ટોઇલેટ સીટ કરતાં ૭ ગણો વધારે ગંદો હોય છે તમારો મોબાઇલ ફોન – સ્ટડી

Posted by

સ્માર્ટફોનથી દૂર રહેવું કદાચ હવે આપણા હાથમાં રહ્યું નથી. પરંતુ એક સ્ટડીમાં એવી વાત સામે આવી છે, જેને જાણી લીધા બાદ કદાચ લોકો સ્માર્ટફોનથી થોડા દૂર રહેવાની કોશિશ કરશો. મોર્નિંગ વોક થી લઈને ડિનર સુધી દરેક જગ્યાએ આપણે પોતાના મોબાઇલ ફોનને સાથે રાખીએ છીએ. લોકો હાથ ધોયા વગર કોલ કરવાથી લઈને ઈન્ટરનેટ સર્ફિંગમાં મોબાઈલ યુઝ કરતા હોય છે.

એક સર્વે અનુસાર લોકો જેટલું વિચારે છે, તેના કરતા મોબાઇલ ફોન ઘણો વધારે ગંદો હોય છે. રિપોર્ટ અનુસાર મોબાઈલને ગંદો કરવામાં સૌથી મોટો રોલ આપણા હાથનો હોય છે. સર્વે અનુસાર અમેરિકામાં એક દિવસમાં લોકો ઓછામાં ઓછો ૪૭ વખત પોતાનો મોબાઈલ ચેક કરે છે, જેના લીધે હાથનાં જર્મ્સ (કીટાણુ) મોબાઇલમાં ચાલ્યા જાય છે. સ્ટડીમાં વધુમાં જણાવ્યું હતું કે જેટલા બેક્ટેરિયા ટોઇલેટ સીટ પર હોય છે તેનાથી ૭ ગણા વધારે બેક્ટેરિયા મોબાઇલ ફોન પર મળી આવે છે.

હાલમાં કોરોનાવાયરસ જેવી ખતરનાક બિમારી નો આપણે બધા સામનો કરી રહ્યા છીએ ત્યારે જરૂરી છે કે આપણા મોબાઇલ ફોન અને પણ સેનિટાઈઝ કરવા જોઈએ. જેથી આપણે આ વાયરસથી સુરક્ષિત રહી શકીએ અને તેને ફેલાવાથી અટકાવી શકીએ. આપણે દિવસમાં અનેક વખત હાથ થી મોબાઈલ ને સ્પર્શ કરતા હોઈએ છીએ ત્યારે મોબાઇલ ફોનને સેનિટાઈઝ કરવો જરૂરી બની જાય છે.

આ સ્ટડીમાં રિસર્ચરે ટોયલેટ સીટને સ્કેન કરવા પર ૨૨૦ એવ સ્પોટ ની ઓળખ કરી જ્યાં બેક્ટેરિયા મળ્યા. જ્યારે મોબાઇલ ફોનને સ્કેન કરવા પર આવા ૧૪૭૯ સ્પોટ મળ્યા, જે ટોઇલેટ સીટની સરખામણી માં ૭ ગણા વધારે હતા.

લેધર કવર પર ૧૭ ગણા વધારે બેક્ટેરિયા

રિસર્ચર ને રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે મોબાઇલ ફોનમાં લેધર કવર લગાવવામાં આવ્યું હોય તેના ઉપર ટોયલેટ સીટ કરતા ૧૭ ગણા વધારે બેક્ટેરિયા મળ્યા હતા. જ્યારે પ્લાસ્ટીક કવર વાળા મોબાઈલ ફોન પર ૧૪૫૪ બેક્ટેરિયા મળ્યા જે ટોયલેટ સીટ થી અંદાજે ૭ ગણા વધારે છે.

બાથરૂમમાં પણ ઉપયોગથી વધ્યા બેક્ટેરિયા

આ રિસર્ચમાં સામેલ ૨ હજાર લોકોમાંથી ૪૦ ટકા લોકો એ વાત માને છે કે તેઓ બાથરૂમમાં પણ પોતાની સાથે મોબાઈલનો ઉપયોગ કરે છે. એ જ કારણ છે કે આજકાલ ટોઇલેટ સીટ કરતાં પણ વધારે ગંદા મોબાઇલ ફોન થઈ ગયા છે. વળી તેમાંથી ફક્ત ૨૦ ટકા જ એવા લોકો હતા જેઓએ ટોયલેટ માંથી બહાર નીકળીને પોતાના ફોનને સાફ કર્યો હતો.