વેક્સિન આવતાની પહેલા જ પોતાની જાતે જ ખતમ થઈ જશે કોરોના વાયરસ : ટોચનાં વૈજ્ઞાનિક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) નાં એક કેન્સર પ્રોગ્રામ ના ડાયરેક્ટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઈને એક મોટો દાવો કર્યો છે. સિકોરા એ કહ્યું છે કે કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાભરમાં ચાલી રહેલ જંગ વેક્સિન બનતા પહેલા જ ખતમ થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ વેક્સિનનાં વિકાસ પહેલા જ કોરોના વાયરસ પોતાની જાતે જ ખતમ થઇ શકે છે.

સિકોરાએ કહ્યું, “કોરોના વાયરસ વિરુધ્ધ દરેક જગ્યાએ એક જ પેટર્ન જોવા મળી રહી છે. મને શંકા છે કે આપણી અંદર જેટલું અનુમાન લગાવવામાં આવ્યું હતું તેનાથી વધારે રોગપ્રતિકારક ક્ષમતા છે. આપણે આ વાયરસને સતત ધીમો કરવાનો છે. પરંતુ તે પોતાની જાતે જ ખૂબ જ કમજોર થઈ શકે છે. આ મારું અનુમાન છે કે આવું સંભવ થઇ શકે છે.

તેમણે કહ્યું, “આપણે સામાજિક અંતર જાળવી રાખવાનું છે અને આશા રાખવાની છે કે આંકડા બહેતર બનશે.” આ પહેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસનું લાંબા સમય સુધી સમાધાન ફક્ત વેક્સિન અથવા દવાથી સંભવ છે. તેમણે કહ્યું, “ખરાબમાં ખરાબ સ્થિતિ થઇ શકે છે કે આપણે ક્યારેય કોરોના વાયરસની વેક્સિન શોધી જ ન શકીએ.”

કોરોના વાયરસથી ૩ લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા

ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યા બાદથી જ દુનિયાભરના વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોના વાયરસ થી ૩ લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને ૫૦ લાખથી વધારે લોકો સંક્રમિત છે. કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.

Image Source

ભારતીય મૂળના બ્રિટિશ અધિકારી આલોક શર્માએ રવિવારે કહ્યું હતું કે, તે સંભવ છે કે યુકે ક્યારેય કોરોના વાયરસની વેક્સિન શોધી જ ન શકે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, “અમારા વૈજ્ઞાનિકો ના અથાગ પ્રયત્નો છતાં પણ સંભવ છે કે અમને ક્યારેય સફળતાપૂર્વક કોરોના વાયરસની વેક્સિન ન મળે.” ભારતવંશી મંત્રી આગળ કહે છે કે, “દુનિયાના બે મોટા ફ્રંટરનર જેમણે વેક્સિન બનાવવાની છે તે બ્રિટનમાં છે – ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ઇંપેરિયલ કોલેજ – લંડન.”