસ તમારા માટે મિશ્રિત લાભદાયક રહશે. ધનમાં થયેલું નુકસાન આજે કોઈ જગ્યાએથી કવર કરી શકો છો. સારા સમાચાર મળવાથી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. શ્રેષ્ઠ સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. આજે તમે થાક, વ્યગ્રતા તથા પ્રસન્નતાના મિશ્રિત ભાવ અનુભવ કરશો. નિર્ધારિત કાર્ય પુર્ણ કરી શકશો. પોતાના બનાવેલા બજેટ ઉપર તમારે ફરીથી વિચાર કરવાનો રહેશે.

કન્યા રાશિ

આજે તમે પોતાના મનની વાત સાંભળશો અને કાર્ય કરશો. આજનો દિવસ તમારા માટે સારા સમાચાર લઈને આવશે. લાંબા સમયથી અટવાયેલી ચીજો પુરી થવાની સંભાવના છે. ધનલાભના નવા રસ્તા નજર આવશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. અમુક મુશ્કેલ પરિશ્રમની સાથે આયોજિત કરવામાં આવેલા લક્ષ્યોને સમય પર પ્રાપ્ત કરવામાં મદદ મળશે. વેપાર અને રાજકારણમાં શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરશો. નાના-મોટા પ્રલોભનોથી પોતાને દુર રાખો.

તુલા રાશિ

આજે તમે શારીરિક તથા માનસિક તાજગીની સાથે કાર્ય કરશો. જે વ્યક્તિ તમારી સાથે મુલાકાત કરે તેની સાથે વિનમ્ર અને સુખદ વ્યવહાર રાખો. ખુબ જ ઓછા લોકો તમારા આ આકર્ષણનું રહસ્ય જાણી શકશે. પોતાના પ્રિય વ્યક્તિની સાથે ફરવા ફરવા જતા સમયે જીવનને આનંદપુર્વક જીવો. ભાવનાત્મક રૂપથી કમજોરી અથવા એકલતા મહેસુસ થઈ શકે છે. અલગ અલગ દ્રષ્ટિકોણને લીધે તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે વિવાદ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા લોકો પોતાની ક્ષમતાઓને જાણે. કારણ કે તમારી પાસે ઈચ્છા શક્તિની કમી છે, તાકાતની નહીં. જ્ઞાન મેળવવાની તમારી ઈચ્છા મિત્રો બનાવવામાં મદદગાર સાબિત થશે. તમારા અમુક સંબંધી અચાનક વળાંક લઈ શકે છે અને તમારા માટે સમસ્યા ઉભી કરવાની કોશિશ કરી શકે છે. બેંક સાથે જોડાયેલ લેવડદેવડમાં ખુબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે. રોકાણ કરવાના દ્રષ્ટિકોણથી દિવસ સારો નથી. રોજગાર પ્રાપ્તિના પ્રયાસ કોઈ પ્રભાવી વ્યક્તિના સહયોગથી સફળ રહેશે.

ધન રાશિ

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. સમય અનુસાર પોતાના વ્યવહારમાં અમુક ઢીલાસ લાવવી ખુબ જ જરૂરી છે. વિદ્યાર્થી સોશિયલ મીડિયા તથા નકામી વાતોમાં પડીને પોતાની કારકિર્દીની સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન ન કરે. પરિવારને સમય અને દેખભાળની આવશ્યકતા છે, તેનો ખ્યાલ જરૂરથી રાખો. આકસ્મિક ખર્ચ સામે આવશે. કામ સાથે સંબંધિત યાત્રા અમલમાં આવી શકે છે, જેનાથી નવા રસ્તા ખુલશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

મકર રાશિ

આર્થિક સ્થિતિ કમજોર રહી શકે છે. નવા વિચારો ને તપાસવા માટે યોગ્ય સમય છે. પરિવારની સાથે સામાજિક સ્તર ઉપર વાતચીત દરમિયાન પણ તમારે પોતાની વાણીની મધુરતા જાળવી રાખવી જોઈએ. જેનાથી તમને માન સન્માન મળશે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. તેનાથી તમને ફાયદો થશે. પાર્ટનરની કોઈ પસંદગીની ચીજ ખરીદવાનો મુડ બની શકે છે. સાંજના સમયે તમે પોતાના માતા પિતાની સેવામાં વ્યસ્ત રહેશો.

કુંભ રાશિ

આજે અધિકારીઓના માર્ગદર્શનથી તમારા અટવાયેલા કાર્ય પુર્ણ થશે. અમુક મહત્વપુર્ણ લોકો સાથે ઓળખ વધશે. તમારું પારિવારિક જીવન સુખદ રહેશે. સાથોસાથ અધુરા કાર્ય પુર્ણ થશે. પોતાના વ્યક્તિત્વના દમ ઉપર તમે અમુક લોકોને પોતાની ફેવરમાં કરવામાં સફળ રહેશો. જેનો તમને પુરો ફાયદો મળશે. પારિવારિક જીવન આનંદમય રહેશે અને તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. કોઈ કીમતી વસ્તુની ખરીદી થઈ શકે છે.

મીન રાશિ

આજે કોઈ અશુભ સમાચાર મળવાની સંભાવના છે. લોકો પ્રત્યે સહાનુભુતિ રાખીને તેમની દરેક સંભવ મદદ કરવી જોઈએ. જેના પ્રતિફળમાં તમને પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરે છે તેમને મહિલા સહકર્મી તથા મહિલા ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મુશ્કેલી ભરેલો રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. આજે કોઈ મિત્ર વેપારમાં ભાગીદારી માટે હાથ લંબાવી શકે છે.